હાલમાં અમેરિકામાં પરીક્ષણ કરાયેલ પ્રથમ કોરોના રસીમાં વૈજ્ઞાનિકોને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો છે. હવે આના પછી આ રસીનું મહત્વપૂર્ણ અજમાયશ થવાની છે.
અમેરિકાના ડો. એન્થોની ફૌચીએ જણાવ્યું હતું કે આ એક સારા ચમાચાર છે. અમને રોગપ્રતિકારક શક્તિમાં વધારો જોવા મળ્યો છે.
હાલમાં આ માહિતી ન્યૂયોર્ક ટાઇમ્સે પર પ્રકાશિત કરવામાં આવી છે. અને માહિતી આપવામાં આવી હતી કે ક્લિનિકલ ટ્રાયલ્સ ગોવરમેન્ટ વેબસાઈટ પર માહિતી મુકવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ રસી રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓ અને મોડર્ના ઇન્ક. ના ફોચીના સાથીદારોએ બનાવી છે.
આ રસીનો એક અગત્યનો તબક્કો 27 જુલાઈને શરૂ થવા જઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, ત્રીસ હજાર લોકો પર તેનું પરીક્ષણ કરવામાં આવશે. અને જાણવાનું છે કે આ રસી કેટલા ટકા માનવ શરીરને બચાવી શકે છે.
હાલમાં મંગળવારે સંશોધનકારોએ 45 લોકો પર તેના પરિણામો જાહેર કર્યા. આ લોકોના શરીરમાં એન્ટિબોડીઝ વિકસિત થઈ છે. જે કોરોના ના ચેપને રોકવા માટે આ એન્ટિબોડીઝ મહત્વપૂર્ણ સાબિત થાય છે.
આ સંશોધન ટીમે જણાવ્યું હતું કે રસી લેતા લોકોના લોહીમાં એટલા જ એન્ટિબોડીઝ ધરાવે છે. જેટલા કોરોના થી સ્વસ્થ થયેલા દર્દીઓના શરીરમાં જોવા મળે છે.
આ સંશોધન ના હેડ ડો.લિસા જેક્સન જણાવ્યું હતું કે આ પરીક્ષણમાં આગળ વધવું અને રસી કોરોના ચેપને રોકી શકે છે કે કેમ તે શોધવા તે એક આવશ્યક બિલ્ડિંગ બ્લોક છે.
હજી એનું છેલ્લું પરીક્ષણ થશે પછી ખબર પડશે. પણ સરકારને ઉમીદ છે કે આનું પરિણામ સારું આવશે. આ રસી ની કોઈ પણ આડઅસર નથી. પરંતુ અમુક લોકોએ ફલૂ જેવી પ્રતિક્રિયા નોંધાવી છે. આ અન્ય રસીઓ સાથે અસામાન્ય નથી.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ ટ્રાયલના અંતિમ રાઉન્ડમાં વૃદ્ધો પણ શમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત ગંભીર રોગોથી પીડિત લોકોની પણ તપાસ કરવામાં આવશે. કોરોનની સૌથી વધુ અસર એ લોકો પર પડી હતી જે લોકો પહેલા અન્ય રોગોથી પીડિત હતા.
મળતી માહિતી મુજબ, ચીન અને બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીની રસી હાલના સમયમાં ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. 30 હજાર લોકો પર નું પરીક્ષણ અત્યાર સુધીનું સૌથી મોટું પરીક્ષણ છે.
ડો.ફૌચિ જણાવ્યા અનુસાર લોકો પોતાના નામ નોંધાવી શકે છે. હાલમાં લોકોનો સને ડોક્ટરોને જીત ની ઉમીદ રહેલી છે. અને તેઓ ઉત્સાહિત પણ છે.
તમને જણાવ્યું હતું કે કોઈ એક દેશ માટે નહીં પુરા વિશ્વ ને રસીની જરૂરિયાત છે. વિશ્વ ની ઉચ્ચ સંશોધન ટીમ પોતાના દેશ માં હાલમાં કોરોનની રસીનું સંશોધન કરી છે.
0 Response to "આ દેશને કોરોના રસી પર મળી મોટી સફળતા, 27 જુલાઇએ 30 હજાર લોકો પર પરીક્ષણ કરશે"
ટિપ્પણી પોસ્ટ કરો