આ ઓનસ્ક્રીન ભાઈઓની જોડીઓએ જીત્યું દર્શકોનું દિલ, લોકો બોલી ઉઠ્યા ભાઈ હો તો એસા.
બોલીવુડમાં દરેક પ્રકારના ટોપિક પર ફિલ્મો બને છે પણ રોમેન્ટિક ફિલ્મોને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. બોલીવુડની મોટાભાગની રોમેન્ટિક ફિલ્મો જબરદસ્ત હિટ થાય છે. જો કે રોમાન્સની સાથે સાથે જો પડદા પર અન્ય કોઈ કન્સેપટને પણ વધુ પસંદ કરવામાં આવ્યો હોય તો એ છે કે બ્રોમાન્સ એટલે કે દોસ્તીવાળો રોમાન્સ. જ્યારે મેં પુરુષ પાત્રો વચ્ચે દોસ્તી હોય તો એને બ્રોમાન્સ કહેવામાં આવે છે. છોકરાઓ જેટલા સારા પ્રેમી, પતિ, પિતા અને ભાઇ હોય છે એનાથી ઘણા વધારે સારા એ મિત્ર હોય છે.

અસલ જિંદગીમાં પણ ઘણીવાર બ્રોમાન્સ જોવા મળે છે અને પડદા પર તો બ્રોમાન્સની વાર્તા હંમેશા ખૂબ જ ખાસ રહી છે. ઘણી બધી ફિલ્મોમાં બતાવવામાં આવ્યું છે કે બે મિત્રો કઈ રીતે એકબીજા માટે છોકરી, પરિવાર અને દરેક વસ્તુનું બલિદાન આપવા માટે તૈયાર રહે છે. આ ફિલ્મોમાં છોકરાઓએ હિરોઇનથી વધુ પોતાના મિત્રો સાથે જ ભાઈવાળો પ્રેમ કર્યો. તો ચાલો આજે તમને જણાવી દઈએ કે એ ફિલ્મો વિશે જેમાં દેખાયો જબરદસ્ત બ્રોમાન્સ.
શોલે.

રમેશ સિપ્પીની ફિલ્મ શોલે ખૂબ જ ખાસ છે. ઠાકુર, ગબ્બર, જય, વિરુ, બસંતી, રામ લાલ જેવા પાત્રોવાળી આ ફિલ્મમાં એક જે સૌથી ખાસ વાત હતી એ હતી જય અને વિરુની દોસ્તી. એક જ બાઇક પર સવાર થઈને જ્યારે જય અને વિરુ પોતાની દોસ્તીનું ગીત ગાતા દેખાયા તો ફેન્સ પણ જુમી ઉઠ્યા. તો જ્યારે જય વિરુને અધુરો મુકીજે આ દુનિયામાંથી જતો રહે છે તો લોકોની આંખો ભરાઈ ગઈ. જય અને વિરુના રોલ કરનાર અમિતાભ અને ધર્મેન્દ્ર અસલ જિંદગીમાં પણ ખૂબ જ સારા મિત્રો છે.
અંદાજ અપના અપના.

બે મિત્રો એક જ પ્યાલીમાં ચા પીશે…આ કોન્સેપટ લોકોને અમર પ્રેમે શીખવાળ્યો હતો. એકબીજા સાથે મસ્તી કરતા કરતા અમર પ્રેમ એકબીજાના ખૂબ જ સારા મિત્રો બની જાય ચ3 અને પછી એ પોતાની બોન્ડિંગના કારણે વિલનનો સામનો સરળતાથી કરી શકે છે. અમર પ્રેમનો બ્રોમાન્સ દર્શકોને ખૂબ જ હસાવી ગયો હતો.
હસીના માન જાયેગી.

90ના દાયકામાં ગોવિંદા અને સંજય દત્તની જોડી પડદા પર ખૂબ જ પસંદ કરવામાં આવી. ક્યારેક બન્ને ફિલ્મોમાં ભાઈ બનેલા દેખાયા તો ક્યારેક મિત્રો. તો એમના બ્રોમાન્સે દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું. ફિલ્મ હસીના માન જાયેગીમાં તો બન્નેનો રોમાન્સ હિરોઇન સાથે થયેલા રોમાન્સ પર પણ ભારે પડી ગયો હતો.
દિલ ચાહતા હે.

વર્ષ 2000માં રીલીઝ થયેલી આઇકોનીક ફિલ્મે દોસ્તીનું વધુ સુંદર રૂપ બતાવ્યું હતું. ત્રણ અલગ અલગ પ્રકારના મિત્રો એક ટ્રીપ પર સાથે જાય છે પછી ધીમે ધીમે એ કોલેજની આગળ વધવા લાગે છે અને એમની જિંદગી બદલાવવા લાગે છે. એમની દોસ્તીમાં ચડઊતર પણ થાય છે પણ દિલમાંથી પ્રેમ ક્યારેય ખતમ નથી થતો. આમિર ખાન, સૈફ અલી ખાન અને અક્ષય ખન્નાની આ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.
સોનું કે ટીટૂ કી સ્વીટી.

આ ફિલ્મનો તો આખો કન્સેપટ જ છોકરી વર્ષેસ બ્રોમાન્સ પર હતો. સ્વીટીના પ્રેમમાં ફસાયેલો ટીટુને દુનિયાભરના ચકકરોમાંથી બહાર કાઢવા માટે સોનું દરેક પ્રકારના દાવ પેચ લગાવે છે. તો સ્વીટી એને ચેલેન્જ આપે છે કે છોકરી અને દોસ્તીમાં જીત હંમેશા છોકરીની થાય છે. એવામાં અંતમાં સોનું એ સાબિત કરી દે છે કે દોસ્તીથી વધારે કઈ નથી. કાર્તિક આર્યન અને સની સિંહની જોડી દર્શકોને ખૂબ ગમી હતી.
0 Response to "આ ઓનસ્ક્રીન ભાઈઓની જોડીઓએ જીત્યું દર્શકોનું દિલ, લોકો બોલી ઉઠ્યા ભાઈ હો તો એસા."
ટિપ્પણી પોસ્ટ કરો