પગાર મુદ્દે બદલાઈ રહ્યા છે આ નિયમો – હવે 7માં પગાર પંચમાં…..
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મીનીસ્ટ્રી ઓફ પર્સનલ, પબ્લિક ગ્રીવિઅન્સિસ એન્ડ પેન્શન ડીપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેઇનિંગ દ્વારા પગાર મુદ્દે એક મેમરેંડમ જાહેર કરવામા આવ્યું છે.
આ મેમોરેન્ડમ પ્રમાણે સાતમાં પગાર પંચને ધ્યાનમાં રાખીને કેટલાક ફેરફાર કરવામા આવ્યા છે જે પ્રમાણે કેન્દ્ર સરકારમાં સીધી જ ભરતી વડે વિવિધ સેવા તેમજ કેડરમાં નવા પદ પર નિમણૂક પામનારા કર્મચારીઓને પણ પે પ્રોટેક્શન એટલે કે વેતન સુરક્ષા આપવામાં આવશે. આ સુરક્ષા કેન્દ્રીય સરકારી પગારદારોને 7માં પગાર પંચના FR 22 (B)1ના નિયમ હેઠળ મળશે.
આ ઓફિસ મેમોરેંડમના સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે સાતમાં કેન્દ્રીય પગાર પંચમાંના અહેવાલ અને સીસીએસ (આરપી) નિયમ 2016ને અમલી બનાવવા પર રાષ્ટ્રપતિએ FR 22 – B (1) હેઠળની જોગવાઈઓ નીચે કેન્દ્ર સરકારના તે કર્મચારીઓને પ્રોટેક્શન ઓફ પેની સગવડ આપવામાં આવશે જેઓ બીજી સેવા કે પછી કેડરમાં પ્રોબેશનર તરીકે નિમણૂક પામ્યા હોય.
આ નિયમ હેઠળ કોઈ પણ સંજોગોમાં કેન્દ્રીય કર્મચારીને વેતન સુરક્ષા આપવામાં આવશે, પછી ભલે તેમના પર વધારાની જવાબદારીઓ હોય કે ન હોય. અને આ હૂકમનામુ 2016ની 1લી જાન્યુઆરીથી અસરકારક માનવામાં આવશે.
છેલ્લા ઘણા સમયથી આ પ્રોટેક્શનની જરૂર જણાઈ રહી હતી. ડીપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેઇનિંગના ઓફિસ મેમોરેડમ પ્રમાણે ઇઈ 22-(1) હેઠળ વેતન સુરક્ષા મુદ્દા પર વિવિધ મંત્રાલયો તેમજ વિભાગોમાંથી મળેલા કેટલાક રેફરન્સ બાદ આ બાબતે જરૂરિયાત અનુભવાતા કેન્દ્ર સરકારના તે કર્મચારીઓ કે જેમણે ટેક્નિકલી પોતાનું રેઝીગ્નેશન આપી દીધું હોય પણ ત્યાર બાદ સીધી જ ભરતી હેઠળ તેઓ નવા પદ પર કે કેડર પર નિમણૂક પામ્યા હોય તો તેમને સાતમા પગાર પંચ હેઠળ પગાર નક્કી કરવા માટેની ગાઇડલાઇન્સ જાહેર કરવાની રહેશે.
આ નિયમ હેઠળ સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું છે કે જે કર્મચારીઓ પ્રોબેશન પર નિમણૂક પામ્યા છે તેમના માટે જ આ નિયમ લાગુ પડે છે. FR 22-B (1) હેઠળની જોગવાઈઓમાં જણાવવામાં આવ્યું છે કે આ નિયમો તે કેન્દ્રીય કર્મચારીઓના પગાર માટે છે જેમણે બીજી કોઈ સેવા કે પછી કેડરમાં પ્રોબેશન તરીકે નીમણૂક મેળવી હોય અને ત્યાર બાદ તેમની કાયમી ધોરણે તે જ સેવા માટે નિમણૂક પામ્યા હોય. પ્રોબેશનની ડ્યુરેશન દરમિયાન જે મિનિમમ ટાઇમ સ્કેલનો પગાર સેવા સમયના ધોરણે કે પછી જે તે કર્મચારીની પોસ્ટ પ્રમાણે નક્કી કરવામાં આવશે. આ નિયમ 22 અથવા નિયમ 22-C પ્રમાણે લાગુ પાડવામાં આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "પગાર મુદ્દે બદલાઈ રહ્યા છે આ નિયમો – હવે 7માં પગાર પંચમાં….."
ટિપ્પણી પોસ્ટ કરો