આ કારણે દેખાય છે શ્રદ્ધા કપૂર આટલી ફિટ, તમે પણ અપનાવી જુઓ
બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર પોતાની સ્ટાઈલ અને ફિટનેસને લઈને ઘણી વખત ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેના ફિટનેસ વીડિયો શેર કરતી રહે છે. તે ફિટનેસ જાળવવા માટે ખૂબ મહેનત કરે છે. શ્રદ્ધા પોતાના ડાયટનું પણ ખાસ ધ્યાન રાખે છે.

શ્રદ્ધા કપૂર રોજ જીમમાં જાય છે અને વર્કઆઉટ કરે છે. તે ફેટ બર્નિંગ કાર્ડિયો સાથે યોગ અને મેડિટેશન પણ કરે છે. જ્યારે પણ તે જીમમાં જઈ શકતી નથી, ત્યારે તે ઘરે ઝુમ્બા, બેલી ડાન્સ અને હિપ-હોપ કરવાનું પસંદ કરે છે.

શ્રદ્ધા પોતાના ડાયટનું ખાસ ધ્યાન રાખે છે. તે બહારનું ભોજન નથી ખાતી પણ ઘરનું ભોજન લેવાનું જ પસંદ કરે છે. તે શૂટિંગ દરમિયાન ઘરેથી પોતાનો ખોરાક પણ લઈ જાય છે.

શ્રદ્ધા કપૂર શૂટિંગ સમયે પણ પોતાનો ખોરાક ઘરેથી પેક કરે છે. શ્રદ્ધા ચોક્કસપણે તેના ડાયટમાં ઇંડા, માછલી, તાજા ફળો અને શાકભાજીનો જરૂર સમાવેશ કરે છે
ફિટ રહેવા માટે, વર્કઆઉટ્સ સાથે યોગ્ય ડાયટનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને શ્રદ્ધા કપૂર આ જાણે છે. તેને ઘરનો ખોરાક પસંદ છે. મીડિયા અહેવાલો અનુસાર, શ્રદ્ધા કપૂર ચોક્કસપણે તેના આહારમાં ઇંડા, શેકેલી માછલી અને તાજા શાકભાજી અને ફળોનો સમાવેશ કરે છે.

નાસ્તો: શ્રદ્ધા કપૂર નાસ્તામાં પોહા, ઉપમા અથવા આમલેટ ખાય છે.
બપોરનું ભોજન: બપોરના ભોજનમાં શ્રદ્ધા શાકભાજી, રોટલી સાથે દાળ ખાવાનું પસંદ કરે છે.
ડિનર: રાત્રે શ્રદ્ધા કપૂર ગ્રીલ્ડ ફિશ અથવા ફિશ કરી સાથે રોટલી અથવા બ્રાઉન રાઈસ ખાય છે. શ્રદ્ધા પોતાનું ડિનર રાત્રે 8 વાગ્યા પહેલા લેવાનું પસંદ કરે છે.

શ્રદ્ધા કપૂર પોતાની ત્વચા અને વાળની પણ ખૂબ કાળજી રાખે છે. એ વિશે પણ તેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના રહસ્યો શેર કરતી રહે છે. તે પોતાની ત્વચા અનુસાર ફેસ વોશ અને મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરે છે. તે તેના વાળમાં ઘરે બનાવેલા હેર પેક લગાવે છે અને અઠવાડિયામાં બે વાર તેના માથામાં તેલથી માલિશ કરે છે
પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે શ્રદ્ધા દિવસભર ઘણું પાણી પીવે છે. આ સાથે, તે તેના ઉંઘવા-જાગવાના સમય વિશે પણ ખૂબ પ્રતિબંધિત છે. શ્રદ્ધા વહેલી સવારે જાગે છે અને રાત્રે 8 વાગ્યા પહેલા પોતાનું ડિનર લે છે અને 11 વાગ્યા સુધીમાં સૂઈ જાય છે

શ્રદ્ધાના વર્કફ્રન્ટની જો વાત કરવામાં આવે તો શ્રદ્ધા કપૂર છેલ્લે ફિલ્મ “બાગી-3″માં જોવા મળી હતી. જેમાં તેની સાથે ટાઇગર શ્રોફ નજર આવ્યો હતો. હવે તે ફિલ્મ “નાગિન” અને “સ્ત્રી 2″માં નજર આવશે.
0 Response to "આ કારણે દેખાય છે શ્રદ્ધા કપૂર આટલી ફિટ, તમે પણ અપનાવી જુઓ"
ટિપ્પણી પોસ્ટ કરો