મુંબઇ અને દિલ્હીથી ક્યાં વધુ અમદાવાદની આટલા ટકા પ્રજા કોરોનાની ઝપેટમાં આવી છે: રિપોર્ટ

સરકરી સર્વેમાં ઘટસ્ફોટ – અમદાવાદમાં 49% લોકો કોરનાથી સંક્રમિત

હાલ સમગ્ર દેશ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયું છે અને ગુજરાતમાં તો રોજના 1000 કરતાં પણ વધારે નવા કેસ નોંધાઈ રહ્યા છે. તો બીજી બાજુ કેન્દ્ર સરકાર દ્વારા દેશના લગભગ 11 જેટલા સૌથી વધારે કોરોના વાયરસથી પ્રભાવિત શહેરોના કન્ટેઇનમેન્ટ ઝોનમાં સર્વે કરવામાં આવ્યો હતો જેમાં કેટલાક આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે. સરકાર દ્વારા કરવામા આવેલા આ સર્વે પ્રમાણે અમદાવાદના લગભગ 49 ટકા લોકોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે, પણ તમે કંઈ આગળ વિચારો તે પહેલાં તમને જણાવી દઈ કે આ સર્વે રેન્ડમ સેમ્પલિંગના આધારે કરવામા આવ્યો છે.

image source

સૌથી વધારે પ્રભાવિતે વિસ્તારોમા કોરના વાયરસના સંક્રમણનો એક અંદાજ મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ સરવે કરવામા આવ્યો હતો. આ સર્વેનો ઉદ્દેશ વિવિધ વિસ્તારોમાં રહેતી વસ્તી પર વાસ્તવમાં કોરોનાની કેટલી અસર થઈ છે તે જાણવાનો હતો. આ સરવે પર જો આધાર રાખવા જીએએ તો અમદાવાદના કન્ટેઇનમેન્ટ ઝોન બાદ કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત એવા મુંબઈ, આગરા અને પૂણેના કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકો કોરોનાથી અસરગ્રસ્ત થયા હતા.

કોરાની શરૂઆતથી અત્યાર સુધીમાં અમદાવાદના લગભગ 15 લાખ લોકોને કન્ટેઇનમેન્ટ ઝોનમાં રખાયા હતા

image source

અમદાવાદના ખાડિયા વિસ્તારના લોકોમાંના 118969 લોકોને કન્ટેઇનમેન્ટમાં રખાતા હતા, ત્યાર બાદ દરિયાપુરમાં 117314 લોકોને, ત્યાર બાદ શાહપુર 115072 લોકોને, જમાલપુર 138054 લોકોને, અસારવા, 71263, દાણીલીમડા 138824, મણિનગર 122592, બહેરામપુરા 134409, સરસપુર 182756, ગોમતીપુર 150980, ગુલબાઈ ટેકરા 7544, આમ કુલ 1297775 લોકોને કન્ટેઇનમેન્ટમાં રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત બીજા કેટલાક માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન પણ છે. જે 360 છે. અને તેમાં 250000ની વસ્તીનો સમાવેશ થાય છે આમ 15 લાખ ઉપરાંતની વસ્તી કન્ટેઇનમેન્ટ તેમજ માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં રહે છે, અને તેમાંથી લગભગ 49 ટકા વસ્તી કોરોનાથી સંક્રમિત છે.

આવનારા દિવસેમાં કેસમાં ઘટાડો જોવા મળશે

image source

ઉપર જણાવ્યું તે પ્રમાણે આ સરવે સમગ્ર દેશના સૌથી પ્રભાવિત શહેરોમાં કરાયો હતો. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 501 ટેસ્ટ કરાયા છે, જેમાંથી 52 જેટલા લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આમ ટકાવારીની રીતે જોવા જઈએ તો 10.37 ટકા લોકોમાં એન્ટિબોડી મળ્યા છે. આ સિવાય સુરત, ઇન્દોર, ચેન્નઈ, જયપુર,જોધપુર, અને હૈદરાબાદમાં 8 ટકા કરાતાં ઓછા લોકો કોરોનાના ભરડામાં છે.

image source

સરકાર દ્વારા કરાવવામાં આવેલો આ સર્વે મે મહિનાની મધ્યમાં શરૂ કરવામા આવ્યો હતો. અને દેશના લોકો માટે રાહતની વાત એ છે કે તેના પરિણામો આશાજનક છે, કારણ કે દિલ્લીમાં છેલ્લા ગત માસ સુધી કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો હતો. પણ દિલ્લી કોવિડ મોનિટરિંગ કમિટિનું એવું અનુમાન છે કે કન્ટેઇનમેન્ટ ઝોનમાં વસતા લોકોમાં એન્ટિબોડી વિકસી રહી છે. માટે આવનારા દિવસોમાં નવા કેસમાં ઘટાડો થતો જોવા મળશે.

image source

દેશના મુખ્ય શહેરોમાં કેન્ટેઇનમેન્ટ ઝોનમાં આ પ્રમાણે છે એન્ટિબોડીનો આંકડો છે

મુંબઈમાં કુલ 495 લોકોના ટેસ્ટમાંથી 36.5 ટકા લોકોમાં એન્ટિબોડી

અમદાવાદમાં કુલ 496 લોકોના ટેસ્ટમાંથી 48.99 % લોકોમાં એન્ટિબોડી

પૂણેમાં 504 લોકોના ટેસ્ટમાંથી 19.84 % લોકોમાં એન્ટિબોડી

image source

આગરામાં 500 લોકોના ટેસ્ટમાંથી 22.80 % લોકોમાં એન્ટિબોડી

દક્ષિણ પશ્ચિમ દિલ્લીમાં 501 લોકોના ટેસ્ટમાંથી 10.37 ટકા લોકોમાં

આ ઉપરાંત ચેન્નાઈ, હૈદરાબાદ, જયપુર, જોધપુર, સુરત અને ઇન્દોરમાં માત્ર 8% એન્ટિબોડી

શા માટે કરવામાં આવ્યો સીરો સરવે ?

image source

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસની અસરને જાણવા માટે તેમજ તેનો અભ્યાસ કરવા માટે RT-PCR અને રેપિડ એટિજેન ટેસ્ટ કરવામા આવે છે, બીજી બાજુ કોઈ ચોક્કસ વિસ્તારમાં રહેતા લોકોમાં કોરોનાનું કેટલું સંક્રમણ ફેલાયેલું છે તે જાણવા માટે એન્ટિબોડી ટેસ્ટ કરવામા આવે છે. કોરોનાના એસિમ્પટોમેટિક કેસ જો વધુ જોવા મળે તો ખરેખર તે ચોક્કસ વસ્તિમાં વયારસનું સંક્રમણ કેટલું ફેલાયું છે તેનો ખ્યાલ નથી આવતો. અને તે અંદાજો આ સીરો સરવેથી મેળવવામાં આવે છે. અને તેના માટે બ્લડ સીરમનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. અને તે દ્વારા એન્ટિબોડીની પણ જાણકારી મેળવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

Related Posts

0 Response to "મુંબઇ અને દિલ્હીથી ક્યાં વધુ અમદાવાદની આટલા ટકા પ્રજા કોરોનાની ઝપેટમાં આવી છે: રિપોર્ટ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel