શું વાત છે ! હ્યુન્ડાઇની i20 કાર અહીં મળે છે 2 લાખથી પણ ઓછા રૂપિયામાં, ખરીદી પહેલા રહો જાણકાર

કાર માર્કેટમાં ઓછી કિંમત અને વધુ માઇલેજ વાળી કાર માટે લોકોની પહેલી પસંદગી હેચબેક કાર હોય છે. પરંતુ આ સેગમેન્ટમાં અમુક પ્રીમિયમ કાર પણ હોય છે જે મિડ રેન્જમાં આવે છે અને માઇલેજની સાથે સાથે સ્ટાઇલ અને ફિચર્સમાં પણ શાનદાર હોય છે.

image source

આવી જ પ્રીમિયમ કારોમાં એક કાર છે હ્યુન્ડાઇની i20 કાર જે કંપનીની બેસ્ટ સેલિંગ કારો પૈકી એક છે તે કારને સ્પોર્ટી ડિઝાઇન અને ફીચર્સ માટે ગ્રાહકો પસંદ કરે છે.

આ કારની શરૂઆતી કિંમત 6.85 લાખ રૂપિયા છે જે તેના ટોપ મોડલમાં 11.34 લાખ રૂપિયા સુધી પહોંચે છે. જેના કારણે સામાન્ય બજેટમાં કાર ખરીદવા માંગતા લોકો આ કાર ખરીદી નથી શકતા.

પરંતુ અહીં જણાવવામાં આવેલ ઓફર જાણ્યા બાદ તમે બહુ ઓછી કિંમતમાં પણ આ કાર ખરીદી શકશો. અને તેના માટે તમારે તમારું બજેટ પણ વધારવું નહિ પડે. કારની ઓફર જાણ્યા પહેલા આપણે તેના ફીચર્સ અને માઇલેજ તેમજ સ્પેશિફિકેશન વિશે જાણીએ.

image source

હ્યુન્ડાઇની i20 સ્પોર્ટી ડિઝાઇન વાળી હેચબેક કાર છે જેને કંપનીએ અનેક વેરીએન્ટમાં લોન્ચ કરી છે. કારમાં પેટ્રોલ અને ડીઝલ બન્ને એન્જીન મળે છે. તેના પેટ્રોલ એન્જીનની વાત કરીએ તો આ એન્જીન 998 cc નું છે અને તે 118.36 bhp નો પાવર અને 171.62 Nm નો ટોર્ક જનરેટ કરે છે.

આ કાર સાથે મેન્યુઅલ અને ઓટોમેટિક એમ બન્ને ટ્રાન્સમિશનનો વિકલ્પ મળે છે. કારની માઇલેજ બાબતે હ્યુન્ડાઇનો એવો દાવો છે કે તેની આ કાર 20.28 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે.

image source

હવે આપણે આ પ્રીમિયમ હેચબેક કાર પર ઉપલબ્ધ ઓફરની વાત કરીએ તો આ ઓફર અસલમાં સેકન્ડ હેન્ડ કાર વેંચવા માટેના એક ઓનલાઇન પ્લેટફોર્મ CARS24 પર આવી છે. CARS24 પર જણાવવામાં આવેલ ઓફર મુજબ આ કારની કિંમત 1,78,699 રૂપિયા રાખવામાં આવી છે.

image source

સાઇટ પર જણાવવામાં આવેલી વિગત મુજબ વેંચાણ માટે. મુકાયેલી આ પ્રીમિયમ હેચબેક કારનું મોડલ 2009 ના વર્ષનું છે અને તે અત્યાર સુધીમાં 86,251 કિલોમીટર સુધી ચાલી ચુકી છે. કારની ઓનરશીપ સેકન્ડ છે અને કારનું રજિસ્ટ્રેશન દિલ્હીના DL-7C આરટીઓમાં થયેલું છે.

image source

આ કાર ખરીદવા માટે કંપની શાનદાર ઓફર કરી રહી છે. પહેલા આ ઓફરમાં આ કાર પર કંપની 7 દિવસ સુધીની મની બેક ગેરેન્ટી આપી રહી છે. ત્યારે જો તમને પણ હ્યુન્ડાઇની i20 પ્રીમિયમ હેચબેક નવી કાર લેવી હોય પણ તે મુજબ તમારું બજેટ ન હોય તો આ સેકન્ડ હેન્ડ હ્યુન્ડાઇ i20 કાર ખરીદી તમારું સ્વપ્ન પૂરું કરી શકો છો.

Related Posts

0 Response to "શું વાત છે ! હ્યુન્ડાઇની i20 કાર અહીં મળે છે 2 લાખથી પણ ઓછા રૂપિયામાં, ખરીદી પહેલા રહો જાણકાર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel