પૂજા કરતી વખતે દીવો ઓલવાઈ જાય તો માનવામાં આવે છે અશુભ, જાણો કેમ
આપણા બધાની જ સાથે ક્યારેક ને ક્યારેક તો એવું ચોક્કસ બન્યું જ હશે કે આપણે પૂજા કરવા બેઠા હોય અને આપણે દીવો કરીએ છીએ ને કોઈ કારણના લીધે દીવો અચાનક જ ઓલવાઈ જાય છે. દીવો આમ અચાનક ઓલવાઈ જાય કે તરત જ આપણે કે પછી આપણી આસપાસ ઉભેલા લોકોના મનમાં શંકા કે વહેમ ઘર કરી જાય છે કે ન જાણે હવે શું અશુભ થશે.

શુ ખરેખર દીવો ઓલવાઈ જવો એ કોઈ અશુભ સંકેત આપે છે? તો ચાલો આજે જાણી લઈએ દીવો ઓલવાઈ જવા વિશેની શુભ અને અશુભ માન્યતાઓ વિશે.
પૂજા કરતી વખતે જો દીવો ઓલવાઈ જાય તો એને અશુભ શા માટે માનવામાં આવે છે?

જો તમે કોઈ પૂજા કે અનુષ્ઠાનમાં બેઠા હોય કે પછી ઘરમાં જ પૂજા કરતી વખતે જો દીવો ઓલવાઈ જાય છે તો બધા જ લોકો વ્યાકુળ થઈ જાય છે. દીવો ઓલવાઈ જાય તો મોટાભાગના લોકો એને અશુભ સંકેત માને છે. ઘણા લોકો એવું પણ માને છે કે દીવો ઓલવાઈ જાય તો એનો અર્થ છે ભગવાને આપણી પૂજા નથી સ્વીકારી. આપણા ઘરના વડીલો પણ પૂજા દરમિયાન દીવો ઓલવાઈ જાય તો એને અશુભ સંકેત માને છે અને એટલે જ આપણે પણ જો પૂજા દરમિયાન દીવો ઓલવાઈ જાય તો એનાથી તરત જ ગભરાઈ જઈએ છીએ.
પૂજા કરતી વખતે જો દીવો ઓલવાઈ જાય તો આવું કરો.

જો આપણે દીવો કરવાની પ્રક્રિયા શરૂઆતથી જોઈએ તો એ કઈક આ પ્રકારે હશે, સૌથી પહેલા આપણે મંદિરમાં જ્યોતના દિવાને ધોઈને સાફ કરીએ છીએ પછી રૂની વાટ બનાવીએ છીએ, ઘણા લોકો આ વાટને બનાવવા માટે બે ત્રણ ટીપાં પાણીનો ઉપયોગ પણ કરે છે. એ પછી દિવાની વચ્ચે આ વાટને સ્ટેન્ડમાં લગાવીને એમાં ઘી કે તેલ નાખીએ છીએ.

આ પ્રક્રિયામાં દિવાને ધોતી વખતે જો સારી રીતે સૂકવવામાં ન આવે કે પછી સ્ટેન્ડને સરખું સાફ ન કરવામાં આવે કે પછી વાટ બનાવતી વઝયે એમ વધુ પાણી લાગી જાય તો જ્યોત સરખી રીતે નહિ સળગે. અને એવી સ્થિતિમાં દીવો ઓલવાઈ પણ શકે છે. દીવો ઓલવાઈ જવો એને અશુભ માણવાની કોઈ જરૂર નથી. જો તમારી સાથે આવું કઈ થાય તો ઈશ્વર પાસે માફી માંગીને તમે ફરી દીવો પ્રગટાવી લો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "પૂજા કરતી વખતે દીવો ઓલવાઈ જાય તો માનવામાં આવે છે અશુભ, જાણો કેમ"
ટિપ્પણી પોસ્ટ કરો