15.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૫-૦૭-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- અષાઢમાસ,કૃષ્ણ પક્ષ
તિથિ :- દશમ ૨૨:૧૯
વાર :- બુધવાર
નક્ષત્ર :- ભરણી ૧૬:૪૨
યોગ :- શૂલ
કરણ :- વાણિજ્ય, ૦૯:૨૪ સુધી, વિષ્ટિ ભદ્ર ૨૨:૧૯ સુધી
સૂર્યોદય :-૦૬:૦૬
સૂર્યાસ્ત :-૧૯:૨૨
ચંદ્ર રાશિ :- મેષ ૨૩:૧૭ સુધી, વૃષભ ૨૩:૧૭ થી ચાલુ.
મેષ રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે ચોક્કસ નીતિ ન હોય.ચિંતા રહે.
સ્ત્રીવર્ગ:-કામકાજ કરતા ધ્યાન રાખવું પડવા વાગવાની સંભાવના.
લગ્ન ઈચ્છુક :-ગોચર ગ્રહો સાથે જન્મ ના યોગો ના સહયોગથી વાત બનતી લાગે.
પ્રેમીજનો:- કાયદા ના સહયોગથી જીવનસાથી બનવાનો સંકલ્પ લઈ શકો છો.
નોકરિયાત વર્ગ:- નોકરીના કામ અંગે મુસાફરી થઇ શકે છે.
વેપારીવર્ગ:- વેપારના કામનો નો પ્રવાસ સફળ બની શકે છે.
પારિવારિક વાતાવરણ:- ભાઈ બહેન સાથે મત-મતાંતર યુક્ત વાતાવરણ રહે. ચિંતાનો માહોલ જણાય.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૨
વૃષભ રાશી
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે ગૂંચવણ ઊભી થાય. સંભાળવું.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં કોઈ ખોટી દખલ ન કરે તે ધ્યાન રાખવું.
લગ્ન ઈચ્છુક :-વિવાહ અંગેની વાતચીતમાં મિત્ર થકી દાખલ થઈ શકે છે.
પ્રેમીજનો:- હરવા ફરવાનું આયોજન કરી શકો.
નોકરિયાત વર્ગ:-કામના સ્થળે હિતશત્રુઓ નુકસાન કરી શકે.
વ્યાપારી વર્ગ:- આર્થિક આયોજન અંગે વિચારવું. મન થી ગભરાટ રહે.
પારિવારિક વાતાવરણ:- પાણી પહેલાં પાળ બાંધવી.દરેક બાજુનો વિચાર કરી કામકાજ કરવાથી તકલીફ ઓછી પડે.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૫
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગે તૈયારી કરવી. હાલની સ્થિતિ ચિંતાયુક્ત હોઇ. સાવચેત રહેવું.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં મકાન સંપત્તિ અંગે વિવાદ ચાલે.
લગ્ન ઈચ્છુક:-વાતચીતમાં રુકાવટ હોય તેવું લાગે.
પ્રેમીજનો:- હરો ફરો મોજથી રહો.સમાજ દરેક નોંધ લેશે તે જાણજો.
નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે ની શોધ પૂરી થતી જણાય.
વેપારીવર્ગ:- વેપાર સારો રહે. નવા આયોજનની વિચારણા ચાલે.
પારિવારિક વાતાવરણ:- નવી મિલકતની વિચારણા થાય. તબિયત સંભાળવી.
શુભ રંગ:- ભૂરો
શુભ અંક:- ૭
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- પરીક્ષા અંગે સતત ફરતા નિર્ણયો ચિંતા રખાવે.
સ્ત્રીવર્ગ:- પારકી પંચાત કરતા પોતાના આંગણમાં સુધાર કરવો હિતાવહ રહે.
લગ્ન ઈચ્છુક:- વાતચીતમાં ઉંમરનો બાદ આવી શકે.
પ્રેમીજનો:- થોડી હોશિયારી થી કામ લેવું કોઈની જાળમાં ફસાતા નહીં.
નોકરિયાત વર્ગ:- નવા કામના સ્થળે સહ કર્મચારી નો સાથ મળે.
વેપારી વર્ગ:- વ્યાપારી કામકાજ થાય. સટ્ટાકીય કામમાં સંભાળવું.
પારિવારિક વાતાવરણ:- પોતાના કામમાં ધ્યાન આપવુું. અન્ય માં દખલ કરવી નહી.
શુભ રંગ:-ક્રીમ
શુભ અંક:-૮
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે મન ભટકતું રહે. સંભાળવુ.સ્વસ્થતા કેળવવી.
સ્ત્રીવર્ગ:- ગૃહ જીવન સાથે અલગ આવક માટે વિચારણા ચાલતી રહે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે દૂર દેશાવરમાં વાત ચલાવવી પડે. તેવા સંજોગો જણાય.
પ્રેમીજનો :-અતિ સ્વમાન સંબંધોમાં ટકરાવ લાવે.
નોકરિયાત વર્ગ :- નોકરી સારી મળી રહે ઉતાવળ ન કરવી.
વેપારીવર્ગ :- વાહન ચલાવતા સંભાળવું.
શુભ રંગ :-કેસરી
શુભ અંક :-૯
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના આયોજન વ્યવસ્થિત કરવા.મન થી મજબૂત રહેવું.
સ્ત્રીવર્ગ:- અકળામણ ભર્યો દિવસ પસાર થાય.
લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતચીતના પ્રયત્નો વધારવા.
પ્રેમીજનો:- વિશ્વાસથી પ્રયત્નો ફળે.
નોકરિયાત વર્ગ:-સહ કર્મચારી નો વિશ્વાસ જીતવો.
વેપારીવર્ગ:- ભાગ્ય યોગે વેપારમાં સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:- વડીલની તબિયત નો ખ્યાલ રાખવો.
શુભ રંગ:-પીળો
શુભ અંક:-૩
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના આયોજન વિખરાતા લાગે.
સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં મન મુટાવ રહી શકે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે પ્રયત્નો વધારવા જરૂરી.
પ્રેમીજનો:-મર્યાદા કરતાં વધારે અપેક્ષા અંતરાય વધારે.
નોકરિયાત વર્ગ:- ઉપરી નું દબાણ વધે. તણાવ રહે.
વ્યાપારી વર્ગ:- ગણતરી ના કામો થાય નહીં.
પારિવારિક વાતાવરણ:- બધાનું ધ્યાન રાખવું. લાભદાયક રહે.
શુભ રંગ:- ભુરો
શુભ અંક:- ૪
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગેની પરીક્ષાઓની અટકળોથી મન ન લાગે.
સ્ત્રીવર્ગ:- વાતાવરણ સામાન્ય. બોલચાલમાં ધ્યાન રાખવું.
લગ્ન ઈચ્છુક:- વિવાહ માટેના પ્રયત્નો વધારવા.
પ્રેમીજનો:- મિલન-મુલાકાતમાં, વાતચીતમાં આત્મવિશ્વાસ કામ ન કરે.
નોકરિયાત વર્ગ:- જરૂરત પ્રમાણે કામકાજ ન થાય.
વેપારીવર્ગ:- વેપારમાં કમી.આર્થિક સંકડામણ રહે.
પારિવારિક વાતાવરણ:- સંતાનની ચિંતા રહે.
શુભ રંગ :- સફેદ
શુભ અંક:- ૩
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસ અંગે ની ફરતી નીતિથી અકળામણ રહે.
સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં મતમતાંતર થી સંભાળવું.
લગ્ન ઈચ્છુક:- લગ્ન અંગેની વાત આગળ વધે.
પ્રેમીજનો :-હરો ફરો,મુલાકાત થાય.શાંતિ ન રહે.
નોકરિયાતવર્ગ :- કામ કાજમાં ધ્યાન આપવું. માનહાનિ થઈ શકે છે.
વેપારીવર્ગ:- ધંધાના કામકાજમાં અટકાવો આવી શકે છે.
પારિવારિક વાતાવરણ:- વિરોધાભાસી વાતાવરણ રહે.
શુભ રંગ:- પોપટી
શુભ અંક:- ૧
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગેની બેપરવાહી થી ભવિષ્યમાં નુકસાન થઈ શકે.
સ્ત્રીવર્ગ:- ભાઈભાંડુ તરફથી ચિંતા ના સમાચાર મળી શકે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે ની વાતચીત ના પ્રયત્નો વધારવા પડે.
પ્રેમીજનો:- આપના ધીમી ગતિના પ્રયત્નો સફળ થવાની સંભાવના.
નોકરિયાત વર્ગ:- નોકરી અંગેના પ્રયત્નો સફળ થાય.
વેપારીવર્ગ:- વ્યાપાર કામ સારી રીતે થઈ શકે.
પારિવારિક વાતાવરણ:-સામાજિક કામમાં સંભાળવું. માનહાનિ થી સંભાળવું.
શુભ રંગ :-લીલો
શુભ અંક:-૩
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા રહે.
સ્ત્રીવર્ગ:- જરૂરી કામ માટે પ્રવાસ થઈ શકે.
લગ્ન ઈચ્છુક:- અક્કડ વલણ રાખવું નહીં.
પ્રેમીજનો:- પ્રેમના મામલે સત્તાવાહી સ્વભાવ ન ચાલે.
નોકરિયાત વર્ગ:- આવક બીજા રસ્તાઓ શોધવા પડે.
વેપારીવર્ગ:- ચતુરાઈપૂર્વક વેપાર વધારવો.
પારિવારિક વાતાવરણ:- સારા પ્રસંગનું આયોજન થઇ શકે.
શુભ રંગ:-કેસરી
શુભ અંક:- ૨
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું.
સ્ત્રીવર્ગ:- પોતાની સુજબુજ ઘર પરિવાર માટે સહાયક બને.
લગ્ન ઈચ્છુક:- તમારી અપેક્ષા મુજબ પાત્રો ન મળે. ધીરજથી આગળ વધવું.
પ્રેમીજનો:- એકબીજાની લાગણીઓ નું ધ્યાન રાખવું .
નોકરિયાત વર્ગ:- આપની મૂંઝવણનો ઉકેલ મળે.
વેપારી વર્ગ:- જૂની ઉઘરાણી મળતા રાહત જણાય.
પારિવારિક વાતાવરણ:- પોતાની ધારણા મુજબ કામકાજ થતા ઉત્સાહ વધે.
શુભ રંગ :-લાલ
શુભ અંક:- ૮
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "15.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો