એકલી થઈ ગઈ સિદ્ધાર્થ શુકલાની માતા, કહેનાર લોકો પર વરસ્યા વિકાસ ગુપ્તા

એકટર સિદ્ધાર્થ શુક્લાએ 2 સપ્ટેમ્બરના રોજ દુનિયામાંથી હંમેશા માટે વિદાય લઈ લીધી. એમના ગયા પછી આખી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. એ દરમિયાન અમુક સેલેબ્સે પેપરાજીને સિદ્ધાર્થની અંતિમ યાત્રાના ફોટા અને વીડિયો લેવા માટે ઘણા વખોડયા હતા. હવે વિકાસ ગુપ્તાએ સેલેબ્સની સિદ્ધાર્થની માતાને એકલા કહેવા પર ફટકાર લગાવી છે.

image source

વિકાસ ગુપ્તાએ ટ્વીટ કરીને કહ્યું છે કે સિદ્ધાર્થની માતા એકલી નથી, એમની બે દીકરીઓ અને શહનાઝ ગિલ છે. એ લખે છે કે બધા સેલેબ્સ અને પીઆર જે એ કહીને મદદ કરવા માટે ઉતાવળા થઈ રહ્યા છે કે સિદ્ધાર્થ શુકલાની માતા હવે એકલી રહી ગઈ. તમને કદાચ ખબર નહિ હોય કે એમની બે દીકરીઓ છે અને એ ન ભૂલશો કે શહનાઝ ગિલ પણ છે. એ એકબીજા સાથે છે અને જો જરૂર પડી તો આ સ્ત્રીઓ તમારા બધાનું પણ ધ્યાન રાખી શકે છે. બીજા લોકો તમારી પ્રાર્થનામાં એમને યાદ રાખો.

આ પહેલા વિકાસ ગુપ્તાએ સિદ્ધાર્થ શુકલા સાથેનો એક વિડીયો શેર કર્યો હતો. આ વીડિયો બિગ બોસ 13ના ઘરમાં વિતાવેલ સિદ્ધાર્થ શુકલા સાથે અમુક ખુશીના પળોનો હતો. એને શેર કરતા એમને લખ્યું હતું કે જે પણ થાય છે એ હંમેશા સારા માટે નથી થતું.

#sidharthshukla#shehnaazgill#sidnaaz પરિવાર અને એમના ચાહનારા પ્રાર્થના કરો..સિદ્ધાર્થને જવા દેવા માટે મજબૂત બનવું પડશે.

તમને જણાવી દઈએ કે 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ એટેક થવાના કારણે સિદ્ધાર્થ શુકલાનું મોત થઈ ગયું. એમને સવારે કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરસે એમને પહેલા જ મૃત જાહેર કર્યા. જાણકારી અનુસાર સિદ્ધાર્થ શુકલાને એ દિવસે સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ છાતીમાં દુખાવો થતો હતો. એ સમય એમની માતાએ એમમે પાણી આપ્યું અને પછી સિદ્ધાર્થ સુઈ ગયા હતા. બીજા દિવસે જ્યારે સિદ્ધાર્થ મોડા સુધી ઉઠ્યા નહિ તો ઘરના લોકોએ ડોકટરને બોલાવ્યા.પછી એમને હોસ્પિટલલઈ જવામાં આવ્યા જ્યાં એમના મોતની પુષ્ટિ કરવામાં આવી. પોસ્ટમોર્ટમ પછી શુક્રવારે સિદ્ધાર્થ શુકલાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

image source

મુંબઈમાં 12 ડિસેમ્બર 1980માં જન્મેલા સિદ્ધાર્થ શુક્લાએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. વર્ષ 2004માં એમને ટીવીથી પોતાનું એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2008માં એમને બાબુલ કા આંગન છૂટે ના નામની સિરિયલ કરી હતી પણ એમને અસલી ઓળખ તો બાલિકા વધુ સિરિયલથી મળી હતી જેના દ્વારા એ ઘર ઘરમાં જાણીતા બની ગયા હતા.

image source

ટીવી ઇન્ડસ્ટ્રીમાં સફળતા પછી સિદ્ધાર્થ શુક્લાએ બોલીવુડ તરફ પણ પ્રયાણ કર્યું.વર્ષ 2014માં આવેલી ફિલ્મ હંપટી શર્મા કી દુલહનિયામાં એ દેખાયા હતા. આ વર્ષે એમની બ્રોકન બટ બ્યુટીફૂલ નામની એક વેબ સિરીઝ પણ આવી હતી જે ખૂબ જ ચર્ચામાં રહી હતી.

Related Posts

0 Response to "એકલી થઈ ગઈ સિદ્ધાર્થ શુકલાની માતા, કહેનાર લોકો પર વરસ્યા વિકાસ ગુપ્તા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel