જાણો આ પદ્ધતિ વિશે તમે પણ, અને ઘરે વગર માટીએ ઉગાડો ફળ અને શાકભાજી
શું તમે ક્યારેય માટી વગર ફળ અને શાકભાજી ઉગાવી શકાય તેવું સાંભળ્યું છે ? નહિ ને ? સૌથી પહેલા એક જ પ્રશ્ન ઉભો થાય કે આવું કઈ રીતે શક્ય બને ? પરંતુ પુણે ખાતે રહેતી એક ગૃહિણી છેલ્લા લગભગ 10 જેટલા વર્ષોથી પોતાના ઘરની છત પર માટી વિના જ ફળ અને સબ્જી ઉગાડે છે. આ મહિલાનું નામ નીલા રેનાવીકર છે તેઓ વ્યવસાયે અકાઉન્ટન્ટનું કામ કરે છે. ઉપરાંત તેણી મેરેથોન દોડમાં રનર પણ રહી ચુકી છે. નીલા રેનાવીકરએ પોતાના ઘરની 450 સ્કવેર ફૂટની જગ્યા એકદમ ખેતરમાં જ પરિવર્તન કરી દીધી છે ત્યાં અનેક પ્રકારના ફૂલ, ફળ અને શાકભાજી ઉગે છે.
આ રીતે માટી વગર ઉગે છે શાકભાજી અને ફળ

નોંધનીય છે કે નીલા રેનાવીકર ફળ અને શાકભાજી ઉગાડ વા માટે માટીના કુંડાનો ઉપયોગ નથી કરતી પરંતુ વૃક્ષોના સૂકા પાંદડાઓ, રસોડાનું વેસ્ટ મટીરીયલ અને ગોબર દ્વારા કમ્પોસ્ટ તૈયાર કરે છે અને તેમાં જ નાના નાના છોડવાનો ઉછેર કરે છે. આ કમ્પોસ્ટમાં માટીના બદલે સૂકા પાંદડાઓ હોવાથી તેમાં વધુ સમય સુધી ભીજ રહે છે જેથી તેમાં ઉછેર પામતા છોડવાઓ પણ તંદુરસ્ત રહે છે. વળી, કમ્પોસ્ટ ખાતરને કારણે અળસિયાંઓને પણ અનુકૂળ વાતાવરણ મળી રહે છે જેથી છોડના વિકાસ અને તેમાં આવતી પેદાશમાં પણ સારો એવો ફાયદો થાય છે. આ પ્રકારની ખેતી કરવા માત્ર સમય કાઢીને મહેનત કરવાની જ જરૂર રહે છે.
ઈન્ટરનેટ પરથી મળી હતી માહિતી

નીલા રેનાવીકરને ઇન્ટરનેટના માધ્યમથી આ પ્રકારની ખેતી કરવાની માહિતી મળી હતી તેણે યુટ્યુબ પર આ વિષય સંબંધિત અનેક વિડીયો જોઈને આ રીતે ખેતી કરવાનો વિચાર કર્યો અને ધીમે ધીમે તેના વિકાસ માટેની માવજત અને દેખરેખ માટેની પણ માહિતી મેળવી અને ત્યારબાદ પોતાના ઘરે જ તેનો પ્રયોગ શરુ કર્યો. શરૂઆતમાં નીલા રેનાવીકરએ કમ્પોસ્ટ બનાવવા માટે ખાલી ડબ્બામાં ચોક્કસ માત્રામાં સૂકા પાંદડાઓ અને ગોબર નાખ્યું અને દર અઠવાડિયે તેમાં રસોડાનું વેસ્ટ મટીરીયલ નાખવાનું શરુ કર્યું. આ રીતે એક મહિનામાં જ કમ્પોસ્ટ તૈયાર થઇ ગયું.
અન્યોને પણ આપે છે પ્રેરણા

હાલમાં નીલા રેનાવીકરના બગીચામાં 100 જેટલા ડબ્બાઓ છે જેમાં અલગ અલગ પ્રકારના ફળો અને શાકભાજી ઉગે છે. નીલા પોતાને ત્યાં ઉગેલા ફળો અને શાકભાજી પોતાના મિત્રોમાં પણ વહેંચે છે. એ ઉપરાંત તેણીએ ઓર્ગેનિક ગાર્ડનિંગ નામે ફેસબુક ગ્રુપ પણ બનાવ્યું છે જેમાં લગભગ 30000 જેટલા સભ્યો છે ગ્રુપમાં તે આ વિષય સંબંધી ટિપ્સ આપે છે.
આ રીતે કરી હતી શરૂઆત

નીલા રેનાવીકરએ શરૂઆતમાં એક ડોલમાં કમ્પોસ્ટ નાખી તેમાં કાકડીમાં બીજ રોપ્યા હતા. લગભગ 40 દિવસો બાદ તેમાં બે કાકડી ઉગી હતી. ત્યારબાદ નીલાએ મરચા, ટમેટા, બટેટા પણ ઉગાવ્યાં. નીલા રેનાવીકરના કહેવા મુજબ માટી વગરની આ ખેતીના ત્રણ મોટા ફાયદા છે. 1). તેમાં જીવાત નથી થતી 2). તેમાં બિનજરૂરી ઘાસ નથી ઉગતું 3). આ ખેતીથી છોડને માટીની સરખામણીએ વધુ પોષણ મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "જાણો આ પદ્ધતિ વિશે તમે પણ, અને ઘરે વગર માટીએ ઉગાડો ફળ અને શાકભાજી"
ટિપ્પણી પોસ્ટ કરો