આજે ભાદરવી પૂનમના દિવસે મા અંબાના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
ભાદરવી પૂનમનું હિન્દુ શાસ્ત્રોમાં અનેરૂ મહત્વ છે. આજે ભાદરવી પૂનમ માં અંબાનો પ્રાગટ્ય દિવસ છે, જેથી માઇ ભક્તો અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. નોંધનિય છે કે, આજે શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબાના આશિર્વાદ લેવા માટે લોકો પગપાળા ચાલીને આવી રહ્યા છે. તો બીજી તરફ અંબાજી જતા તમામ માર્ગો પર બોલ માડી અંબે.. જય જય અંબેના નાદ સંભળાય રહ્યા છે.

નોંધનિય છે કે, કોરોના મહામારીના કારણે, જિલ્લા કલેક્ટર દ્વારા ભાદરવી પૂનમનો મેળો રદ્દ કરાયો છે, તેમ છતા ભક્તો પોતાની માનતા પૂરી કરી શકે તે રીતની વ્યવસ્થા મંદિરમાં કરવામાં આવી છે. હજારોમી સંખ્યામાં માઈ ભક્તો હાલમાં અંબાજી ખાતે પહોચ્યા છે, તો બીજી તરફ વહિવટી તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

નોંધનિય છે કે, આજે ભાદરવી પૂનમના પવિત્ર દિવસે લાખો પગપાળા આવતાં માઈભક્તો લાલ ધજાઓ સાથે માના દરબારમાં પહોંચી રહ્યા છે. અહીં આવેની ભક્તો અંબાજી મંદિરના ચાચરચોકમાં માતાજીના ગરબા રમે છે. તમને જણાવી દઈએ કે, ભાદરવી પૂનમના દિવસો દરમિયાન દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શન માટેની અને પ્રસાદી માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાધામ અંબાજી ખાતે લાખો માઈભક્તો પગપાળા આવી જગત જનની માં અંબાના આશિર્વાદ લે છે અને નવરાત્રિના પાવન પર્વમાં પોતાના ગામ અને ઘરે પધારવાનું આમંત્રણ પાઠવે છે. શ્રધ્ધાળુઓની સુવિધાઓ માટે વહિવટી તંત્ર અને પોલીસ ખડેપગે ફરજ ઉપર તૈનાત કરવામાં આવ્યા છે.

દર વર્ષે મા અંબાજીના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો આવે છે, નોધનિય છે કે ભાદરવી મહિનાની પૂનમના દિવસે અહીં મોટો મેળો ભરાય છે. પરંતુ કોરોનાના કારણે આ વર્ષે મેળાનું આયોજન રદ કરવામાં આવ્યું છે. જો કે મેળો રદ કર્યો હોવા છતા મોટી સંખ્યામાં લોકો માતાના દર્શને આવી રહ્યા છે. જેને લઈને તંત્રએ મોટો નિર્ણય લીધો છે. અંબાજી બાજુનો એક માર્ગ હાલમાં બંધ કરવાનો વહીવટી તંત્રે નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, વહીવટી તંત્રએ દાંતા-અંબાજી માર્ગ બંધ કરી દીધો છે. જ્યાં હવે ખાનગી પેસેન્જર વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે જેથી તમારે જો આ રસ્તે જવાનું થાય તો પહેલા જ સાવચેત રહેજો. મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શને આવતા હોવાથી આનિર્ણય લેવાયો છે.

નોંધિનય છે કે, અંબાજીમાં ભાદરવી પૂનમનું વિશેષ મહત્વ છે હાલમાં વિવિધ યાત્રા સંઘ અંબાજી તરફ પદયાત્રા માટે આવી રહ્યા છે. આ ઉપરાંત કેટલાય ભક્તો અંબાજી તરફ પદયાત્રાએ નિકળ્યા છે જેને કારણે દાંતાથી અંબાજી તરફ જવાનો માર્ગ ખાનગી વાહનો માટે બંધ કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે. જેથી કોઈ અકસ્માત ન સર્જાય. નોંધનિય છે કે, હડાદ નજીક એક અજાણ્યા વાહનની ઠોકરથી ત્રણ પદયાત્રીઓના મોત નિપજ્યા હતા ત્યાર બાદ વહીવટી તંત્રએ પદયાત્રીઓની સુરક્ષા માટે આ મોટો નિર્ણય લીધો છે. તો બીજી તરફ આજે ભાદરવી પૂનમે યાત્રાધામ શામળાજી ખાતે પણ ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. નોંધનિય છે કે, ભાદરવી પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી હજારો ભક્તો મા ના દર્શન માટે આવી રહ્યા છે.
0 Response to "આજે ભાદરવી પૂનમના દિવસે મા અંબાના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું"
ટિપ્પણી પોસ્ટ કરો