પ્રેગનન્સીમાં કોરોના સંક્રમણથી બાળકને થઈ અસર, પછી જે થયું એ જાણીને નહીં કરો વિશ્વાસ
દેશમાં કોરોનાથી ગર્ભપાતનો પ્રથમ કેસ મુંબઈમાં સામે આવ્યો છે. મુંબઈમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતી આ મહિલાને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. સંક્રમણ ગર્ભ સુધી પહોંચ્યું અને આ ચેપના કારણે જ 13 સપ્તાહના ગર્ભનું મૃત્યુ થયું. આ કેસને આધારે ખાસ રિસર્ચ કરાયું છે. જેમાં સંશોધકોએ કહ્યું છે કે ગર્ભનાળમાં કોરોના હોવાના કારણે આવું જોવા મળી શકે છે અને બાળકનું મોત પણ શક્ય છે.
હેલ્થ સાયન્સ જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, મહિલા મુંબઈની સરકારી હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. પ્રેગ્નન્સીના પહેલા ત્રણ મહિનામાં તેને કોરોનાનું સંક્રમણ થયું પરંતુ કોઈ લક્ષણો દેખાયા નહીં. જેના કારણે ટ્રીટમેન્ટ સમયસર મળી શકી નહીં. જ્યારે ખબર પડી ત્યારે સંક્રમણ ગર્ભ સુધી પહોંચી ચૂક્યું હતું. હોસ્પિટલમાં બચાવ તરીકે સ્ટાફની તપાસમાં કોરોનાની પુષ્ટિ થઈ અને ત્યાર પછી મહિલાને હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી.
જ્યારે રિપોર્ટ નેગેટિવ આવ્યો તો તેનું અલ્ટ્રાસાઉન્ડ થયું. રિપોર્ટમાં જાણવા મળ્યું છે, પેટમાં ઊછરી રહેલાં ગર્ભનું મોત નીપજ્યું છે. રિસર્ચ રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, ભ્રૂણ ગર્ભાશયમાં ‘હાયડ્રોપ્સ ફેટેલિસ’ની સ્થિતિનો સામનો કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં શરીરમાં પ્રવાહી અસામાન્ય રીતે એકત્રિત થાય છે. અને આ કારણે ગર્ભમાં જ બાળકનું મોત થઈ જાય છે.
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઈન રિપ્રોડક્ટિવ હેલ્થના ગર્ભનાળના નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, સારવાર બાદ ઘણી વખત મહિલાની તપાસ કરવામાં આવી છે, તેમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેનો અર્થ એ થયો કે, વાયરસ ગળા અને નાકમાંથી નીકળી ગયો હોય પરંતુ તે ગર્ભાશયમાં પહોંચી ગયો. ડો. દીપક મોદીના જણાવ્યા પ્રમાણે, ગર્ભનાળ, એમ્નિઓટિક ફ્લુઈડ અને ફીટલ મેમ્બ્રેનની તપાસ કરવામાં આવી છે. ગર્ભનાળ અને એમ્નિઓટિક ફ્લુઈડમાં કોરોના વાયરસ જોવા મળ્યો છે. આ કેસ ચોંકાવનારો છે.
સંક્રમણને રોકનાર ગર્ભનાળ જ સંક્રમિત
ગર્ભનાળ સામાન્ય રીતે પેટમાં ઊછરી રહેલા બાળકને બહારના સંક્રમણથી સુરક્ષિત રાખવાનું કામ કરે છે. પરંતુ અગાઉ કેટલાક રિસર્ચમાં સામે આવ્યું છે કે, તેમાં મોટી સંખ્યામાં કોરોના વાયરસ મળી શકે છે. એટલું જ નહીં, અહીં વાયરસ તેની સંખ્યા પણ વધારી શકે છે. વિશ્વભરમાં આવા 17 રિસર્ચ થયા છે. તેમાંથી 93 કોરોનાથી સંક્રમિત ગર્ભવતી મહિલાઓને સામેલ કરવામાં આવી. જ્યારે ગર્ભનાળની તપાસ કરવામાં આવી તો 12 ટકા કેસમાં કોરોના વાયરસ ગર્ભનાળમાં જ મળ્યો.
સ્વિટ્ઝર્લેન્ડમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કોરોનાનું સંક્રમણ ગર્ભનાળથી થયું. તેમાં સોજો આવ્યો અને ભ્રૂણનું મૃત્યુ થયું. માર્ચમાં સ્વિટ્ઝર્લેન્ડમાં પણ આવો જ કેસ સામે આવ્યો હતો. 28 વર્ષીય વજનવાળી મહિલાને સંક્રમણ થયું અને ગર્ભપાત થયું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "પ્રેગનન્સીમાં કોરોના સંક્રમણથી બાળકને થઈ અસર, પછી જે થયું એ જાણીને નહીં કરો વિશ્વાસ"
ટિપ્પણી પોસ્ટ કરો