પોઝિટિવ પે સિસ્ટમ સપ્ટેમ્બર મહિનાથી બેંકોમાં થઇ લાગુ, જાણો શું છે નિયમ અને શું રાખવાની રહેશે સાવધાની
1 સપ્ટેમ્બર 2021 થી લોકોના રોજિંદા જીવનને અસર કરતા કેટલાક નિયમોમાં મોટા ફેરફાર થયા છે. તેમાં સૌથી મોટો ફેરફાર ચેક પેમેન્ટ ને લઈને થયો છે. ચેકથી પેમેન્ટ કરવા અંગે બેંકો એ સિસ્ટમને મજબૂત કરી છે. આ નિયમ એટલા માટે લાગુ કરવામાં આવ્યો છે કે જેનાથી ચેક ના પેમેન્ટ થી થતી છેતરપિંડી અટકાવી શકાય. ભારતીય રિઝર્વ બેંકે આ સિસ્ટમની 1 સપ્ટેમ્બરથી લાગુ કરી છે. આ નિયમ લાગુ થવાથી સામાન્ય વ્યક્તિ એ પણ ચેક પેમેન્ટ લઈને તેની આદત બદલવી પડશે. તો ચાલુ સૌથી પહેલા જાણીએ કે શું છે પોઝિટિવ પે સિસ્ટમ.

પોઝિટિવ પે સિસ્ટમ લાગુ થયા બાદ હવે ચેક આપનાર વ્યક્તિએ પોતાની બેંકમાં ચેક ની જાણકારી આપવી પડશે. એક નક્કી કરેલી રકમ થી વધુ રકમનો ચેક આપવા બદલ ચેકને રીકન્ફર્મ કરવાનો રહેશે. વધારે રકમનો ચેક આપનાર વ્યક્તિ એ ઓનલાઇન કે અન્ય રીતે ચેકની તારીખ, લાભાર્થીનું નામ, કોને ચેક આપવાનો છે તે અને કેટલી રકમ ચૂકવવાની છે તેની જાણકારી બેંકને આપવી પડશે.

મહત્વનું છે કે આ નિયમ ૫૦ હજારથી વધુની રકમ પર લાગુ થશે. એટલે કે હવેથી જો તમે કોઈને ૫૦ હજારથી વધુની રકમ નો ચેક આપશો તો તમારે બેંકને ઉપરોક્ત વિગત પહેલાથી જણાવી પડશે.

આ નિયમ લાગુ થવાથી સૌથી મોટો લાભ એ થશે કે તમે જે રકમનો ચેક ચૂકવ્યો છે તેની અગાઉથી જ બધી જાણકારી બેંક પાસે હશે એટલે કે તમારે ખાતામાંથી ચેક વડે વધારે રકમ ઉપડવાનો કોઈ અવકાશ જ નહીં રહે. તમે 50 હજારથી વધુની રકમ નો ચેક કોને ચૂકવ્યો છે તે સહિતની વિગતો બેંકને મોબાઇલ બેન્કિંગ અથવા તો બેંકની વેબસાઇટ દ્વારા આપવાની રહેશે. આ સિવાય તમે એસએમએસ દ્વારા પણ બેંકને જરૂરી જાણકારી આપી શકો છો.

આ પહેલા આરબીઆઈએ 1 જાન્યુઆરી 2021 થી આ નિયમને લાગુ કર્યો છે પરંતુ અલગ અલગ બેંક અલગ-અલગ તબક્કામાં આ નિયમને ફરજિયાત કરી રહી છે ૧ સપ્ટેમ્બરથી એક્સિસ બેન્કે આ સિસ્ટમને ફરજિયાત બનાવી છે. આ પહેલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેંક.ઓફ.બરોડા, એચડીએફસી, icici બેંક આ નિયમને પહેલાથી જ લાગુ કરી ચૂકી છે.
0 Response to "પોઝિટિવ પે સિસ્ટમ સપ્ટેમ્બર મહિનાથી બેંકોમાં થઇ લાગુ, જાણો શું છે નિયમ અને શું રાખવાની રહેશે સાવધાની"
ટિપ્પણી પોસ્ટ કરો