2001ની જેમ રાજકોટમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, લોકો દોડી આવ્યા ઘરની બહાર
થોડા દિવસ પહેલા સાંજના સમયે આવેલા ભૂકંપ બાદ આજે સવારના સમયે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. ભૂકંપનો અનુભવ ગોંડલ, રાજકોટ, જસદણ, ચોટીલા, જૂનાગઢ , અમરેલી સહિતના શહેરોમાં અનુભવાયો હતો.

રાજકોટમાં સવારનાં 7.38 મિનિટની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અનાચક ધરા ધ્રુજી ઉઠતાં લોકોમાં ફફળાટ ફેલાયો હતો. આજે સવારે નોંધાયેલા ભૂકંપની તીવ્રતા 4.8ની નોંઘાઈ હતી. જ્યારે તેનું કેન્દ્રબિંદૂ રાજકોટથી 22 કિલોમીટર દૂર નોંધાયું હતું. જો કે આ ભૂકંપના આંચકાથી રાજકોટ સબિત અન્ય કોઈ જગ્યા પર નુકસાની થઈ ન હતી.

સૌરાષ્ટ્ર પંથકને ધ્રુજાવી દેનાર ભૂકંપથી સવારના સમયે લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. કેટલાક લોકોને આ ભૂકંપના આંચકાએ 26મી જાન્યુઆરીના ભૂકંપની યાદ અપાવી દીધી હતી. તે દિવસે પણ ગોજારો ભૂકંપ સવારના સમયે આવ્યો હતો. ગ્રામ્યપંથકમાં પણ ભૂકંપ આવતાં લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. સવારના સમયે લોકો પોતાની દિનચર્યાની શરુઆત કરતાં હોય તે જ સમય ધરા ધ્રુજી ઉઠતા લોકોના દિવસની શરુઆત નાશભાગ સાથે થઈ હતી. જો કે સદનશીબે હજુ સુધી

ક્યાંયથી પણ જાન-માલની નુકસાની સામે આવી નથી.
સૌરાષ્ટ્રમાં આવેલા જોરદાર ભૂકંપ બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ તાબડતોપ એક્શન લીધા છે. આજે સવારના સમયે જ તેમણે સૌરાષ્ટ્રમાં અનુભવાયેલા 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકાની વિગતો મેળવવા માટે રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરનાં જિલ્લા કલેકટર્સ સાથે ફોન પર વાતચીત કરી હતી.

મુખ્યમંત્રીએ ખાસ સુચના આપી હતી કે તમામ વહિવટી તંત્ર જિલ્લાના છેવાડાના ગામો સુધી તપાસ કરે અને આ ભૂકંપના આંચકાઓને કારણે જો કોઈને નુકસાન થયું હોય તો તેની વિગતો મેળવીને સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

આજે સવારે નોંધાયેલા ભૂકંપનું કેન્દ્ર બિંદૂ રાજકોટ શહેરથી 22 કિમી દૂર અને રાજકોટથી દક્ષિણ પશ્ચિમમાં હોવાથી આ આંચકો તીવ્ર રીતે અનુભવાયો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા થોડા દિવસ અગાઉ પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાને ધ્રુજાવી દેનાર ભૂકંપ અનુભવાયો હતો. તે સમયે એક પછી એક એમ બે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ત્યારે થોડા જ દિવસ પછી ફરી ભૂકંપ આવતાં લોકોમાં પણ ભય છવાયો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "2001ની જેમ રાજકોટમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, લોકો દોડી આવ્યા ઘરની બહાર"
ટિપ્પણી પોસ્ટ કરો