ધ્રુસકે ને ધ્રુસકે રડાવે એવા સમાચાર, પત્નીએ આપઘાત કર્યાના 21માં દિવસે પતિનું પણ અવસાન, 6 મહિનાનો પુત્ર બન્યો નોંધારો

કોરોના પછી આપઘાતના કિસ્સામાં ભારે વધારો નોંધાયો છે. રોજ સવારે કોઈને કોઈ કિસ્સો તો સામે આવી જ જાય છે અને કોઈ ખુણે કોઈએ મોતને વ્હાલું કરી લીધું હોય છે. જો કે હવે જે કિસ્સો સામે આવ્યો છે એ થોડો અલગ છે.

image source

આ કેસ સુરતથી સામે આવ્યો છે. બન્યું એવું કે સુરતમાં પત્નીના મૃત્યુના 21મા દિવસે પિતાનું છાતીના દુખાવા બાદ રહસ્યમય મોત થવાના કારણે હાહાકાર મચી ગયો છે અને 6 મહિનાનો પુત્ર નોધારો બની ગયો છે. હવે આ કિસ્સો સાંભળીને લોકોના આંસુ ટપકી રહ્યાં છે.

image source

જો વિગતો સાથે વાત કરવામાં આવો તો આ કેસમાં કંઈક એવું બન્યું કે રાજસ્થાનવાસી અશોક ઘાચી સુરતમાં રસોઈયા તરીકે કેટરર્સમાં કામ કરતો હતો. 4 દિવસ પહેલાં જ વતનમાં પત્નીની અંતિમવિધિ પૂરી કરીને આવેલા અશોકના મોતને લઈ પરિવાર ઘેરા આઘાતમાં છે. ત્યારે આ વિશે વાત કરતાં ભવરલાલ ઘાચી એટલે કે મૃતકના મોટા ભાઈએ હકીકત જણાવી હતી કે અશોકના લગ્નને માંડ દોઢ વર્ષ થયું હશે, તેને એક 6 માસનો પુત્ર છે. પત્ની રિન્કુએ 21 દિવસ પહેલાં જ સુરતના કામરેજ માકણા ગામે ઘરમાં આત્મહત્યા કરી જીવ આપી દીધો હતો.

image source

જો કે આ રીતે પત્નીએ જીવ આપ્યો એના પછી અશોકને પત્નીના આપઘાતનો જોરદાર આંચકો લાગ્યો હતો. આઘાતમાં સરી પડેલા આશોકને માનસિક તણાવમુક્ત રાખવા પરિવાર અને સમાજના યુવાનો સાથે રહેતા હતા. આજે અચાનક અશોકને છાતીમાં દુખાવો ઊપડ્યો અને રાડો પાડવા લાગ્યો. એને લઈ પાડોશમાં રહેતા પરિવારે અશોકને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. સમાજના લોકોને જાણ કરતાં આખો સમાજ દોડી આવ્યો હતો. જોકે ત્યારે અશોકના શ્વાસ રુંધાય ગયા હતા અને તેણે પણ પત્નીની જેમ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું હતું.

image source

ભાઈએ વાત કરી કે હજુ તો અશોક રાજસ્થાનમાં પત્નીની અંતિમવિધિ પૂરી કરી શુક્રવારે જ સુરત આવ્યો હતો. એકલા એકલા જીવન બની જતાં તેણે માસૂમ પુત્રને વતનમાં ભાઈ-ભાભી અને માતા-પિતા પાસે ઉછેર કરવાના વિચાર સાથે વતનમાં મૂકી સુરત આવ્યો હતો. હાલ કામરેજ પોલીસ અશોકનું પોસ્ટમોર્ટમ કરાવી મોતનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ તુષાર ચૌહાણ કે જેઓ પોસ્ટમોર્ટમ કરનાર તબીબ છે, તેઓએ આ વિશે વાત કરી હતી કે હોજરીમાંથી કશું પણ મળી આવ્યું નથી. હૃદયની તપાસમાં પણ અટેક આવ્યો હોય એવા કોઈ પ્રાથમિક ચિહનો મળી નથી આવ્યાં, જેથી તમામ પ્રકારનાં સેમ્પલ લઈ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. જો કે આ ઘટના પછી લોકોમાં એક અલગ જ પ્રકારનો શોક છે. કારણ કે સાથે જ એક દીકરો પણ નોઁધારો થઈ ગયો છે.

Related Posts

0 Response to "ધ્રુસકે ને ધ્રુસકે રડાવે એવા સમાચાર, પત્નીએ આપઘાત કર્યાના 21માં દિવસે પતિનું પણ અવસાન, 6 મહિનાનો પુત્ર બન્યો નોંધારો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel