પીએમ આવાસ યોજનામા આવી ઘરો બનાવાની મંજૂરી, ચેક કરો લિસ્ટમાં તમારુ નામ છે કે નહિ…?
કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં સોળ હજાર ચારસો અઠયાસી ઘર બનાવાની મંજૂરી આપી દીધી છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં સ્વિકૃત ઘરોની કુલ સંખ્યા એક કરોડ તેર લાખ થી વધારે થઈ ગઈ છે. સોમવારે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે આ પ્રકારની જાણકારી આપી છે. જો આ સોળ હજાર ચારસો અઠયાસી અરજીમાં આપનું પણ નામ છે તો આપના માટે આ મોટા સમાચાર છે. થોડા દિવસ પહેલા નવી દિલ્હીમાં પીએમએવાઈ યુ અંતર્ગત કેન્દ્રીય સ્વીકૃતિ સમિતિની ચોપન મી બેઠક થઈ હતી. તેર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આ બેઠકમાં ભાગ લીધો હતો. જ્યાં આવાસ નિર્માણના કુલ સાતસો આઠ પ્રસ્તાવો ને મંજૂરી આપવામાં આવી હતી. તેમાં કેન્દ્ર સરકાર ત્રણ લાખ એકસઠ લોકો ને આવા નિર્માણમાં શામેલ કરશે. હવે ફરી એક વાર સોળ હજાર ચારસો અઠયાસી ની મંજૂરી તેમાં જોડાઈ ગઈ છે.
પાક્કુ ઘર બનાવવા માટે મદદ કરી રહી છે સરકાર :

નબળા વર્ગના પરિવારો માટે પોતાના ઘરનું સપનુ પુરુ કરવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના લોન્ચ કરી હતી. જે અંતર્ગત દેશના લાખો લોકોના મકાન બની ચુક્યા છે. આ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે.
પીએમ આવાસ યોજના અંતર્ગત આ ઘરોના નિર્માણ માટે અરજી કરનારા લાભાર્થીઓને તેની ભાગીદારી અને સરકારી મદદથી વ્યાજબી ભાવે મકાન આપવામાં આવે છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે, કેન્દ્ર સરકાર 2022 સુધી શહેરી ભારતના તમામ પાત્ર લાભાર્થીઓને પાક્કુ ઘર આપવાના ઉદ્દેશ્ય સાથે કામ કરી રહી છે. આ જ ક્રમમાં સોળ હજાર ચારસો અઠયાસી ઘરના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે.
આ યોજનામાં આ રીતે ચેક કરો આપનું નામ :

જો આપે પણ પીએમ આવાસ યોજના માટે અપ્લાઈ કર્યુ છે અને આપને પ્રધાનમંત્રી આવાસ યોજના ઉર્બન લીસ્ટમાં પોતાનું સ્ટેટસ જાણવુ છે તો આપ વિભાગીય અધિકારીનો સંપર્ક કરીને તે જાણી શકો છો. બીજી રીતે આપ ઘરે બેઠા પણ ઓનલાઈન ચેક કરી શકો છો. સૌથી પહેલા આપ પ્રધાનમંત્રી આવાસ યોજનાના સત્તાવાર પોર્ટલ https://pmaymis.gov.in/ પર વિજીટ કરવાની રહેશે. ત્યાર બાદ ટ્રેક યોર આસીસ્ટન્ટ સ્ટેટસ પર ક્લિક કરવાનુ રહેશે. જે બાદ https://ift.tt/3gkH1xj પેજ ખુલશે.

અહીં આપનો રજીસ્ટ્રેશન નંબર નાખો. અથવા તો આપનું નામ, પિતાનું નામ અને મોબાઈલ નંબર દ્વારા પણ સ્ટેટસ નાખી શકો છો. ડિટેલ્સ ભર્યા બાદ આપની અરજીનું સ્ટેટ્સ સામે આવી જશે. અહીં આપના નામની સમગ્ર વિગતો જાણી શકશો.
0 Response to "પીએમ આવાસ યોજનામા આવી ઘરો બનાવાની મંજૂરી, ચેક કરો લિસ્ટમાં તમારુ નામ છે કે નહિ…?"
ટિપ્પણી પોસ્ટ કરો