યુવાનોને એક લાઈનમાં ઊંધા કરીને પોલીસે વરસાવી લાકડી અને પછી…
દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારીને પહોચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સતત બે મહિના સુધી આખા દેશમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ લોકડાઉનને હવે ધીરે ધીરે અનલોક તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અનલોક 2 જયારે લાગુ કરવામાં આવ્યું ત્યારે તેની માર્ગદર્શિકા પ્રમાણે આખા દેશમાં રાતના ૧૦ વાગ્યાથી લઈને સવારના ૫ વાગ્યા સુધી કર્ફ્યું લાગુ કરવામાં આવ્યું છે.

ત્યારે અમદાવાદ શહેરના પોલીસ કર્મચારીઓએ રાતના સમયે કર્ફ્યું દરમિયાન બહાર નીકળનાર યુવાનોને ખરાબ રીતે માર મારવામાં આવ્યો. યુવાનોને પહેલા રસ્તા પર સુવડાવી દેવામાં આવ્યા ત્યાર પછી પોલીસ કર્મચારીઓ દ્વારા લાકડીની મદદથી મારવામાં આવ્યા. લાકડીથી માર મારતા સમયે પોલીસ કર્મચારીઓને સહેજ પણ દયા આવી નહી. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં આપ જોઈ શકો છો કે, કેવી રીતે લાકડીથી મારવામાં આવી છે.
સંવાદદાતાએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં રાતના ૧૦ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી કર્ફ્યું લાગુ કરવામાં આવ્યું છે. એવા સમયે પોલીસ દ્વારા બધી જ જગ્યાએ પેટ્રોલિંગ કરતા રહે છે. જો કોઈ વ્યક્તિ પોલીસને બહાર ફરતા જોવા મળી જાય છે તો આવી વ્યક્તિને પકડી લેવામાં આવે છે અને પુછપરછ કરવામાં આવે છે. અયોગ્ય કારણ જણાતા તેવી વ્યક્તિઓને માર મારવામાં આવે છે.
અમદાવાદ શહેરના રાયપુર વિસ્તારમાં આવી જ રીતે જયારે ૧૦ યુવાનો બહાર જોવા મળી આવ્યા તો બે પોલીસ કર્મચારીઓ દ્વારા તેમને રોકવામાં આવ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે, યુવાનના જન્મદિનની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા. આ બંને પોલીસ કર્મચારીઓ દ્વારા આ યુવાનોને જેવી રીતે માર મારવામાં આવ્યો છે, તેને લઈને હવે પ્રશ્નો ઉઠવા લાગ્યા છે.
આપ આ વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે, પોલીસ કર્મચારીઓ નિર્દયતાથી લાકડીની મદદથી યુવાનોને માર મારી રહ્યા છે. આ માર મારવા દરમિયાન કેટલાક યુવાનો કેવી રીતે છટપટાઈ રહ્યા છે જે આ વિડીયોમાં આપ જોઈ શકો છો. આ યુવાનોની આવી સ્થિતિ જોઇને પણ પોલીસ કર્મચારીઓને તેમના પર સહેજ પણ દયા નથી આવી રહી.
બે માંથી એક પોલીસ કર્મચારી લાકડીની સાથે સાથે લાતોથી પણ આ યુવાનોને મારતા જોઈ શકાય છે. જો કે, આ વાયરલ થઈ રહેલ વિડીયોને કોઈ દૂરના ધાબા કે પછી છત પરથી રેકોર્ડ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
Source : oneindia
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "યુવાનોને એક લાઈનમાં ઊંધા કરીને પોલીસે વરસાવી લાકડી અને પછી…"
ટિપ્પણી પોસ્ટ કરો