બધા પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે ષટતિલા એકાદશી, સંધ્યા સમયે અચુુક કરો આ દાન, અનેક પાપમાંથી મળશે મુક્તિ
ધર્મગ્રંથોમાં બધા વ્રતોમાં એકાદશીના વ્રતને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ષટતીલા એકાદશી મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવે છે. આ વખતે આ વ્રત 7 ફેબ્રુઆરી 2021ના રોજ આવે છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.
સ્વયં શ્રી કૃષ્ણએ જણાવ્યું છે મહત્વ.
પદ્મપુરાણ અનુસાર શ્રી કૃષ્ણ, પાંડુના મોટા પુત્ર યુધિષ્ઠિરને આ એકાદશીના મહિમાનું ગુણગાન કરતા કહ્યું છે કે ” હે નૃપશ્રેષ્ઠ મહા મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી ષટતીલા કે પાપહરિણીના નામથી પણ ઓળખાય છે, જે બધા જ પાપોનો નાશ કરે છે. જેટલું પુણ્ય કન્યાદાન, હજારો વર્ષોની તપસ્યા અને સુવર્ણદાનથી મળે છે એનાથી વધુ ફળ ષટતીલા એકાદશી કરવાથી મળે છે. આ વ્રતને કરવાથી ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે તેમજ મનુષ્યને આ લોકમાં બધા સુખની પ્રાપ્તિ થઈને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે..
આવી રીતે કરો ભગવાન વિષ્ણુની પૂજા.

આ દિવસે ક્ષીર સાગરમાં શયન કરનાર શ્રી નારાયણની પૂજાનું વિધાન છે. જળમાં તલ અને ગંગાજળ નાખીને સ્નાન કરીને પવિત્ર થઈને શુદ્ધભાવથી દેવાધિદેવ શ્રી નારાયણનું ધ્યાન કરો. પીળા ફૂલ, તુલસી, ગોપી ચંદન, કપૂર, તલથી બનેલા નિવેધ વગેરે સામગ્રીથી શંખ, ચક્ર, કમળ અને ગદા ધારણ કરનાર જગતના પાલનહાર શ્રી વિષ્ણુની પૂજા કરો. ઘીનો દીવો અને કપુરથી પ્રભુની આરતી ઉતારો. એ પછી શ્રી કૃષ્ણ નામનું ઉચ્ચારણ કરતા ભગવાનને અર્ધ્ય આપો.

અર્ધ્ય આપતી વખતે આ મંત્ર બોલો.
कृष्ण कृष्ण कृपालुस्त्वमगतीनां गतिर्भव ।
संसारार्णवमग्नानां प्रसीद पुरुषोत्तम ॥
नमस्ते पुण्डरीकाक्ष नमस्ते विश्वभावन ।
सुब्रह्मण्य नमस्तेSस्तु महापुरुष पूर्वज ॥
गृहाणार्ध्यं मया दत्तं लक्ष्म्या सह जगत्पते ।

અર્થાત સચ્ચિદાનંદસ્વરૂપ શ્રીકૃષ્ણ તમે ઘણા જ દયાળુ છો. અમે આશ્રયહીન જીવોના તમે આશ્રયદાતા થાવ. અમે સંસારના સમુદ્રમાં ડૂબી રહ્યા છે, તમે અમારા પર પ્રસન્ન થાવ. હે કમલનયન, વિશ્વભાવન, સુબ્રહ્મણય, તમને નમસ્કાર હો. જગતપતે, મારુ આપેલું આર્ધ્ય તમે લક્ષ્મીજી સાથે સ્વીકાર કરો.” ૐ નમો ભગવતે વસુદેવાય આ મંત્રનો વધુમા વધુ જપ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા રહે છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા પણ ફળદાયી છે.
તલ દાન કરવા છે લાભકારી.

ષટતીલા એકાદશીના દિવસે પોતાના સામર્થ્ય અનુસાર કોઈ બ્રાહ્મણને જળનો ઘડો, છત્રી અને ગરમ વસ્ત્રો દાન કરો. દાન કરતી વખતે એવું કહો કે ” આ દાન દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાવ” તલની બનેલી વાનગીઓ કે તલનું ભરેલુ પાત્ર દાન કરીને અનંત પુણ્યોની પ્રાપ્તિ થાય છે.શાસ્ત્રો અનુસાર એ તલને ઉગાડવાથી એમાંથી જેટલી શાખાઓ પેદા થાય છે, એટલા હજાર વર્ષો સુધી દાન કરનાર વ્યક્તિ સ્વર્ગ લોક પામે છે. આ દિવસે તલમાં સ્નાન, તલથી હવન ,તલની ઉબટન લગાવો, તલ ભેળવેલું પાણી પીવો, તલનું દાન કરો અને તલને ભોજનમાં સામેલ કરો. આ રીતે 6 કામમાં તલનો ઉપયોગ કરવાના કારણે આ એકાદશી ષટતીલા કહેવાય છે. જે બધા પાપોનો નાશ કરે છે. ષટતીલા એકાદશીનું વ્રત કરવાથી માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે તેમજ બધા જ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "બધા પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે ષટતિલા એકાદશી, સંધ્યા સમયે અચુુક કરો આ દાન, અનેક પાપમાંથી મળશે મુક્તિ"
ટિપ્પણી પોસ્ટ કરો