ફેટમાંથી ફિટ થઈ રેમો ડીસુઝાની પત્ની લિઝેલ, અપનાવી ભારતી સિંહવાળી ટ્રિક્સ
ફિટ અને હેલ્ધી રહેવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. ઘણા બોલિવૂડ સેલેબ્સ તેમના ટ્રાન્સફોર્મેશનથી લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યા છે. હવે આ સેલેબ્સમાં રેમો ડિસુઝાની પત્ની લિઝેલનું નામ પણ ઉમેરાયું છે. હાલમાં જ ફેમસ કોરિયોગ્રાફર રેમો ડિસુઝાએ તેની પત્નીના ટ્રાન્સફોર્મેશનના ફોટા શેર કર્યા, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
એક વાતચીત દરમિયાન રેમોની પત્ની લિઝેલ ડીસુઝાએ એમની વેટ લોસ જર્ની વિશે ડિટેઇલ શેર કરી છે..લિઝેલે કહ્યું લે વર્ષ 2018માં મેં નક્કી કરી લીધું હતું કે હવે મારે વસ્તુઓને કન્ટ્રોલ કરવી પડશે. મેં તરત મારા ટ્રેનરને મેસેજ કરીને કહ્યું લે જ્યાં સુધી તું મારુ વજન ઓછું નહિ કરાવે હું નહિ માનું કે તું બેસ્ટ ટ્રેનર છે.

લિઝેલે આગળ કહ્યું, “જાન્યુઆરી 2019 થી, એમને મને ઈન્ટરમિન્ટેટ ફાસ્ટિંગ કરાવ્યા. તે દરમિયાન હું સ્ટ્રીટ ડાન્સર 3 ના શૂટિંગ માટે લંડન જઈ રહી હતી. મેં ડાયેટિંગ કર્યું. ટ્રેનરની પત્ની શ્રદ્ધા કપૂર સાથે જઈ રહી હતી, તેથી તેણે મારો ખોરાક પર સંપૂર્ણ નજર રાખી. મેં 15 થી 20 કિલો વજન ઘટાડ્યું
લિઝેલે કહ્યું, “જૂનમાં અમે ડાયટ અને વેઇટ ટ્રેનિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જૂન પછી જ લોકોને મારું વજન ઘટતું દેખાવા લાગ્યું હતું. ખાસ વાત એ છે કે અમારે ઘરે જિમ સેટઅપ છે, તેથી હું લોકડાઉનમાં પણ વર્કઆઉટ કરતી હતી. મે વેઇટ ટ્રેનિંગ કરી, ઇન્ટરમીંતેટ ફસ્ટિંગ કર્યું અને ફક્ત ઘરનું જ ખાવાનું લીધું.

એમને આગળ કહ્યું કે રેમો અને હું બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં વોક પર જતાં હતાં. હું આખા દિવસમાં 18થી 20 કલાક ઇન્ટરમીંટેટ ફાસ્ટિંગ કરતી હતી અને આખા દિવસમાં ફક્ત એક જ વાર ખાતી હતી.”
લિઝેલે કહ્યું, “દરેક વ્યક્તિએ મને ડાયટ વિશે સલાહ આપી. પણ મને લાગે છે કે તે તમારું શરીર કેવી પ્રતિક્રિયા આપે છે તેના આધારે હોવું જોઈએ. ગયા વર્ષે રેમો બીમાર પડ્યા પછી, મેં કેટો ડાયટ પણ છોડી દીધો.” હા. પછી મેં પ્રવાહી, ઓછી કેલરી વાળી વસ્તુઓ અને બધું જ ટ્રાય કર્યું. ”

તમે ત્રણ મહિના સુધી ડાયેટિંગ કર્યા બાદ તેને છોડી શકતા નથી. મેં પણ એ જ ભૂલ કરી. પરંતુ હવે હું તેને કેવી રીતે સંભાળવું તે જાણું છું. મને લાગે છે કે કેટો ડાયેટે શ્રેષ્ઠ કામ કર્યું છે. મેં 8 થી 9 કિલો વજન ઘટાડ્યું. એકંદરે હું 105 કિલોથી 65 કિલો વજન ઘટાડવામાં સફળ રહી

”
લિઝેલે કહ્યું, “વજન ઘટાડવું મારા માટે એક ચેલેન્જ હતો. વજન ઘટાડવા માટે બેરિયાટ્રિક સર્જરી માટે હું 2018 માં ડો. મુફી (મુફઝલ લાકડાવાલા) ને મળી હતી. પણ પછી મેં સર્જરી ન કરવાનો નિર્ણય કર્યો. પણ હું ગેસ્ટ્રીક બલૂન માટે તૈયાર હતી પણ ડોક્ટરે મને કહ્યું કે મારું વજન વધી જશે.મારા નજીકના મિત્ર જે તે સમયે મારી સાથે હતા તેણે આવું કરવાની ના પાડી અને મેં વજન ઘટાડવાનું મન બનાવ્યું. મારું લક્ષ્ય ડિસેમ્બર સુધીમાં 10 કિલો વધુ વજન ઘટાડવાનું છે. એમાં રેમો અને બાળકો મને સ્પોર્ટ આપી રહ્યા છે. “
0 Response to "ફેટમાંથી ફિટ થઈ રેમો ડીસુઝાની પત્ની લિઝેલ, અપનાવી ભારતી સિંહવાળી ટ્રિક્સ"
ટિપ્પણી પોસ્ટ કરો