પત્ની સાથે કરતો પતિ મારઝૂડ, નહોતો આપી શકતો શરીર સુખ
અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં રહેતી ૪૬ વર્ષીય એક સ્ત્રીના પતિને પ્રોસ્ટેટની બીમારી હતી જેના કારણે તે શારીરિક સુખ આપતો ન હતો આ ઉપરાંત પતિ અવારનવાર કારણ વગરના શક અને વહેમ રાખીને એની પત્ની સાથે મારઝૂડ કરતો હતો, આખરે આ બધાથી કંટાળીને મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
છેલ્લા દસ મહિનાથી મણિનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી ૪૬ વર્ષીય મહિલાએ એના પતિ અને સાસરિયાં વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તમને જણાવી દઈએ કે મહિલાનાં આ બીજાં લગ્ન છે અને એ વર્ષ ર૦ર૦માં થયાં હતાં.

આ ઉપરાંત આ સ્ત્રીનાં જે પુરુષ સાથે લગ્ન થયાં હતા એ પુરુષના પણ આ બીજાં લગ્ન હતાં. સ્ત્રીના પતિને એની પહેલાની પત્નીથી બે સંતાન હતાં. લગ્ન બાદ સ્ત્રીને જાણ થઈ કે તેના પતિને કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની બીમારી છે. જ્યારે આ મહિલાએ આ અંગે પતિ સાથે વાત કરી તો પતિએ ઉશ્કેરાઈ જઈને કહ્યું કે આ ઉંમરે તો આવી સામાન્ય બીમારી થાય તેમ કહી મહિલાને અડધૂત કરતો હતો.
તમને જણાવી દઈએ કે પિતાના બીજા લગ્ન બાદ પુરુષની પહેલી પત્નીનાં સંતાનો મહિલાને સ્વીકારતાં ન હતાં અને વારંવાર તેની સાથે તોછડું વર્તન કરતાં હતાં. એટલું જ નહીં જ્યારે આ સ્ત્રી જમવાનું બનાવે તો તેમાં પણ વાંધા કાઢી ઝઘડો કરતાં હતાં.

ત્રાસ એટલે સુધી અસહ્ય હતો કે મહિલાના પતિની પહેલી પત્નીની પુત્રવધૂ માસિકમાં થાય તો ડાઘ જમીન પર પડે તો તે આ મહિલા પાસે સાફ કરાવતા હતા. આ ઉપરાંત પુત્રવધૂ શરીરના વાળ કાપી જમીન પર ફેંકતી તો તે પણ મહિલા પાસે સાફ કરાવતા હતા. જ્યારે મહિલાએ મેરેજ સર્ટિફિકેટ અને અન્ય ડોક્યુમેન્ટ કઢાવવાનું કહ્યું ત્યારે પતિના પહેલી પત્નીના પુત્ર અને તેની પત્નીએ છ મહિના રહો, પછી એ પ્રોસેસ કરાવીશું તેમ જણાવ્યું હતું.
થોડા સમય બાદ જ્યારે મહિલાના પતિએ ભાડે રહેવા જવાની વાત કરી તો મહિલાએ ચાર મકાન છે તો ભાડે રહેવાની શું જરૂર છે તેવું કહેતાં પતિએ કહ્યું કે તેં મિલકતને પ્રેમ કર્યો છે કે મને અને એમ કરીને એનો સાથે ઝગડો કર્યો હતો. બીજી તરફ મહિલાના પતિને પ્રોસ્ટેટની બીમારી હોવાથી તે મહિલાને શારીરિક સુખ પણ આપતો ન હતો.

એકવાર જ્યારે પતિના જન્મ દિવસની તૈયારી કરવા માટે મહિલા બહાર સામાન લેવા ગઈ તો તેના પતિએ વીડિયો કોલ કર્યો હતો. જે કોલ ન રિસીવ કરતાં પત્ની સાથે પતિ ઝઘડો કરી અલગ રહેવા લાગ્યો હતો. પતિ અવારનવાર શક-વહેમ રાખીને મહિલાને મારઝૂડ કરતો હતો, આ બધાથી કંટાળીને આખરે મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં તેના પતિ તેમજ પતિની પહેલી પત્નીના પુત્ર અને પુત્રવધૂ સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
0 Response to "પત્ની સાથે કરતો પતિ મારઝૂડ, નહોતો આપી શકતો શરીર સુખ"
ટિપ્પણી પોસ્ટ કરો