19 મિલિયન જેટલા સ્કૂટર નિર્માણ કરનાર કંપની તેની 75 મી વર્ષગાંઠે લોન્ચ કરશે આ સ્કૂટર
જો આ આર્ટિકલ વાંચનારા વાંચકો પૈકી કોઈ જૂની પેઢીના વાંચક હોય તો તેઓએ દ્વિચક્રી વાહન નિર્માતા કંપની પીઆજિયોનું નામ તો સાંભળ્યું જ હશે. એટલું જ નહીં કદાચ તેઓએ તેમના સમયમાં આ કંપનીનું એટલે કે પીઆજિયોનું કોઈ એકાદ સ્કૂટર તો ખરીદ્યું જ હશે અને ખરીદ્યું પણ ન હોય તો કમ સે કમ પીઆજિયોનું સ્કૂટર ચલાવવાનો આનંદ તો માણ્યો જ હશે. અસલમાં પીઆજિયો એક વર્ષો જૂની દ્વિચક્રી વાહન નિર્માતા કંપની અને કંપની અત્યાર સુધીમાં અંદાજે 19 મિલિયન સ્કૂટર વેંચી ચુકી છે.

દ્વિચક્રી વાહન નિર્માતા કંપની પીઆજિયો આગામી 19 ઓગસ્ટના રોજ તેના નવા સ્કૂટર Vespa 75th એડિશનને લોન્ચ કરવા જઈ રહી છે. આ સ્કુટરની લૉન્ચની તારીખ સિવાય Vespa ના આ સ્કૂટર વિશે કંપનીએ વધુ કઈં માહિતી આપી નથી. Vespa 75th એડિશન સિવાય કંપની સેલેકટેડ ઇન્ટરનેશનલ માર્કેટમાં અન્ય એક્સક્લુઝીવ સ્કૂટર વેંચી રહી છે જેમાં Vespa Primavera 150 પણ શામેલ છે.

આ સાથે જ કંપનીએ હાલમાં જ નવા 2021 Vespa Primavera 75th Anniversary અને 2021 Vespa GTS 75th Anniversary ને મલેશિયામાં લોન્ચ કર્યા હતા. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે કંપનીના ભારતમાં લોન્ચ થનારા Vespa 75th એડિશન સ્કુટરમાં શું શું ખાસિયત હશે તેના વિશે જાણીશું.
Vespa 75th એડિશન સ્કુટરનો લુક

જો Vespa 75th એડિશન સ્કુટરના લુક વિશે વાત કરીએ તો તેમાં બોડી પેન પર ” 75 ” નંબર લખેલો આવશે જે કંપનીની 75th એનિવર્સરીની ઉજવણી કરવાનું પ્રતીક છે. આ સાથે જ આ મોડલની ટેલ પર એક મોટું સરક્યુલર બેગ પણ જોઈ શકાય છે જેને મલેશિયામાં Vespa 75th સ્કુટરમાં જોવામાં આવ્યું હતું. આ બેગ વેલ્વેટી સોફ્ટ નુબક લેધરનું બનેલ હશે જેમાં સૈડલની જેમ સમાન પેંટ થીમ મળશે. આ સાથે લગેજ રેક પર આ બેગમાં એક શોલ્ડર સ્ટ્રેપ અને એક કલીપ મળશે જેનું કારણ તેનો કવિક રિલીઝ મિકેનિઝમ છે.
Vespa 75th એડિશન સ્કુટરનો કલર
Vespa 75th એડિશન સ્કુટરના કલરની વાત કરીએ તો એવી આશા છે કે આ સ્કૂટરમાં એક સ્પેશિયલ ” Giallo 75th ” કલર સ્કીમ જોવા મળી શકે છે જે ઓરીજીનલ મોડલ્સના કલર થીમથી પ્રેરણા લઈને બનાવવામાં આવ્યો છે. આ સાથે બેઝ પર ક્રોમ પ્લેટેડ ડિટેલ્સ, ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ફ્રન્ટ મડગાર્ડ, મફલર અને રિયર વ્યુ મીરર્સ મળશે.
Vespa 75th એડિશન સ્કૂટરની કિંમત

Vespa 75th એડિશન સ્કુટરની કિંમતની વાત કરીએ તો Vespa 75th એડિશન સ્કુટરની કિંમત તેના સ્ટાન્ડર્ડ વર્ઝન કરતા વધુ હસવા જેના પર આ સ્કૂટર આધારિત છે. નોંધનીય છે કે વેસ્પાએ છેલ્લા 75 વર્ષોમાં કુલ 19 મિલિયન સ્કૂટર પ્રોડ્યુસ કરશે અને 19 મિલિયનમાં સ્કુટરને કંપનીના પોન્ટીડેરા પ્લાન્ટમાં રોલઆઉટ કરવામાં આવ્યું હતું જે GTS 300 હતું.
0 Response to "19 મિલિયન જેટલા સ્કૂટર નિર્માણ કરનાર કંપની તેની 75 મી વર્ષગાંઠે લોન્ચ કરશે આ સ્કૂટર"
ટિપ્પણી પોસ્ટ કરો