ફેસબુકમાં આવ્યું નવું અપડેટ, હવે તમારા પ્રાઇવેટ ડેટા પણ રહેશે એકદમ સુરક્ષિત અને કોઈ પણ વ્યક્તિ તમારું એકાઉન્ટ લોગઇન કરી શકશે નહિ
ફેસબુક પર બદલી નાખો ફક્ત આ બે સેટીંગ, એકદમ સુરક્ષિત રહેશે તમારા પ્રાઈવેટ ડેટા
ફેસબુક તો લગભગ દુનિયાભરના લોકો વાપરતા હશે, દરેક લોકો એમાં પોતાની ડીટેઈલ્સ દ્વારા સોશિયલ મીડિયા પર એમના મિત્રો સાથે જોડાયેલા રહે છે. દરેક લોકો ફેસબુક નપ ખુબ જ ઉપયોગ કરે છે. આજકાલ દરેક લોકો કોઈ પણ કામ હોય તો ઓનલાઈન જ કરી રહ્યા છે. એવામાં ડેટા લીક અને હેકિંગના સમાચારોમાં ઝડપથી વધારો થયો છે, જેના કારણે યૂઝર્સના મનમાં થોડો ડર વ્યાપી ગયો છે.
image source
પરંતુ થોડી ઘણી સાવધાની રાખીએ તો પોતાના ફેસબુક એકાઉન્ટને સુરક્ષિત રાખી શકાય છે. આજે અમે તમને બે ટેકનિક વિશે જણાવી રહ્યા છીએ, જેને અજમાવીને તમે એકાઉન્ટને સુરક્ષિત રાખવામાં મદદ મળશે અને તમારી પર્સનલ ડીટેઈલ્સ પણ કોઈ જાણી નહિ શકે. તો ચાલો જાણી લઈએ ફેસબુક ના નવા અપડેટ વિશે..
image source
મેનેજ કરી શકો છો ફેસબુક ડેટા
ફેસબુક પર ઘણા પ્રાઈવેટ ડેટા હોય છે, એમાં પ્રાઈવસી પર રાખી શકાય છે. એવી જ રીતે ફેસબુક પર પ્રાઈવેસી શોર્ટકટ માં તમે તમારા કિંમતી ડેટાને કંટ્રોલ કરી શકો છો. આ શોર્ટકટ Settings માં જઈને Privacy મેનુ માંથી મળી રહેશે.. ત્યાં જઈને ક્લિક કરવું અને પછી તમે પોતાના અલગ અલગ રીતના ડેટાને કંટ્રોલ કરી શકો છો.
image source
આ એડવાન્સ કંટ્રોલ ઓપ્શન મારફતે યૂઝર્સ એવું નક્કી કરી શકે છે કે ફેસબુક કેવી રીતે અને ક્યાંથી આ ડેટાનો ઉપયોગ કરશે. યૂઝર્સ પોતાના લોકેશન ડેટાને મેનેજ તો કરી જ શકે છે અને એની સાથે જ ફેસબુક પર અપલોડ થનાર કોન્ટેક્ટ્સ, ફેસ રેકૉગ્નિશન સેટિંગ, એડ પ્રેફરેન્સ જેવી ચીજોને પણ મેનેજ કરી શકે છે.
image source
બીજા કોઈ વ્યક્તિ લોગઈન નહિ કરી શકે
ઘણા લોકો પાસે આઈડી પાસવર્ડ તો હોય છે પરંતુ હવે પાસવર્ડ સિવાય ફેસબુકમાં ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશનની પણ સુવિધા છે જેના મારફતે જો કોઈ બીજો માણસ તમારા એકાઉન્ટથી લોગઈન કરવાની કોશિશ કરશે તો તમારા મોબાઈલ નંબર પર એક કોડ આવશે, જેણે એન્ટર કર્યા વગર લોગઈન થશે નહીં. એટલા માટે કોઈ પણ વ્યક્તિ તમારી જાણકારી માટે લોગઈન કરી શકશે નહીં અને તમારું એકાઉન્ટ સલામત રહેશે.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "ફેસબુકમાં આવ્યું નવું અપડેટ, હવે તમારા પ્રાઇવેટ ડેટા પણ રહેશે એકદમ સુરક્ષિત અને કોઈ પણ વ્યક્તિ તમારું એકાઉન્ટ લોગઇન કરી શકશે નહિ"
ટિપ્પણી પોસ્ટ કરો