પાકિસ્તાનમાં પહાડોથી ઘેરાયેલ છે આ જનજાતિ, જેના વિશે જાણીને દુનિયા પણ નવાઈ પામી.
પાકિસ્તાનમાં કેટલાક એવા રહસ્યો છે જે હજી પણ વણઉકેલ્યા છે. પડોશી દેશ પાકિસ્તાનમાં દશકોથી એક રહસ્યમયી જનજાતિ નિવાસ કરી રહી છે. હિંદુ કુશ પહાડોથી ઘેરાયેલ આ સ્થાન પર કલાશ નામનો સમુદાય રહે છે. આ સમુદાયના લોકોનું માનવું છે કે, પહાડોથી ઘેરાયેલ હોવાના કારણે એમની સંસ્કૃતિ સુરક્ષિત છે. એવું માનવામાં આવે છે કે, પાકિસ્તાનમાં પહાડોની વચ્ચે રહેનાર કલાશ જનજાતિની પરંપરાઓ હિંદુઓની પ્રાચીન માન્યતાઓની સાથે મળતી આવે છે. પરંતુ એમની શરૂઆત ક્યારે થઈ તેના પર અત્યાર સુધી આ રહસ્ય જળવાઈ રહ્યું છે.

અફઘાનિસ્તાન દેશની સરહદને અડીને આવેલ પાકિસ્તાની વિસ્તારમાં રહેતી કલાશ જનજાતિને ત્યાની સૌથી ઓછી વસ્તી ધરાવતી અલ્પસંખ્યકોમાં ગણતરી થાય છે. હિંદુકુશ પર્વતોની વચ્ચે રહેનાર આ સમુદાયના લોકો બહારની દુનિયાથી એકદમ અલગ અલગ રહે છે. અહિયાં રહેતા લોકો પર્વતોને ખુબ જ માન્યતા આપે છે. અહીયાના પર્વતોની ઐતિહાસિક માન્યતા પણ છે. આ જ વિસ્તારમાં સિકંદરની જીત થઈ હતી ત્યાર બાદ એને કૌકાસોશ ઇન્દીકૌશના નામથી જાણવામાં આવે છે. યુનાની ભાષામાં એનો અર્થ થાય છે, હિન્દુસ્તાની પર્વત. એના કારણે પણ કલાશ સમુદાયને સિકંદર મહાનના વંશજ પણ માનવામાં આવે છે.
મહિલા અને પુરુષ એકસાથે પીવે છે દારૂ.

વર્ષ ૨૦૧૮માં પાકિસ્તાનમાં જનગણના દરમિયાન કલાશ સમુદાયને અલગ જનજાતિમાં સ્થાન આપવામાં આવ્યું. આ જનગણના મુજબ આ સમુદાયમાં ૩૮૦૦ લોકો છે. આ લોકો માટી, લાકડી અને કીચડથી બનેલ નાના નાના ઘરોમાં રહે છે. અહિયાં કોઈપણ તહેવાર દરમિયાન આ સમુદાયની મહિલા અને પુરુષ એકસાથે બેસીને દારૂનું સેવન કરે છે. આ અવસર પર લોકો વાંસળી અને ડ્રમ વગાડે છે અને નાચે છે અને ગાય છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની બહુસંખ્યક વસ્તીના ભયથી આ અવસરો પણ પણ સાથે પારંપરિક અસ્ત્ર- શસ્ત્ર અને અત્યાધુનિક બંદુકો પણ રાખે છે.
મહિલાઓ પર હોય છે ઘર ચલાવવાની જવાબદારી.

કલાશ જનજાતિમાં ઘર ચલાવવાની જવાબદારી મહિલાઓની હોય છે. અહિયાં કમાવવાનું કામ મહિલાઓ કરે છે. ઘેટા- બકરાઓને ચરાવવાનું કામ મહિલાઓ જ કરે છે. અહિયાં મહિલાઓ ઘરે રહીને જ પર્સ અને રંગીન માળાઓ બનાવે છે. એમના દ્વારા બનાવવામાં આવેલ સામાનને પુરુષ વેચે છે. અહીયાની મહિલાઓ શ્રુંગાર કરવાની શોખીન હોય છે. મહિલાઓ માથા પર એક ખાસ ટોપી અને ગળામાં પથ્થરોથી બનેલ માળા પહેરે છે.
મહિલાઓની પાસે છે આઝાદી.

અહિયાં વર્ષ દરમિયાન ત્રણ તહેવાર મનાવવામાં આવે છે. આ અવસરો પર છોકરા અને છોકરીઓ એકબીજા સાથે મુલાકાત કરે છે. આ દરમિયાન જ ઘણા બધા લોકો એકબીજા સાથે લગ્ન કરી લે છે. જો અહિયાં મહિલાને કોઈ અન્ય પુરુષ પસંદ આવી જાય છે તો તે એમની સાથે રહી શકે છે. મહિલાઓ અને છોકરીઓને પોતાના મનપસંદ સાથે પસંદ કરવાની પૂરી આઝાદી છે. તો ત્યાં જ પાકિસ્તાનના અન્ય વિસ્તારોમાં મહિલાઓને આઝાદી છે નહી. એક રીપોર્ટ મુજબ, કલાશ જનજાતિની છોકરી તહેવાર દરમિયાન પોતાના મનપસંદ છોકરાની સાથે ચાલી જાય છે અને અઠવાડિયું કે પછી મહિના પછી પાછી ફરે છે, તો માની લેવામાં આવે છે કે, છોકરી તે છોકરા સાથે લગ્ન કરવા માટે રાજી છે અને ત્યારે બંનેના લગ્ન થાય છે.
મહિલાઓ પર હજી પણ કેટલીક પાબંદી પણ છે.

પીરીયડ્સ દરમિયાન આ સમુદાયની મહિલાઓને ઘરમાં રહેવાની પરવાનગી નથી. આ દરમિયાન મહિલાઓને કોમ્યુનીટી હોમમાં રહેવું પડે છે. અહિયાં કોમ્યુનીટી હોમ સારા છે જેમાં તમામ સુવિધાઓ હોય છે. પાંચ દિવસ પછી મહિલાઓ ત્યાં સ્નાન કરીને ઘરે પરત આવે છે. એવી માન્યતા છે કે, પીરીયડ્સ દરમિયાન ઘરમાં રહેવા કે પછી પરીવારના સભ્યોને સ્પર્શ કરવાથી ભગવાન નારાજ થઈ જશે. એના કારણે પુર આવી શકે છે કે પછી દુકાળ પડી શકે છે.
0 Response to "પાકિસ્તાનમાં પહાડોથી ઘેરાયેલ છે આ જનજાતિ, જેના વિશે જાણીને દુનિયા પણ નવાઈ પામી."
ટિપ્પણી પોસ્ટ કરો