પહેલાના સમયના મચ્છરોની આ વાત જાણીને તમને પણ લાગશે નવાઇ…
મચ્છર એક નુકશાનકારક જીવ છે જે માણસોનું અને અન્ય જીવોનું લોહી ચૂસી પોતાનું જીવન જીવે છે. એવું માનવામાં આવે છે કે માત્ર માદા મચ્છર જ લોહી ચૂસે છે નર મચ્છર નહિ. તમે જોયું હશે કે મચ્છર તમારા શરીર પર બેસીને લોહી ચૂસે છે અને બાદમાં ત્યાંથી ઉડીને ભાગી જાય છે. પરંતુ શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે મચ્છર માણસનું લોહી શા માટે પીવે છે ? અને તેને આ આદત કઈ રીતે પડી ? પહેલાના સમયમાં આ સવાલનો જવાબ નહોતો મળ્યો પણ હવે વૈજ્ઞાનિકોએ આ સવાલનો જવાબ શોધી લીધો છે અને તે ઘણો આશ્ચર્યજનક પણ છે. તમને જાણીને નવાઈ લાગશે કે પહેલાના સમયમાં મચ્છરો માણસનું લોહી નહોતા પીતા પણ આ આદત તેને બાદમાં પડી અને અત્યારસુધી ચાલી આવે છે.

સૌથી પહેલા એ સ્પષ્ટ કરી દઈએ કે વિશ્વભરમાં મચ્છરોની અનેકે પ્રજાતિઓ છે. તેમાંથી એક છે આફ્રિકાના એડીસ ઇજિપ્ટી મચ્છર. વળી, આ મચ્છરની પણ અનેક પ્રજાતિઓ છે તેના કારણે જ ઝીકા નામનો વાયરસ દુનિયાભરમાં ફેલાયો હતો અને આ મચ્છરના કારણે જ ડેન્ગ્યુ અને કમળાનો પીળો તાવ આવે છે.

ન્યુજર્સીની પ્રિંસટન યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ આ મચ્છરો પર સંશોધન કર્યું અને એ નિર્ણય પર પહોંચ્યા કે મચ્છરની તમામ પ્રજાતિઓ લોહી નથી પીતી પરંતુ તેઓ પૈકી અમુક તો પોતાનું જીવન જીવવા અન્ય ખાવા પીવાની વસ્તુ પર નિર્ભર રહે છે. આ રિપોર્ટ ન્યુ સાયન્ટિસ્ટ મેગેઝીનમાં પણ છપાઈ હતી.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ પ્રિંસટન યુનિવર્સીટીના રિસર્ચર નોઆહ રોજ કહે છે કે અત્યાર સુધી કોઈએ મચ્છરોના ખાન-પાન અંગેનું સંશોધન નહોતું કર્યું પરંતુ અમે તે કર્યું. અમે સૌથી પહેલા આફ્રિકાના અમુક વિસ્તારોમાંથી એડીસ ઇજિપ્ટી મચ્છરના ઈંડા લીધા અને તેમાંથી મચ્છરો નીકળે ત્યાં સુધી રાહ જોઈ. ત્યારબાદ અમે એ મચ્છરોને પ્રયોગશાળામાં બંધ ડબ્બાઓમાં માણસો અને અન્ય જીવ જંતુઓ પર છુટ્ટા મૂકી દીધા જેથી એ જાણી શકાય કે તેની લોહી પીવાની પદ્ધતિ કઈ રીતે કામ કરે છે. આ દરમિયાન અમને એ જાણવા મળ્યું કે એડીસ ઇજિપ્ટી મચ્છરોની અલગ અલગ પ્રજાતિઓનું ખાન-પાન પણ અલગ અલગ હતું.

નોઆહ રોજના કહેવા મુજબ આ શોધથી એ સાબિત થાય છે કે દરેક મચ્છર લોહી નથી પીતા. તેમના કહેવા મુજબ જે જગ્યાએ ગરમી વધુ પડે છે ત્યાં દુષ્કાળ રહે છે અને ત્યાં સામાન્ય રીતે પાણીની પણ અછત રહે છે. આ વાતાવરણમાં મચ્છરોને અસ્તિત્વ ટકાવી રાખવા અને વસ્તી વધારવા માટે ભેજની જરૂર રહે છે. આ જરૂર પુરી કરવા માટે તેઓ માણસો અથવા અન્ય જીવજંતુઓનું લોહી પીવે છે.

ન્યુ સાયન્ટિસ્ટમાં છપાયેલી આ રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મચ્છરોમાં લોહી પીવાની શરૂઆત થતા હજારો વર્ષ લાગ્યા હતા. જ્યાં પાણી જમા થાય છે ત્યાં મચ્છરોને અસ્તિત્વ ટકાવી રાખવા અને વસ્તી વધારવા માટે ભેજની જરૂર નથી રહેતી પરંતુ જ્યાં તેને પાણીની અછત લાગવા લાગે છે ત્યાં તેઓ માણસો અને અન્ય જીવ જંતુઓનું લોહી ચુસવાનું શરુ કરી દે છે. એનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે મચ્છર પાણીની જરૂરિયાત પુરી કરવા માટે માણસોનું લોહી પીવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "પહેલાના સમયના મચ્છરોની આ વાત જાણીને તમને પણ લાગશે નવાઇ…"
ટિપ્પણી પોસ્ટ કરો