શિલ્પા શેટ્ટીએ લીધો મોટો નિર્ણય, થઈ જશે રાજ કુન્દ્રાથી અલગ? મિત્રના નિવેદનથી સામે આવી વાત

બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને લઈને મીડિયામાં એક નવી ખબર સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર શિલ્પા શેટ્ટી એમના બાળકો સાથે પતિ રાજ કુન્દ્રાથી અલગ રહેવાનું પ્લાનિંગ કરી રહી છે. વાત જાણે એમ છે કે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને 19 જુલાઈ 2021ના રોજ પોર્ન ફિલ્મ બનાવવા અને એને એપ પર રિલીઝ કરવાના આરોપ હેઠળ ક્રાઈમ બ્રાન્ચે અરેસ્ટ કરી લીધા હતા.

image soucre

રાજ કુન્દ્રા એમની ધરપકડ પછીથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને સતત એમના જામીન માટેની કોશિશ કરી રહ્યા છે. આ બાબતે રાજ કુન્દ્રની પત્ની અને બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની પર્સનલ અને પ્રોફેશનલ બન્ને લાઈફ પર ઊંડી અસર જોવા મળી રહી છે.

image soucre

જો કે હાલ શિલ્પા શેટ્ટીની ટીમે આ ખબરોને નકારી દીધી છે એમનું કહેવું છે કે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી વચ્ચે એવું કંઈ નથી થઈ રહ્યું.
શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રાના પૈસાને નથી અડવા માંગતી.

રિપોર્ટ્સનું માનીએ તો શિલ્પા શેટ્ટીના એક મિત્રએ કહ્યું છે કે3 રાજ કુન્દ્રાની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. સાથે જ એમને એ પણ ખુલાસો કર્યો છે કે રાજ કુન્દ્રાના રહસ્ય સામે આવ્યા પછીથી જ શિલ્પા શેટ્ટી શોકમાં છે.શિલ્પા શેટ્ટીના મિત્રએ કહ્યું છે કે શિલ્પાને કોઈ અંદાજો નહોતો કે આ હીરા અને ડુપ્લેક્ષ બેઇમાનીના રસ્તેથી આવી રહ્યા છે. એમને આગળ કહ્યું કે શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રાના પૈસાને અડવા પણ નથી માંગતી. શિલ્પા શેટ્ટી કામ કરી રહી છે અને એ એમના બાળકોના ઉછેર માટે પૂરતું છે.

એમ આ મિત્રએ એ પણ કહ્યું કે શિલ્પા શેટ્ટીએ ઇન્ડસ્ટ્રીમાં પણ બધાને જણાવી દીધું છે કે એ હંગામા 2 અને નિકમમાં પછી ફિલ્મોમાં કામ કરવા માટે તૈયાર છે. અનુરાગ બસુ અને પ્રિયદર્શન પહેલા જ એમને પોતાની ફિલ્મો માટે રોલ્સ ઓફર કરી ચુક્યા છે.

શિલ્પા શેટ્ટી શેર કરી રહી છે મોટીવેશનલ પોસ્ટ.

image soucre

શિલ્પા શેટ્ટી હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. એક્ટ્રેસ કોન્ટ્રોવર્સી વચ્ચે સતત મોટીવેશનલ પોસ્ટ શેર કરી રહી છે. હાલમાં જ એક્ટ્રેસે સુપર ડાન્સર ચેપટર 4ના સેટ પરથી પોતાના લુકનો એક ગ્લેમરસ ફોટો પણ શેર કર્યો હતો જેમા એમને ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઈલની ડિઝાઈનર સાડી પહેરી હતી.

Related Posts

0 Response to "શિલ્પા શેટ્ટીએ લીધો મોટો નિર્ણય, થઈ જશે રાજ કુન્દ્રાથી અલગ? મિત્રના નિવેદનથી સામે આવી વાત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel