કોરોનાની રસી ઈંજેકશનને બદલે ટેબલેટથી આપવાની તૈયારી
કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા લોકોને રસી આપવામાં આવી રહી છે. જો કે હાલ આ રસી ઈંજેકશન વડે આપવામાં આવી રહી છે. પરંતુ ભવિષ્યમાં ટેબલેટ અને ઈનહેલર તરીકે પણ લોકોને રસી આપવામાં આવી શકે છે. એક રિપોર્ટ અનુસાર સ્વીડનની સૌથી મોટા સાયંસ પાર્કે એન્જેમો એંડરસનના નેતૃત્વમાં આ કામ શરુ કરવામાં આવ્યું છે. કંપની તે પ્લાસ્ટિકનું એક એવું સ્લિમ ઈનહેલર બનાવી રહી છે જેની સાઈઝ બાકસ કરતાં પણ અડધી હશે.

એંડરસન અને તેની ટીમને આશા છે કે આ નાનકડું ઈનહેલર કોરોના સામે જંગ લડતી દુનિયા માટે મજબૂત હથિયાર સાબિત થશે. ખાસ વાત એ છે કે આ ઈનહેલર વડે લોકો રસીને એક પાવડર વર્ઝનમાં પોતાના ઘરે પણ લઈ જઈ શકે છે. ફર્મના સીઈઓ જોહન વોબોર્ગનું કહેવું કે આ ટેકનીક ખૂબ સસ્તી અને સરળ હશે. તેનો ઉપયોગ સામાન્ય રીતે અસ્થમાના દર્દીઓને કરતા જોયા હશે તેવું જ આ ઈનહેલરથી થશે.

તેમણે જણાવ્યું હતું કે, આ ટેકનીક એવી હશે કે જેમાં માત્ર આગળ લાગેલી નાનકડી પ્લાસ્ટિકની સ્લિપ દૂર કરવાની રહેશે અને ઈનહેલર એક્ટિવેટ થઈ જશે. ત્યારબાદ તેને મોં પર લગાવી ઊંડો શ્વાસ લેવાનો રહેશે. આ રીતે લીધેલી રસી નાકથી લઈ ફેફસા સુધી તેની અસર દેખાડશે.

આ ઈનહેલર વેકસીન માટે કંપનીએ સ્ટોકહોમમાં એક ઈમ્યૂનોલોજી રિસર્ચ સ્ટાર્ટઅપ આઈએસઆર સાથે કરાર કર્યો છે. જેણે કોવિડ 19 માટે ડ્રાય પાવડર વેકસીન વિકસાવી છે. આ કોવિડ 19ના વાયરસ પ્રોટીન્સનો ઉપયોગ કરે છે. આ ડ્રાય વેકસીનને 40 ડિગ્રી તાપમાન પર રાખી શકાય છે. જ્યારે WHO દ્વારા અપ્રૂવ કોઈપણ લિક્વિડ ફોર્મ વેકસીનને સ્ટોર કરી રાખવા ભારે જહેમત ઉઠાવવી પડે છે. તેને ફ્રિઝ સુધી પહોંચાડવા માટે પણ કાંચથી બનેલા મજબૂત પાત્રમાં -70 ડિગ્રી સેલ્સિયલ તાપમાન પર રાખવી પડે છે. આમ ન કરવામાં આવે તો વેકસીનનો પ્રભાવ ઘટી જાય છે.

આ સ્થિતિમાં આ વેકસીન ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આઈએસઆરના ફાઉંડર અને કોરોલિંકા ઈંસ્ટિટ્યૂટમાં ઈમ્યૂનોલોજીના પ્રોફેસર ઓલા વિંકિસ્ટના કહ્યા અનુસાર કોલ્ડ ચેનની મદદ વિના આ વેકસીનનું વિતરણ સરળતાથી થઈ શકે છે આ સ્થિતિ ખૂબ મદદરૂપ સાબિત થશે. અન્ય એક ખાસિયત એ છે કે હેલ્થકેર પ્રોવાઈડર્સની મદદ વિના આ રસી લોકોને આપી શકાય છે. આ વેકસીન કોઈ ટેબલેટ જેવી હોય શકે છે.
0 Response to "કોરોનાની રસી ઈંજેકશનને બદલે ટેબલેટથી આપવાની તૈયારી"
ટિપ્પણી પોસ્ટ કરો