જાણો આ દેશ વિશે, જ્યાં નથી રહેતા એકે પણ સાપ અને…
આમ તો બ્રાઝીલ દેશને સાપોના દેશ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે ત્યાં એટલા બધા સાપ રહે છે જેટલા દુનિયાના અન્ય કોઈ દેશમાં જોવા નથી મળતા. પરંતુ શું તમે જાણો છો કે એક દેશ એવો પણ છે કે જેને સાપ વિહીન એટલે કે સાપ વગરના દેશ તરીકે ઓળખવામાં આવે છે. તમને પ્રશ્ન થશે કે એવો વળી કયો દેશ હશે ? તો જણાવી દઈએ કે એ દેશનું નામ આયર્લેન્ડ છે અને ત્યાં એક ખાસ કારણે સાપો નથી રહેતા.

આયર્લેન્ડમાં સાપ શા માટે નથી એ કારણ જાણીએ એ પહેલા આપણે આયર્લેન્ડ દેશ વિષે થોડી રોચક માહિતી જાણીએ જે તમારા માટે જ્ઞાનસભર બની રહેશે. તમને જાણીને નવાઈ લાગશે કે આયર્લેન્ડમાં માનવ જાતી હોવાના પુરાવા 1280 ઈસ્વી પૂર્વેના છે. એ સિવાય આયર્લેન્ડની એક અન્ય ખાસ વાત એ પણ છે કે અહીં એક એવું બાર આવેલું છે જે સન 900 માં ખોલવામાં આવ્યું હતું અને આજદિન સુધી ચાલી રહ્યું છે. આ બારનું નામ સીન્સ બાર છે.

ઇતિહાસમાં પ્રસિદ્ધ ટાઇટેનિક સમુદ્રી જહાજ વિષે તો તમે જાણતા જ હશો. ટાઇટેનિક જહાજ 14 એપ્રિલ 1912 માં સમુદ્રમાં ડૂબી ગયું હતું અને બાદમાં આ દુર્ઘટના પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. મોટાભાગના લોકોને એ ખબર નથી કે એ ટાઇટેનિક સમુદ્રી જહાજને આયર્લેન્ડના બેલફાસ્ટ શહેરમાં બનાવવામાં આવ્યું હતું.

આયર્લેન્ડ દેશ વિષે એવું પણ કહેવામાં આવે છે કે આજના સમયે ધરતી પર જેટલા ધ્રુવીય રીંછ જીવતા છે તેના પૂર્વજો વિષે જો સંશોધન કરવામાં આવે તો એ તમામ રીંછો આયર્લેન્ડમાં 50000 હજાર વર્ષ પહેલા જીવિત એક ભૂરી માદા રીંછના બચ્ચા છે.

હવે મૂળ સવાલ પર આવીએ કે આયર્લેન્ડમાં સાપ કેમ નથી હોતા ? તો તેના પાછળનું કારણ એક પૌરાણિક કથા સાથે જોડાયેલું છે. એ કથા મુજબ આયર્લેન્ડમાં ઈસાઈ ધર્મની સુરક્ષા માટે સેન્ટ પેટ્રિક નામના એક સંતે એક સાથે આખા દેશના સાપોને ઘેરી લીધા હતા અને તેઓને આ આઇલેન્ડ પરથી સમુદ્રમાં ફેંકી દીધા હતા. તેઓએ આ કામ 40 દિવસ સુધી ભૂખ્યા રહીને કર્યું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "જાણો આ દેશ વિશે, જ્યાં નથી રહેતા એકે પણ સાપ અને…"
ટિપ્પણી પોસ્ટ કરો