ના હોય ! માત્ર 37 દિવસમાં 4 વાર લગ્ન અને 3 વખત છૂટાછેટા, ગજબ છે આ યુવકની કહાની
તાઇવાનમાં લગ્ન અને છૂટાછેડાને લગતો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને તમને આશ્ચર્ય થશે. તમને જણાવી દઇએ કે અહીં એક બેંક કાર્યકર્તાએ માત્ર 37 દિવસની અંદર એક જ છોકરી સાથે 4 વાર લગ્ન કર્યા અને ત્રણ વખત છૂટાછેડા લીધા હતા. જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે તમામ લોકોને તેના વિશે જાણ થઈ.

ખરેખર, આ કેસ તાઇવાન બેંકના એક કર્મચારીનો છે. તાઇવાનની રાષ્ટ્રીય સમાચાર એજન્સી અનુસાર, આ વ્યક્તિ બેંકમાં ક્લાર્ક તરીકે કામ કરે છે. જ્યારે તે વ્યક્તિએ લગ્ન માટે રજા માંગી ત્યારે તેને ફક્ત 8 દિવસની રજા મળી હતી. વ્યક્તિએ લગ્ન કરી લીધાં અને થોડા જ દિવસોમાં રજા પૂરી થઈ ગઈ.

તમને જણાવી દઈએ કે આ માણસે રજાને વધારવા માટે એક આઈડિયા વિચાર્યો. આ માટે, વ્યક્તિએ તેની પત્નીને છૂટાછેડા આપી દીધા, જેથી તે ફરીથી લગ્ન કરી શકે. તાઇવાનના કાયદા મુજબ લગ્ન માટે 8 દિવસની પેઇડ રજા મળે છે.

અહેવાલો અનુસાર, આ વ્યક્તિએ તેની પત્નીને 35 દિવસની અંદર ત્રણ વખત છૂટાછેડા આપી દીધા અને કુલ 4 વાર લગ્ન કર્યા. આવી સ્થિતિમાં, બેંકે આ વ્યક્તિ શું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તે જાણવાનો પ્રયાસ કર્યો. બેંકે પહેલા તેને વધારાની પેઇડ રજા આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ આ શખ્સે બેંક પર મજૂર રજાના નિયમો તોડવાનો આરોપ મૂકતા તાઈપાઇ સિટી લેબર કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.

કાયદા અનુસાર કોર્ટે આદેશ આપ્યો હતો કે લગ્ન પછી કર્મચારીઓને 8 દિવસની પેઈડ લિવ આપવી ફરજિયાત છે. જો કોઈ કર્મચારી 4 વાર લગ્ન કરે છે, તો તેને 32 દિવસની રજા આપવી જોઈએ.

જણાવી દઈએ કે બેંકે પણ આ નિર્ણય સામે અપીલ દાખલ કરી છે કે, આરોપી દ્વારા માંગવામાં આવેલી રજા મજૂર ધોરણો અધિનિયમ હેઠળ નથી. તે જ સમયે, લેબર કોર્ટના કમિશનરે તેમનો અભિપ્રાય આપ્યો હતો કે બેંકના ક્લાર્કએ રજા માટે જે કર્યું તે ખોટું છે, પરંતુ લેબર સ્ટાન્ડર્ડ એક્ટમાં એવી કોઈ જોગવાઈ નથી કે જે કોઈને રજા લેવા માટે તે જ વ્યક્તિ સાથે ફરીથી લગ્ન કરવાની મંજૂરી આપે. એટલું જ નહીં, વ્યક્તિને રજા ન આપવા બદલ બેંકને આશરે 700 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. નોંધનિય છે કે હાલમાં સમગ્ર મામલાને લઈને સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે. કારણે કે આ પહેલા આવો કેસ કોઈએ જોયો નથી. આ યુવકના આઈડિયાને લઈને લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "ના હોય ! માત્ર 37 દિવસમાં 4 વાર લગ્ન અને 3 વખત છૂટાછેટા, ગજબ છે આ યુવકની કહાની"
ટિપ્પણી પોસ્ટ કરો