ડ્રગ્સ કેસમાં દીકરાના અરેસ્ટ સહિત શાહરુખ ખાનની જિંદગીના એ વિવાદ, જે હંમેશા એમના આપશે પીડા
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન એનસીબીની કસ્ટડીમાં છે. આર્યન ખાનની ઉંમર 24 વર્ષની છે. આર્યનની સાથે અન્ય ઘણા લોકોને પણ કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. શાહરુખ ખાન અને આર્યનના સ્પોર્ટમાં આખું બૉલીવુડ ઉભું દેખાઈ રહ્યું છે. અમૂકનું તો એ પણ કહેવું છે કે આર્યન ખોટા સમયે ખોટી જગ્યાએ હતો, એ હજી બાળક છે તો બીજી તરફ એનસીબીનું કહેવું છે કે એમને આર્યનના ફોનમાં આપત્તિજનક ચેટ મળ્યા છે જે ડ્રગ રેકેટ તરફ ઈશારો કરે છે. દીકરાના કારણે શાહરુખ ખાનને પણ આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે એ વિવાદોમાં આવ્યા હોય, શાહરૂખ ખાનના દીકરાના અરેસ્ટ પહેલા પણ કોન્ટ્રોવર્સીમાં રહી ચૂક્યા છે. તો ચાલો અમે તમને જણાવી દઈએ શાહરુખ ખાનની જિંદગીના એ વિવાદો જે હંમેશા એમને દુઃખ આપશે.
આઇપીએલ અને શાહરૂખ વિવાદ.

આઇપીએલ શાહરુખ અને વિવાદોનો સંબંધ ચોલી દામન જેવો છે. મુંબઈ ક્રિકેટ એસોસિયેશને વાનખેડે સ્ટેડિયમમાં શાહરુખ ખાનના દુર્વ્યવહારની ઓફિશિયલ ફરિયાદ કરી હતી. સાથે જ એમસીએએ શાહરુખ ખાનના વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. એમસીએ સચિવ નીતિન દલાલે કહ્યું હતું કે શાહરુખ ખાને અધ્યક્ષ વિલાસરાવ દેશમુખ સહિત ઘણા અધિકારીઓ સાથે દુર્વ્યવહાર કર્યો.
શારીરિક હિંસાનો આરોપ

શાહરુખ ફરાહ ખાનના પતિ શિરીષ કુંદર સાથે શારીરિક હિંસાના આરોપમાં ફસાઈ ચુક્યા છે. એના પર ફરાહ ખાને એસએમએસ કરીને ચોખવટ કરી હતી. પણ વિવાદ ખતમ થયો જ્યારે સાજીદ ખાન અને સાજીદ નડિયાદવાળા શાહરુખ ખાનના ઘરે મન્નત ગયા અને સુલેહ કરાવી.
માય નેમ ઇઝ ખાન કોન્ટ્રોવર્સી

શાહરુખ ખાન દેશમાં જ નહિ વિદેશોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. વર્ષ 2009માં શાહરુખ ખાનને ખાન નામને કારણે ન્યુ જર્સીના ન્યુયોર્ક એરપોર્ટ પર બે કલાક રોકી રાખવામાં આવ્યા હતા. એ સમયે શાહરુખ ખાન દક્ષિણ એશિયાના કોઈ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે જઈ રહ્યા હતા. જો કે રાજનૈતિક હસ્તક્ષેપ પછી શાહરુખ ખાનને છોડી દેવામાં આવ્યા.
સાર્વજનિક જગ્યા પર સિગરેટનો લઈને વિવાદ.

શાહરૂખ ખાન પબ્લિક જગ્યા પર ઘણીવાર સિગરેટ પીતા દેખાયા છે. જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં સિગરેટ પીવા પર શાહરુખ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. એ સિવાય એ વર્ષ 2011ના સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સમાં પણ સિગરેટ પીતા દેખાયા હતા.
દેશને લઈને આપ્યું વિવાદિત નિવેદન

એક ટીવી ચેનલના ટ્વીટર ટાઉનહોલ કાર્યક્રમમાં એમને ફેન્સને મળવા આવેલા શાહરુખ ખાને એક સવાલના જવાબમાં કહ્યું હતું કે દેશની અસહિષ્ણુતા વધી રહી છે. એ પછી નિવેદનોનો સિલસિલો ચાલ્યો. ભાજપા નેતાઓએ એમને પાકિસ્તાની એજન્ટ કહી દીધા હતા.
0 Response to "ડ્રગ્સ કેસમાં દીકરાના અરેસ્ટ સહિત શાહરુખ ખાનની જિંદગીના એ વિવાદ, જે હંમેશા એમના આપશે પીડા"
ટિપ્પણી પોસ્ટ કરો