જાણો આ કારણે શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત કરવામાં આવે છે અને ઉપવાસ કરવાના આ છે કેટલાક નિયમો

સોમવારના ઉપવાસ ચૈત્ર ,વૈશાખ, કાર્તિક અને માર્ગશીર્ષના તેજસ્વી પખવાડિયામાં પ્રથમ તારીખ થી શરૂ થાય છે . આ સોળ સોમવાર પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક રાખવાથી મનગમતા ફળની પ્રાપ્તિ થાય છે પણ શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસ અને ભગવાન શિવની પૂજા- અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે. શ્રાવણ મહિનામાં કોઈ અઠવાડિયામાં એકાદ દિવસે ઉપવાસ કરે છે તો કોઈ આખો મહિનો ઉપવાસ કરે છે. ઘણા લોકો વિશેષ કરીને સોમવાર પાળે છે, અર્થાત સોમવારે ઉપવાસ કરે છે. પરંતુ શા માટે સોમવારે ઉપવાસ કરવામાં આવે છે એના વિશે જાણો છો? શ્રાવણના દરેક સોમવારે દરેક મંદિરોમાં મહાદેવની પૂજા વિશેષ પદ્ધતિથી કરવામાં આવે છે.

image source

શ્રાવણમાં સોમવારનું વ્રત શા માટે કરવામાં આવે છે?

દેવી સતીએ તેના પિતા દક્ષને ઘરે યોગશક્તિ વડે શરીરનો ત્યાગ કર્યો હતો. એ પહેલા દેવી સતીએ શંકરને દરેક જન્મમાં પોતાના પતિ રૂપે મેળવવાની પ્રતિજ્ઞા લીધી હતી. દેવી સતીએ તેમના બીજા જન્મમાં પાર્વતીના નામે રાજા હિમાચલ અને રાણી મૈનાની ઘરે પુત્રીના રૂપે જન્મ લીધો. પાર્વતીએ શ્રાવણ મહિનામાં નિરાધાર રહીને કઠોર વ્રત કરીને મહાદેવને પ્રસન્ન કર્યા અને તેમની સાથે લગ્ન કર્યા. ત્યારબાદથી મહાદેવ માટે શ્રાવણ મહિનો વિશેષ બની ગયો. તેથી જ શ્રાવણ મહિનામાં યુવતીઓ સુયોગ્ય વર મેળવવા માટે શ્રાવણ સોમવાર કરે છે.

image source

ઉપવાસના કેટલાક નિયમો

  • ઉપવાસીએ બ્રહ્મ મૂહૂર્તમાં ઉઠીને પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરવુ જોઈએ.
  • ભગવાન શિવને અભિષેક જળ અથવા ગંગાજળથી થાય છે. પરંતુ વિશેષ મનોકામના પૂર્તિ માટે દૂધ ,દહીં ,ઘી, મધ ,ચણાની દાળ ,સરસવ તેલ, કાળા તલ વગેરે વસ્તુઓથી અભિષેકની વિધિ પ્રચલિત છે.
  • તે પછી ॐ નમ: શિવાય મંત્રથી સફેદ ફૂલ, સફેદ ચંદન, ચોખા, પંચામૃત ,સોપારી ,ફળ અને પાણી અથવા ગંગાજળથી ભગવાન શિવ અને પાર્વતીનું પૂજન કરવુ જોઈએ.

image source
  • માન્યતા છે કે પૂજન વિધિ સાથે મંત્રોનો જપ પણ અત્યંત જરૂરી છે . મહામૃત્યુંજ્ય મંત્ર નો જપ, ગાયત્રી મંત્ર અથવા ભગવાન શિવનો પંચાક્ષરી મંત્ર .
  • શિવ-પાર્વતીની પૂજા પછી શ્રાવણના સોમવારની વાર્તા વાંચો.
  • આરતી પછી ભોગ લગાવી અને કુટુંબમાં વહેંચો અને પછી પોતે પણ લો.
  • દિવસમાં એક સમય મીઠા વગરનો ખોરાક લો.

image source
  • ભક્તિભાવપૂર્વક ઉપવાસ કરો.આખો દિવસ ઉપવાસ કરવું શક્ય ન હોય તો સૂર્યાસ્ત સુધી ઉપવાસ કરો.
  • જ્યોતિષમાં દૂધને ચંદ્ર સંબંધિત ગણાયો છે. કારણ કે બન્નેની પ્રકૃતિ શીતળ છે . ચંદ્ર ગ્રહથી સંબંધિત તમામ મુશ્કેલીનિવારણ માટે સોમવારે મહાદેવ પર દૂધ અર્પિત કરવુ.
  • બધી મનોકામના પૂર્ણ કરવા શિવલિંગ પર ગાયનું કાચુ દૂધ અર્પિત કરો . તાજા દૂધનો ઉપયોગ કરો, ડબ્બાવાળા અથવા પેકેટનુ દૂધ ન અર્પિત કરવુ.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

Related Posts

0 Response to "જાણો આ કારણે શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત કરવામાં આવે છે અને ઉપવાસ કરવાના આ છે કેટલાક નિયમો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel