શું તમને પણ શંકા છે કે કોઈએ તમને Whatsapp પર બ્લોક કર્યા છે? તો આ ટ્રિકથી જાણી લો તમે પણ
Whatsapp વિશ્વની સૌથી મોટી મલ્ટીમીડિયા મેસેજિંગ એપ છે જેને માત્ર ભારતમાં જ 55 કરોડથી વધુ યુઝર્સ છે. Whatsapp પર લોકો તમામ પ્રકારની સુવિધાનો ફાયદો ઉઠાવે છે. Whatsapp ની અનેક સુવિધાઓ પૈકી એક સુવિધા અન્ય યુઝરને બ્લોક કરવાની પણ છે. ઘણી વખત આપણે સ્પામ મેસેજ કરતા યુઝરોને બ્લોક કરી દેતા હોઈએ છીએ. પરંતુ જ્યારે કોઈ કારણોસર તમને કોઈ બ્લોક કરી દે તો જે તે સમયે તેની જાણ તમને થતી નથી. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને એ જણાવીશું કે કોઈએ તમને બ્લોક કર્યા છે કે કેમ તે કઈ રીતે જાણવું ?
અસલમાં ખુદ Whatsapp એ જ આ બાબતનું સમાધાન કરી આપેલું છે. Whatsapp નું કહેવું છે કે જો તમને એમ લાગતું હોય કે કોઈએ તમારો નંબર બ્લોક કર્યો છે તો તમે સૌ પહેલા એ યુઝરનું લાસ્ટ સીન જુઓ. જો લાસ્ટ સીન ન દેખાય તો સંભવ છે કે એણે તમને બ્લોક કર્યા હોય. એ સિવાય જો કોઈ ઓનલાઇન નથી દેખાઈ રહ્યું તો પણ શક્ય છે કે તેણે તમને બ્લોક કર્યા હોય.
એ સિવાય અન્ય એક રીત પણ છે. જો તમને કોઈ ખાસ નંબર જેના પર તમને શંકા હોય કે તેણે તમને બ્લોક કર્યા છે તેનું પ્રોફાઈલ પિક્ચર જુઓ. જો એ ન દેખાય તો એ શક્ય છે કે એણે તમને બ્લોક કર્યા હોય. એ ઉપરાંત તમે તેને Whatsapp કોલ કરીને પણ તપાસી શકો છો. જો તમને એણે બ્લોક કર્યા હશે તો તમારી બાજુએથી કોલ નહિ જાય.
છેલ્લી એક રીત એ પણ છે કે એ નંબરને ગ્રુપમાં એડ કરવો. જો તમને લાગતું હોય કે જે તે નંબર ધારકે તમને બ્લોક કર્યો છે તો તે Whatsapp યુઝરના નંબરને કોઈ Whatsapp ગ્રુપમાં એડ કરવાનો પ્રયાસ કરો. જો તે યુઝર ગ્રુપમાં એડ ન થાય તો 100 ટકા નક્કી કે તેણે તમને બ્લોક કર્યા છે. જો મેસેજ ડિલિવર ન થઈ રહ્યા હોય એટલે કે બે ગ્રે કલરના ટિક નથી દેખાઈ રહ્યા તો પણ તમે બ્લોક થયા હોય તે સંભવ છે.
કોઈએ બ્લોક કર્યા હોય તેને આ રીતે કરી શકાય મેસેજ
જો તમને કોઈએ બ્લોક કર્યા હોય તો તમે તેને તમારા મિત્રની મદદ લઈને મેસેજ કરી શકો છો. આ માટે તમારા મિત્ર જે તમને અને તમને જેણે બ્લોક કર્યા હોય તે બન્નેને ઓળખતો હોય તેના નંબર પરથી એક ગૃપ બનાવો અને તેમાં તમને અને એ વ્યક્તિ જેણે તમને બ્લોક કર્યો હોય તેને પણ એડ કરાવો. ગ્રુપમાં એડ થયા બાદ તમે ગ્રુપમાં મેસેજ કરી શકશો જે તમને બ્લોક કરેલ હોય તે પણ વાંચી શકશે અને આ રીતે તમારો મેસેજ એના સુધી પહોંચી જશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "શું તમને પણ શંકા છે કે કોઈએ તમને Whatsapp પર બ્લોક કર્યા છે? તો આ ટ્રિકથી જાણી લો તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો