બોલિવુડના આ અભિનેતાઓને છે 2 કરતા વધુ બાળકો, જાણી લો કોણ કોણ છે આ લિસ્ટમાં

બૉલીવુડ સેલિબ્રિટી હંમેશા ચર્ચામાં રહે છે. એમની લાઇફસ્ટાઇલ, એમની રહેણીકરણી, એ શું પહેરે છે, શુ ખાય છે, વેકેશન માટે ક્યાં જાય છે, એટલું જ નહીં સ્ટાર્સની ફેમીલી અને એમના બાળકોમાં પણ લોકો રસ ધરાવે છે. કોણ ક્યારે પિતા બની રહ્યું છે. આ બાબતે સૈફ અલી ખાન આ બાબતે સૌથી વધારે ચર્ચામાં છે. હાલમાં જ એક્ટરે પોતાના 50 વર્ષ પુરા કર્યા છે અને એ સાથે જ એમને પોતાના ચોથી વાર પિતા બનાવની ખુશી પણ વ્યક્ત કરી છે. એ પછી સોશિયલ મીડિયા પર એમના ફેન્સ એમને ઘણું ટ્રોલ કરી રહ્યા છે. જો કે સૈફ એવા પહેલા એકટર નથી જે મોટી ઉંમરે ચોથી વાર પિતા બની રહ્યા હોય. બોલીવુડમાં ઘણા એવા એક્ટર્સ છે જેમને 2 કરતા વધુ બાળકો છે. આજે અમે તમને બોલિવુડના અમુક એવા એક્ટર્સ વિશે જણાવીશું જેમને 2 કરતા વધુ બાળકો છે.

આમિર ખાન

image source

બોલિવુડના જાણીતા એકટર આમિર ખાનના બે લગ્ન થયા છે. આમિરને પોતાની પહેલી પત્નીથી દીકરી ઇરા ખાન અને દીકરો જુનેદ છે. એ પછી એમના બીજા લગ્ન થયા અને એમની બીજી પત્નીએ દીકરા આઝાદને જન્મ આપ્યો.

સૈફ અલી ખાન

image source

સૈફ અલી ખાનના પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે થયા હતા. સૈફએ નાની ઉંમરમાં પોતાનાથી 12 વર્ષ મોટી અમૃતા સાથે લગ્ન કર્યા હતા. જો કે આ લગ્ન વધારે વર્ષો સુધી ટક્યા નહિ અને બંનેએ છૂટાછેડા લઈ લીધા. સૈફ અને અમૃતના 2 બાળકો છે જેમનું નામ સારા અલી ખાન અને ઇબ્રાહિમ છે. તો વર્ષ 2012માં સૈફએ બકજ લગ્ન કરીના કપૂર સાથે કર્યા.કરીના કપૂર અને સૈફનો એક દીકરો છે જેનું નામ છે તૈમુર અલી ખાન. હવે કરીના કપૂર બીજી વાર પ્રેગ્નન્ટ છે. બેબો આવતા વર્ષે ફેબ્રુઆરી કે માર્ચમાં બીજા બાળકને જન્મ આપશે.

સંજય દત્ત

image source

સંજય દત્ત 3 બાળકોના પિતા છે. સૌથી મોટી દીકરી ત્રીશાલા દત્ત છે. જે સંજય દત્ત અને એમની પહેલી પત્ની ઋચા શર્માની દીકરી છે. સંજય દત્ત અને ઋચા શર્માએ 1987માં લગ્ન કર્યા હતા. જો કે એ પછી ઋચા શર્માનું બ્રેન ટ્યુમરના કારણે મૃત્યુ થઈ ગયું હતું એ પછી સંજયે માન્યતા સાથે લગ્ન કર્યા. આ બન્નેને એક દીકરો અને એક દીકરી છે.

ધર્મેન્દ્ર

image source

એકટર ધર્મેન્દ્ર 6 બાળકોના પિતા છે જેમાં બે દીકરા અને ચાર દીકરીઓ ચવા. ધર્મેન્દ્ર અને એમની પહેલી પત્નીને બે દીકરા અને બે દીકરીઓ હતી જેમનું નામ બોબી દેઓલ, સની દેઓલ, અજેતા દેઓલ અને વિજેતા દેઓલ છે. એ પછી ધર્મેન્દ્રએ પહેલી પત્નીને છૂટાછેડા આપીને હેમા માલિની સાથે લગ્ન કરી લીધા. હેમા માલિની અને ધર્મેન્દ્રને બે દીકરીઓ છે જેમનું નામ આહના દેઓલ અને ઈશા દેઓલ છે.

શાહરુખ ખાન

image source

શાહરુખ ખાનનું નામ પણ આ લિસ્ટમાં છે. તેમને ત્રણ બાળકો છે. ગૌરી ખાને દીકરા આર્યન અને દીકરી સુહાનાને જન્મ આપ્યો છે. એ પછી શાહરુખ ખાન અને ગૌરી ખાને સરોગેસી દ્વારા ત્રીજી વાર માતાપિતા બન્યા. એક્ટરના ત્રીજા દિકરાનું નામ અબરામ છે.

શત્રુઘ્ન સિન્હા

image source

એક્ટરમાંથી રાજનેતા બનેલા શત્રુઘ્ન સિન્હાને ત્રણ બાળકો છે. એમના જુડવા દીકરા લવ કુશ અને એક દીકરી જે બોલીવુડની જાણીતી અભિનેત્રી છે જેનું નામ છે સોનાક્ષી સિન્હા.

અનિલ કપૂર

image source

બોલિવુડના ફેમસ એકટર જે હમેશા પોતાની ફિટનેસના કારણે ચર્ચામાં રહે છે.અનિલ કપૂર અને સુનિતા કપૂરે વર્ષ 1984માં લગ્ન કર્યા હતા. એમના ત્રણ બાળકો છે જેમાં બે દીકરીઓ સોનમ કપૂર અને રિયા કપૂર જ્યારે એક દીકરો હર્ષવર્ધન કપૂર છે. સોનમ બોલીવુડની સફળ અભિનેત્રી અને રિયા પ્રોડ્યુસર છે. હર્ષવર્ધન પણ એક અભિનેતા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "બોલિવુડના આ અભિનેતાઓને છે 2 કરતા વધુ બાળકો, જાણી લો કોણ કોણ છે આ લિસ્ટમાં"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel