જાણો એવું તો શું કારણ છે કે, રાજસ્થાનના આ વિદ્યાર્થીને ઓનલાઇન શિક્ષણ મેળવવા દરરોજ ચઢવુ પડે છે પહાડ પર…
કોરોના વાયરસની મહામારીએ આખા દેશને પ્રભાવિત કરી નાખ્યો છે. આ મહામારીથી બચવા માટે લોકોને ઘરની બહાર ન નીકળવા માટેની સલાહ આપવામાં આવે છે.
આવી પરિસ્તિથીમાં લોકો પોતાના ઘણા ખરા કામો પણ ઘરબેઠા જ પતાવી રહ્યા છે. ઘણા લોકો ઓનલાઇન અર્નિંગ પણ શીખી ગયા છે તો ઘણા લોકોએ પોતાની આવડત અને કૈશલ્યને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર વીડિયોના માધ્યમથી પ્રદર્શિત કર્યું છે અને તેના વડે પૈસા કમાવવાની શરૂઆત કરી રહ્યા છે.
બીજી બાજુ વિદ્યાર્થીઓની સ્કૂલો પણ બંધ હોવાથી તેઓ પણ ઓનલાઇન શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે રાજસ્થાનનો એક વિદ્યાર્થી રોજ પહાડ પર ચઢીને ઓનલાઇન ક્લાસ જોઈન કરી રહ્યો છે અને તેનું કારણ એ છે કે તેના ગામમાં મોબાઈલ નેટવર્ક નથી આવતું એટલે મોબાઈલમાં નેટવર્ક પકડાય તે માટે તેને પહાડ પર ચઢવું ફરજીયાત થઇ ગયું છે.
આ વિદ્યાર્થીનું નામ હરીશ છે અને તે રાજસ્થાનના બાડમેર જિલ્લાના એક ગામમાં રહે છે. તેનું ગામ જિલ્લા મથકથી 20 કિલોમીટરના અંતરે આવેલું છે. કોવીડ – 19 મહામારીને કારણે હરીશની શાળા પણ ઓનલાઇન ક્લાસ ચલાવી રહી છે પરંતુ હરીશના ગામમાં કોઈપણ મોબાઈલમાં નેટવર્ક નથી આવતું. જેના કારણે હરીશ દરરોજ 2 કિલોમીટર દૂર આવેલા પહાડો પર ચઢીને સવારે 8 વાગ્યાથી બપોરના 11 વાગ્યા સુધી 40 થી 45 ડિગ્રી ગરમી સહન કરીને ઓનલાઇન શિક્ષણ મેળવે છે.
Ayoung boy called Harish from Barmer in Rajasthan climbs a mountain every day in order to get internet access so that he can attend online classes. He climbs at 8 am and returns home at 2pm after the class ends. Admire his dedication and would want to help him. pic.twitter.com/iZ8WlBBgSP
— Virender Sehwag (@virendersehwag) July 24, 2020
આટલી મુશ્કેલીઓ વેઠવા છતાં પણ હરિશનું મનોબળ ઘણું મજબૂત દેખાય છે. ભણવા પ્રત્યે હરીશની લગન અને મહેનત જોઈને પ્રખ્યાત ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ પણ તેની મદદ માટે આગળ આવ્યા છે. તેની જાણકારી વીરેન્દ્ર સેહવાગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપી..
નોંધનીય છે કે હરીશ બાડમેર જિલ્લાના પચપદરામાં આવેલા નવોદય વિદ્યાલયમાં સાતમા ધોરણનો વિદ્યાર્થી છે. કોરોના મહામારીને લઈને હાલ ઓનલાઇન શિક્ષણ આપવાનું કામ ચાલુ છે ત્યારે હરીશે ગામમાં મોબાઈલ નેટવર્ક ના આવતું હોવાથી પોતે ઓનલાઇન ક્લાસ ભરવા માટે દરરોજ બે કિલોમીટર દૂર આવેલા પહાડ પર ચઢવાનો નિર્ણય કર્યો અને ત્યાં નેટવર્ક મળતું હોવાથી ત્યાં બેસીને જ અભ્યાસ કરવાનું શરુ કર્યું.
હરીશના પિતા વિરમદેવ કહે છે કે આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્કની સમસ્યાઓ છે જેના કારણે બાળકોના અભ્યાસ પણ પ્રભાવિત થાય છે. સરકારે આ વિસ્તારોમાં નેટવર્કની સમસ્યા નિવારવી જોઈએ જેથી અહીંના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "જાણો એવું તો શું કારણ છે કે, રાજસ્થાનના આ વિદ્યાર્થીને ઓનલાઇન શિક્ષણ મેળવવા દરરોજ ચઢવુ પડે છે પહાડ પર…"
ટિપ્પણી પોસ્ટ કરો