કોરોના સાવધાન: ચોમાસાની ઋતુમાં કોરોના થવાનું સૌથી વધારે છે જોખમ
વરસાદના મોસમમાં કોરોનાથી રહેવું સાવધાન, બની શકે છે ખતરો
ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. વિશ્વભરમાં સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. તેની વેક્સિન બનવામાં હજૂ પણ ઘણા મહિનાઓ અથવા વર્ષો લાગી શકે છે, પરંતુ આથી બચવાના ઉપાય માસ્ક પહેરવું, હાથ ધોવા અને સમાજીક અંતર કેળવવું તે જરૂરી છે. લોકોને સતત માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ માસ્ક પહેરતા દરમિયાન સાવધાની રાખવી જોઇએ. ચોમાસામાં વિભિન્ન પ્રકારના સંક્રમણ થવાનો ખતરો મહદઅંશે વધી જાય છે. થોડું ધ્યાન રાખવાથી તમે અને તમારો પરિવાર સંપૂર્ણ રીતે સુરક્ષિત રહી શકો છો.
image source
વરસાદની ઋતુ હોય છે ખુબ જ સારી, પરંતુ તે ઘણી બીમારીઓને પણ સાથે લઇને આવે છે. આવામાં નાના બાળકો, કિશોરોમાં કોરોના સંક્રમણની સાથે જ નિમોનિયા અને એલર્જીનો ખતરો વધી જાય છે. જો તમે પણ કોરોના સંક્રમણથી બચવાના તમામ નુસખાઓ અપનાવી ચૂક્યા છો, તો પોતાની સાથે જ બાળકોને પણ આ ઋતુની બીમારીઓથી બચવામાં સફળ રહેશો.
image source
તાજું ભોજન
પ્રતિ દિવસ તાજા ભોજનનું જ ગ્રહણ કરવું, ચોમાસામાં પડી રહેલું ખાવાનું ટાળો. શરીરને સ્વસ્થ રાખવા માટે બ્લેક ટી, ગ્રીન ટી અને વિભિન્ન પ્રકારના સૂપનું સેવન અવશ્ય કરો.
વરીયાળીનું સેવન
પ્રતિ દિવસ થોડી માત્રામાં વરીયાળીનું સેવન કરો, તેમા શિકિનમિડ એસિડ હોય છે. જે એંટિવાયરલ તરીકે કામ કરે છે.
image source
ગરમ પાણીમાં લીંબુનો રસ
સવારના સમયે ગરમ પાણીમાં લીંબૂનો રસ નાંખી પીવું સાથે જ ઘરના સભ્યોને પણ લીંબૂ પાણી પીવાનું કહો. આથી સંક્રમણથી બચવામાં મદદ મળે છે.
યોગ્ય પ્રકારનો ખાદ્ય પદાર્થ
વિવિધ ખાદ્ય પદાર્થ બનાવવા માટે સરસોનું તેલ, સીંગ તેલ, સોયાબીનનું તેલનો ઉપયોગ કરો. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, રિફાઇન્ડ અને વનસ્પતિ ઘીનો ઉપયોગ કરવાનું ટાળો.
વિટામિન સી વિભિન્ન પ્રકારના સંક્રમણથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. તેની આપૂર્તિ માટે તમાપા આહારમાં લીંબૂ, સંતરા, મોસંબી, કેરી, પપૈયુ, શિમલા મરચું, આંબળાના અચારનો પ્રયોગ અવશ્ય કરો.
image source
સ્વચ્છતા
ભલે તમે ઘરમાં હોય કે કામ પર થોડા થોડા સમયે પોતાના હાથને સાબૂ-પાણીથી અથવા સેનિટાઇઝથી સાફ કરો. ઘરના લોકોને પણ આ સારી આદત અપનાવવાનું કહો. કંઇ પણ ખાતા કે બનાવતા પહેલા અથવા બનાવ્યા બાદ હાથને સાબૂ-પાણીથી સારી રીતે સાફ કરો.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "કોરોના સાવધાન: ચોમાસાની ઋતુમાં કોરોના થવાનું સૌથી વધારે છે જોખમ"
ટિપ્પણી પોસ્ટ કરો