આ દેશમાં 700 વર્ષથી થાય આ ધઘકતા જ્વાળામુખીની પૂજા, દર્શન માત્ર કરવાથી થાય છે…

દેશમાં ગણેશ ઉત્સવની ધૂમ છે અને અનેક જગ્યાએ વિધ્નહર્તાને બિરાજમાન કરવામાં આવ્યા છે. દેશના લગભગ બધાં જ ગણેશ મંદિરો સજાવવામાં આવ્યા અને લોકો રોજ પૂજા આરતી કરતાં દેખાઈ રહ્યા છે. જ્યાં એક તરફ ગણેશ પંડાલમાં ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવાની માન્યતા પોતાની જગ્યાએ છે, તો પ્રસિદ્ધ ગણપતિ મંદિરોમાં દર્શન કરવાનું પોતાનું એક આગવું મહત્વ છે. જેમ કે મુંબઇમાં સિદ્ધિવિનાયક મંદિરના દર્શન શુભ માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે ભારતમાં જ નહીં ઇન્ડોનેશિયામાં પણ અનેક ગણેશ મંદિર છે અને ઇન્ડોનેશિયાના એક જ્વાળામુખીના મુખ આગળ બિરાજેલા ગણેશજી ૭૦૦ વર્ષથી ત્યાં જ છે?

જ્વાળામુખીથી છે બચાવે છે ગણનાયક ગણેશ

image source

શું તમે જાણો છો કે ભારતમાં જ નહીં ઇન્ડોનેશિયામાં પણ અનેક ગણેશ મંદિર છે અને ઇન્ડોનેશિયાના એક જ્વાળામુખીના મુખ આગળ બિરાજેલા ગણેશજી ૭૦૦ વર્ષથી ત્યાં જ છે? અહી આપણે જે ગણપતિની વાત કરવા જઈ રહ્યા છે તે આ પૂર્વ જાવા પ્રાંતના બ્રોમો ટેન્ગર સેમેરુ નેશનલ પાર્કમાં આવેલું છે.

સક્રિય જ્વાળામુખીને ટોચે બીરાજે છે વિઘ્નહર્તા ગણેશ.

image source

આ વિસ્તારમાં ૧૪૧ જ્વાળામુખી છે, જેમાંથી ૧૩૦ હજુયે સક્રિય છે. પૂર્વ જાવાનો માઉન્ટ બ્રોમો તેમાંનો જ એક છે, જે હજારો વર્ષોથી આ જ રીતે ભભૂકી રહ્યો છે. આ પહાડ પર ૨૩૨૯ મીટરની ઊંચાઈએ લાવા પથ્થરોથી બનેલા ગણેશની સ્થાપના આશરે ૭૦૦ વર્ષ પહેલા કરાઈ હતી.

શું ખાસ છે અહીં બિરાજિત ગણેશજીની મૂર્તિમાં

image source

જાવાનીઝ બાષામાં બ્રોમોનો અર્થ થાય છે બ્રહ્મા, પણ આ જ્વાળામુખીમાં ગણેશજીનું ખાસ સ્થાન છે. સ્થાનિક લોકોની માન્યતા છે કે જે મૂર્તિ જ્વાળામુખીના મુખ આગળ છે તે લોકોની રક્ષા કરે છે. ઇન્ડોનેશિયામાં હિન્દુઓની સંખ્યા ખૂબ જ વધારે છે અને અહીં પણ મંદિરોની ઉણપ નથી. ગણેશ મંદિરથી લઈને શિવ મંદિર સુધી ઘણાં ભગવાન અહીં મળશે.

આવી છે પરંપરા

image source

આ પહાડની સૌથી નજીકના ગામ કેમોરો લવાંગમાં હિંદુ પરિવારો રહે છે, જે સ્થાનિક ભાષામાં ટેંગરેસ તરીકે ઓળખાય છે. તેઓ પોતાને ૧૨મી સદીના માજપાહિત શાસકના વંશજો કહે છે. આ લોકો માને છે કે, તેમના પૂર્વજોએ આ ગણેશની સ્થાપના કરી હતી. જે જગ્યાએથી જ્વાળામુખી પર્વતનું ચઢાણ શરૂ થાય છે, ત્યાં નવમી સદીમાં કાળા પથ્થરોથી બનેલા બ્રહ્માજીનું પણ મંદિર છે.

બ્રોમો એટલે બ્રહ્મા

image source

જાવાની જેવનીઝ ભાષામાં બ્રહ્માને બ્રોમો કહેવાય છે. માઉન્ટ બ્રોમો પર આખું વર્ષ ગણપતિની પૂજા થાય છે, પરંતુ મુખ્ય આયોજન જુલાઈમાં ૧૫ દિવસ સુધી કરાય છે. ૫૦૦ વર્ષથી જૂની આ પરંપરા ‘યાદનયા કાસડા’ કહેવાય છે, જે આજ સુધી ક્યારેય અટકી નથી. ભલે પછી જ્વાળામુખીમાં ભીષણ વિસ્ફોટ કેમ ના થતા હોય!

બકરીની બલી પણ ચઢાવે છે

image source

ઉપર દર્શાવેલ ગણેશજીની મૂર્તિ પર પૂજાની સાથે ફળ, ફૂલ વગેરે અને પ્રસાદ તરીકે બકરીઓની બલિ પણ ચડાવવામાં આવે છે. એવી માન્યતા છે કે આમ નહીં કરવામાં આવે તો જ્વાળામુખીનો પ્રકોપ અહીંના લોકોને ભસ્મ કરી દેશે. અહીંના ૪૮ ગામના ૩ લાખ હિંદુઓને આસ્થા છે કે, આ ગણેશ જ તેમના રક્ષક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "આ દેશમાં 700 વર્ષથી થાય આ ધઘકતા જ્વાળામુખીની પૂજા, દર્શન માત્ર કરવાથી થાય છે…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel