આ યુવાને કોરોના વાયરસથી બચવા મફતમાં તૈયાર કર્યું ફેસ શિલ્ડ, જોઇ લો આ વિડીયોમાં તમે પણ
કોરોના વાયરસ મહામારીથી આખો દેશ પ્રભાવિત છે. આ ઘાતક વાયરસના સંક્રમણથી બચવા માટે લોકો પોતાના ઘરોમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. એ સિવાય સ્કૂલ અને સિનેમાઘરો પણ બંધ છે ત્યારે લોકોને સલાહ પણ અપાય છે કે જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળવું અને તેમાંય નાના બાળકો અને મોટી ઉંમરના વૃદ્ધોને ઘરમાં જ રહેવું સલામત છે.

તેમ છતાં ધંધાર્થીઓ અને જરૂરી કામ માટે અમુક લોકોને ઘરની બહાર નીકળવું ફરજીયાત હોય ત્યારે તેઓ માસ્ક અને ફેસ શિલ્ડ પહેરીને બહાર નીકળવું હિતાવહ ગણાય છે. માસ્ક વિષે તો આપણે સૌ જાણીએ જ છીએ પણ ફેસ શિલ્ડ એ અમુક લોકો માટે કદાચ નવો શબ્દ હશે. ફેસ શિલ્ડ અસલમાં પ્લાસ્ટિકનું એક કવર હોય છે જે ચેહરા પર આગળની બાજુએ પહેરી શકાય છે જેથી ચેહરો ફિઝિકલ રીતે કોઈના ટચમાં નથી આવતો અને તેમાં માત્ર નાક જ નહિ પણ આખા ચેહરા પર ડસ્ટ કે વાયરસ નથી લાગતો.

આમ તો આવા ફેસ શિલ્ડ બજારમાં મળતા હોય છે પણ તાજેતરમાં જ એક યુવાને દેશી જુગાડ કરીને બનાવેલા ફેસ શિલ્ડનો વિડીયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે એક યુવાન કોલ્ડડ્રીંકની એક ખાલી બોટલ દેખાડી રહ્યો છે અને તેનો ઉપરનો તથા નીચેનો ભાગ જે તેણે પહેલાથી જ કાપેલો હતો એ હટાવીને દેખાડે છે. જયારે બોટલનો બાકીનો એટલે કે મધ્ય ભાગનો જે ટુકડો વધે છે તેનો એ યુવાન ફેસ શિલ્ડ તરીકે ઉપયોગ કરે છે અને પોતાના ચેહરા પર પહેરે છે.
Nothing can beat this Desi “0 cost Face Shield.”
Amazing invention.👏👌👍@thebetterindia pic.twitter.com/EnJkereEby— Awanish Sharan (@AwanishSharan) July 29, 2020
યુવાનનો આ વિડ્યો વાયરલ થતા થતા IAS અધિકારી અવનિશ શરણ પાસે પહોંચ્યો હતો અને તેઓએ પણ આ વીડિયોને પસંદ કરી પોતાના ટ્વિટર હેન્ડલ પર શેયર કર્યો હતો. જ્યાંથી આ વિડીયો વધુ વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયોના સંદર્ભમાં અવીણીશ શરણે લખ્યું છે કે આ દેશી જુગાડને કોઈ ન હરાવી શકે, શૂન્ય ખર્ચ અને શાનદાર શિલ્ડ, અદભુત આવિષ્કાર.

જયારે આ આર્ટિકલ લખાઈ રહ્યો છે ત્યારે વીડિયોમાં 13000 જેટલા વ્યુ મળી ચુક્યા છે અને એક હજારથી વધુ લાઈક, 200 થી વધુ કમેન્ટ તેમજ રિટ્વિટ પણ મળી શક્ય છે. સોશ્યલ મીડિયા યુઝર્સ દેશી જુગાડ વાળો આ વિડીયો પસંદ કરી રહ્યા છે. એટલું જ નહિ યુઝર્સ આ જુગાડની પ્રસંશા પણ કરી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "આ યુવાને કોરોના વાયરસથી બચવા મફતમાં તૈયાર કર્યું ફેસ શિલ્ડ, જોઇ લો આ વિડીયોમાં તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો