વિકેન્ડમાં કાંકરિયા ફરવા જવાનો પ્લાન હોય તો નવો નિયમ જાણી લેજો, નહીં તો નહીં મળે એન્ટ્રી
કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર વેક્સિનેશન પર વધુ ધ્યાન આપી રહી છે, જેથી આવનારી આફત સામે લોકોને બચાવી શકાય. આ અંગે અમદવાદ મ્યૂનિસિપલ કોર્પેરેશન પણ જાહેર સ્થળોએ જવા પર નિયમો કડક કર્યા છે અને વેક્સિનેશન સર્ટિફિકેટ વિના એન્ટ્રી નહીં મળે તેવી જાહેરાત કરી છે. નોંધનિય છે કે તહેવારોની સિઝનમાં મોટા ભાગના લોકો જાહેર સ્થળો પર એકઠા થતા હોય છે જેને લઈને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાતું નથી જેને કારણે કોરોનાનો ખતરો વધી જાય છે.
આ કારણે જ અમદાવાદમાં હવે દરેક જાહેર સ્થળોએ પ્રવેશ માટે વેક્સિનને ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ અમદાવાદના જાણીતા કાંકરિયામાં પણ પ્રવેશ માટે લોકોએ વેક્સિન લેવી ફરજિયાત કરવામાં આવી છે. જો વેક્સિન લીધેલી નહીં હોય તો પ્રવેશ નહીં મળે. જેને લઈને અનેક વેક્સિન વગરના મુલાકાતીઓને કાંકરિયામાંથી પરત ફરવાની ફરજ પડી છે. નોંધનિય છે કે, ફરજિયાત વેક્સિનના કારણે અત્યારસુધીમાં આશરે 3 હજાર મુલાકાતીઓને પરત મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત આ નિયમથી કાંકરિયાની આવકમાં પણ 30 ટકા જેટલો ઘટાડો થયો હોવાની વાત સામે આવી છે.

તમને જણાવી દઈએ કે, કાંકરિયામાં વહેલી સવારે મોર્નિગ વોક માટે પણ મોટી સંખ્યામાં લોકો આવે છે ત્યારે વેક્સિન વગરના અનેક મોર્નિગ વોકરોને પણ તંત્ર દ્વારા પરત મોકલવામાં આવી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેરને ટાળવા માટે મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર નવા નવા પગલા લઈ રહી છે. જો કે આ દરમિયાન નવરાત્રીના ગરબામાં કર્ફ્યુની સમય મર્યાદા વધારી દેવામાં આવી છે જો કે રાજ્યમાં માત્ર શેરી ગરબાને જ મંજૂરી આપવામાં આવી છે આ ઉપરાંત તેમા પણ વેક્સિન ફરજીયાત કરાય છે.

નોંધનિય છે કે અમદાવાદ શહેરમાં AMTS-BRTSમાં વેક્સીન લીધા વગરના મુસાફરોને બસમાં ચઢવા જ નથી દેવાતા. આ ઉપરાંત હવે હોટેલ-રેસ્ટોરંટ્સ, મલ્ટીપ્લેકસ થીયેટર સાથે કાંકરીયામાં પણ ‘રસીનું સર્ટિફિકેટ ફરજિયાત બનાવાયું છે. જ્યારે અમદાવાદના ટુર ઓપરેટર્સએ પણ વેકસીનેશનના બે ડોઝ લીધા હોય તેવા જ મુસાફરોના બુકિંગ લેવાનો નિર્ણય કર્યો છે. તો બીજી તરફ મુસાફરો પણ આ નિર્ણય સેફટી માટે લેવાયો હોવાનું જણાવી નિર્ણયને આવકારી રહ્યા છે. જો કે રાજ્યમાં કોરોનાના કેસ હાલ ઘટ્યા છે છતાં ત્રીજી લહેરની આશંકા સેવાઈ રહી છે.

નોંધનિય છે કે, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય મુજબ અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત તમામ જગ્યાએ રસીનું સર્ટિફિકેટ ફરજિયાત કરી દેવાયું છે 20 સપ્ટેમ્બરથી આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે જેમા AMTS-BRTS, કાંકરિયા લેક્ફ્રન્ટ, કાંકરિયા ઝુમાં પ્રવેશ પહેલા વેકસીનેશન સર્ટિફિકેટ તપાસવામાં આવશે. આ ઉપરાંત રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, સ્વિમિંગ પુલ, જીમખાનામાં જે પણ AMC હસ્તક હશે ત્યાં સર્ટિફિકેટ ફરજિયાત ચકાસવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ સીટી સિવિલ સેન્ટર સહિતના બિલ્ડીંગમાં સર્ટી તપાસવામાં આવી રહ્યા છે.
0 Response to "વિકેન્ડમાં કાંકરિયા ફરવા જવાનો પ્લાન હોય તો નવો નિયમ જાણી લેજો, નહીં તો નહીં મળે એન્ટ્રી"
ટિપ્પણી પોસ્ટ કરો