શિવજીના આ મંદિરમાં લાકડાના ધોડાની થાય છે પૂજા, જાણો ક્યાં આવેલુ છે આ મંદિર
શ્રાવણ મહિનાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે હવે મહાદેવની પૂજા અને અર્ચનાનો પ્રારંભ થયો છે. આવા સમયે અનેક મંદિરોમાં ભગવાનની પૂજા શરુ થઇ છે. એવા સમયે એક એવા શિવ મંદિર વિશે અમે આપને જણાવી રહ્યા છીએ જ્યાં કોઈ શિવલિંગ નહિ પણ શિવજીની પૂજા ઘોડાની મૂર્તિ સ્વરૂપે થાય છે.

આ મંદિર રાજસ્થાન આવેલું છે. રાજસ્થાનમાં સ્થિર કાઠવેશ્વર મહાદેવ મંદિર દેશનું એવું પહેલું શિવાલય છે જ્યાં ઘોડાના સ્વરૂપે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, જો કે મહારાષ્ટ્રમાં કાલથી શ્રાવણ મહિનો શરુ થશે.
કાઠવેશ્વર મહાદેવ મંદિરમાં શિવજીની મૂર્તિ નથી

સામાન્ય રીતે શિવાલયમાં શિવની લિંગ સ્વરૂપે મૂર્તિ રાખવામાં આવે છે. જો કે આ ઉપરાંત શિવ પોતાના અર્ધાંગીની માતા પાર્વતી, ભક્ત નંદી, પુત્ર ગણેશ અથવા પુત્ર કાર્તિકેય સાથે બિરાજમાન હોય છે. પણ આ મંદિર દેશનું એક માત્ર એવું શિવાલય છે, જ્યાં આવી કોઈ જ મૂર્તિ નથી. આ કાઠવેશ્વર મહાદેવ મંદિર રાજસ્થાનમાં પાલી જીલ્લાના ગુડાલાસ ગામમાં આવેલું છે. ૪૭૫ વર્ષ જુના આ મંદિરને ‘પૃથ્વી ધણી અલખજી’ એટલે કે સમગ્ર ધરતીના માલિકના નામે ઓળખવામાં આવે છે. અહી ભાદ્ર પદ અને માઘ શુક્લ પક્ષની બીજના દિવસે મેળો ભરાય છે, આ સમયે અહી હજારો શ્રદ્ધાળુ મહાદેવના દર્શન માટે આવે છે.
શ્રાવણના સોમવારે પણ અનેક ભક્તો દર્શને આવે છે

આ મંદિરમાં મેળાના દિવસો સિવાય શ્રાવણ મહિનામાં પણ મહાદેવ ભક્તોની ભીડ જોવા મળે છે. સામાન્ય રીતે શ્રાવણ માસ દરમિયાન અહી લોકો દર્શને કરવા આવે છે, આ સિવાય શ્રાવણિયા સોમવારે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે અહીના પુજારીના જણાવ્યા પ્રમાણે અહી લોકો પોતાની માનતા માને છે, અને જયારે એમની માનતાઓ પૂર્ણ થાય છે. ત્યારે એ ભક્તો અહીં લાકડા, પિત્તળ અથવા ચાંદીનો ઘોડો પણ ચઢાવે છે.
૭૦૦ વર્ષ જુના સુવર્ણ મંદિરને રોશનીથી સજાવાયું

હાલમાં જ્યારે દેશમાં કોરોનાનો કહેર સતત વિસ્તરતો જઈ રહ્યો છે ત્યારે શ્રાવણ માસ પણ શરૂ થયો છે. મહારાષ્ટ્રમાં એક દિવસ પછી શ્રાવણ માસ શરુ થશે. વિવિધ રાજ્યોની જેમ જ મહારાષ્ટ્રમાં પણ શ્રાવણ માસનું આગવું મહત્વ છે. મરાઠી પંચાગ પ્રમાણે મંગળવારથી શ્રાવણ બેસશે. આ દરમિયાન સોલાપુરમાં આવેલ ૭૦૦ વર્ષ જુના સુવર્ણ મંદિરને રોશનીથી સજાવાયું છે. ૩૬ એકરમાં ફેલાયેલા આ મંદિરની ચાર બાજુ તળાવ છે. જો કે હવે આ મંદિરને સોનાની તર્જ પર વિકસાવવામાં આવી રહ્યું છે.
સિદ્ધેશ્વર મંદિરનું ગર્ભગૃહ ચાંદીનું છે : મંદિરના પુજારી
કોરોના સમયકાળમાં જ્યારે મંદિરો બંધ હતા, ત્યારે શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને રાજ્યના મોટા મંદિરોને છૂટછાટ આપવામાં આવી હતી. આ છૂટછાટના કારણે મંદિરો સજાવવામાં આવ્યા છે. આ મંદિરમાં શ્રાવણ માસના માહત્મ્ય વિશે મંદિરના પુજારી કહે છે કે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનું ગર્ભગૃહ ચાંદીનું બનેલું છે. મકરસક્રાંતિ અને શ્રાવણ મહિનામાં આ મંદિરે માત્ર મહારાષ્ટ્રના જ નહી પણ કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મધ્ય પ્રદેશથી પણ લાખો શ્રદ્ધાળુ દર્શન કરવા આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "શિવજીના આ મંદિરમાં લાકડાના ધોડાની થાય છે પૂજા, જાણો ક્યાં આવેલુ છે આ મંદિર"
ટિપ્પણી પોસ્ટ કરો