IPL ટ્રોફીથી દૂર જ રહ્યું છે RCB, વિરાટની ટીમ ફક્ત 3 વાર પહોંચી પ્લેઓફમાં
આઇપીએલ 2021ની બીજી સિઝનની શરૂઆત રવિવારે થઈ. બીજા ફેઝની પહેલી મેચ એના પરિણામ સુધી પહોંચી જ રહી હતી કે એક ચોંકાવનારી ખબર સામે આવી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપટન વિરાટ કોહલીએ એમના પદથી રાજીનામું આપી દીધું છે. કોહલીએ કહ્યું કે એ આ IPL પછી RCBના કેપટન નહિ હોય. એટલે કે આ સિઝન એમની આરસીબીના કેપટન તરીકે છેલ્લી સિઝન છે. કોહલી એ બેટ્સમેનમાંથી એક છે જે વર્ષ 2008 એટલે કે આઇપીએલની શરૂઆતથી જ ટીમ આરસીબી સાથે છે. એમને વર્ષ 2013માં ટીમની કેપટનશીપ લીધી હતી પણ ટીમને હજી સુધી એકપણ ખિતાબ નથી અપાવી શક્યા. કોહલીએ શરૂઆતથી જ કઈ રીતનું પ્રદર્શન કર્યું છે એ આજે અમે તમને જણાવીશું.

આઇપીએલ 2020માં આરસીબીએ 14માંથી સાત મેચ જીત્યા અને સાત હાર્યા. લીગ સ્ટેજમાં ચોથા નંબર પર રહી અને પ્લેઓફ સુધી પહોંચી. પણ એલિમિનેટરમાં સનરાઈઝર્સ હૈદરાબાદથી હારીને બહાર થઈ.
આઇપીએલ 2019માં આરસીબી સૌથી નીચે રહી. 14માંથી પાંચ મેચ જીતી અને આઠ હારી. એક મેચનું પરિણામ ન નીકળ્યું અને 11 અંક પર એનો સફર સમાપ્ત થયો.

આઇપીએલ 2018માં આરસીબીનું પ્રદર્શન ખરાબ રહ્યું. ટીમ 14 માંથી 6 મેચ જીતી શકી અને છઠ્ઠા નંબર પર રહી. ટીમ સતત બીજી સીઝનમાં પ્લેઓફમાં પહોંચવામાં અસફળ રહી.

આઇપીએલ 2017માં વિરાટ કોહલીની હાલત ખૂબ જ ખરાબ રહી. 14માંથી ફક્ત ત્રણ મેચ જ એ જીતી શક્યા. બાકીની 10 એને ગુમાવી દીધી અને એક વરસાદે ધોઈ નાખી. સાત અંક સાથે ટીમ સૌથી નીચે રહી.

.
આરસીબીએ આઇપીએલ 2016માં કમાલનું પરફોર્મન્સ બતાવ્યું. 14માંથી 8 મેચ જીત્યા અને 16 અંક સાથે બીજા નંબર પર રહી પ્લેઓફની ટીકીટ મેળવી. એ પછી પહેલા ક્વોલિફાયરમાં ગુજરાત લાયન્સને ચાર વિકિટે હરાવી અને ફાઇનલમાં જગ્યા મેળવી પણ ફાઇનલમાં ડેવિડ વોર્નરની કેપટનશીપ વાળી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે આઠ રનથી હરાવી દીધા.ફરી એકવાર આરસીબી ખાલી હાથ રહી અને આઇપીએલ ન જીતી શકી.
2015માં વિરાટ કોહનીના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 14માંથી સાત મેચ જીત્યા અને પાંચ હાર્યા. બે મેચ વરસાદના કારણે ધોવાઈ ગયા. 16 અંક સાથે ટીમ પ્લેઓફમાં પહોંચી. એલિમિનેટરમાં એમનો સામનો રાજસ્થાન રોયલ્સ સાથે થયો અને એને 71 રનથી મેચ જીતી. પણ બીજા ક્વોલિફાયરમાં ચેન્નઈ સુપરકિંગ્સે એને ત્રણ વિકેટથી હરાવીને બહાર કરી દીધી.

આઇપીએલ 2પ14માં વિરાટ કોહલીની ટીમ સારું ન રમી શકી અને સાતમા સ્થાને રહી.14માંથી ફક્ત પાંચ મેચ એને જીત્યા. એ ફક્ત દિલ્લી કેપટીલ્સની આગળ રહી.
વિરાટ કોહલીની કેપટનશીપમાં પહેલુ વર્ષ પણ આરસીબી પ્લેઓફમાં જવામાં રહી ગઈ. એમને 16માંથી 8 મેચ જીતી અને એટલી જ હારી પણ ખરા. 16 આંખ સાથે બેંગ્લોરની ટીમ પાંચમા સ્થાને રહી.
0 Response to "IPL ટ્રોફીથી દૂર જ રહ્યું છે RCB, વિરાટની ટીમ ફક્ત 3 વાર પહોંચી પ્લેઓફમાં"
ટિપ્પણી પોસ્ટ કરો