ભારતમાં આવેલી આ જગ્યા પર જતાની સાથે જ તમારું દિલ થઇ જશે ખુશ-ખુશ, મારો તમે પણ એક વાર અહીં લટાર
ફૂલો કોને ન ગમે ? નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈને ફૂલો જોવા ગમતા જ હોય. અને તેમાંય તમને જો એવા સ્થળે લઇ જવામાં આવે જ્યાં ચારેબાજુએ ફૂલો અને ફૂલો જ હોય તો ? ત્યાંના મનમોહક વાતાવરણ કલ્પના જ મગજ અને મનને તાજગીથી ભરી દે છે. પણ આવું વાસ્તવિક સ્થાન પણ છે ઉત્તરાખંડની ફૂલોની પહાડીઓ. હિમાલયના ખોળે હજારો ફૂલોથી ભરેલી આ પહાડીઓ અહીં આવનારનું મન મોહી લે છે.
ઉત્તરાખંડમાં હિમાલયી ક્ષેત્રમાં ફેલાયેલી આ ઘાટીને ફૂલોની ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન પણ ક્હેવામાં આવે છે. લગભગ 87.50 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી આ ફૂલોની ઘાટીને વર્ષ 1982 માં રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવી હતી.
ફૂલોની આ ખુબસુરત ઘાટીની શોધ સૌપ્રથમ બ્રિટિશ પર્વતારોહી ફ્રેન્ક એસ સ્મિથ અને તેના સાથી આર એલ હોલ્ડ્સવર્થએ વર્ષ 1931 માં કરી હતી. તેઓ પોતાના કામેટ પર્વતના અભિયાન પરથી પાછા ફરી રહ્યા હતા ત્યારે તેને આ ફૂલોની ઘાટી નજરે પડી હતી અને તેને આ સ્થાન એટલું ગમી ગયું કે વર્ષ 1937 માં અહીં ફરીથી આવ્યા હતા.
તેમણે વર્ષ 1938 માં ” વેલી ઓફ ફ્લાવર્સ ” નામનું પુસ્તક પણ લખ્યું. એવું માનવમાં આવે છે કે આ ફૂલોની ઘાટીમાં લગભગ 500 જેટલી અલગ અલગ પ્રજાતિના ફૂલો થાય છે. નવેમ્બરથી મે મહિના સુધી આ ઘાટી પર બરફની ચાદર છવાયેલી રહે છે અને ત્યારબાદ અહીં રંગબેરંગી ખુબસુરત ફૂલો પર્યટકોને પોતાની તરફ આકર્ષે છે.
ફૂલોની ઘાટી ફેક્ટ ફાઈલ
- * ફૂલોની ઘાટીનું આ ઉદ્યાન 87.50 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે.
- * ફૂલોની ઘાટીને વર્ષ 1982 માં રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યું હતું.
- * નંદા દેવી રાષ્ટ્રીય ઉદ્યાન અને ફૂલોની ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન સંયુક્ત રીતે વર્લ્ડ હેરિટેઝ સાઈટ જાહેર કરાયા છે.
- * ફૂલોની ઘાટી ઉદ્યાન ચમોલી જિલ્લાના છેલ્લા બસ સ્ટેશનથી 275 કિલોમીટરના અંતરે સ્થિત છે અને ત્યાંથી પ્રવેશ સ્થળ 13 કિલોમીટરના અંતરે છે.
- * ફૂલોની ઘાટી 3 કિલોમીટર લાંબી અને અડધા કિલોમીટર જેટલી પહોળી છે.
- * ફૂલોની ઘાટીને વર્ષમાં ચાર મહિના માટે ખોલવામાં આવે છે અને ત્યારે અહીં દેશ વિદેશના પર્યટકો મુલાકાત લેવા આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "ભારતમાં આવેલી આ જગ્યા પર જતાની સાથે જ તમારું દિલ થઇ જશે ખુશ-ખુશ, મારો તમે પણ એક વાર અહીં લટાર"
ટિપ્પણી પોસ્ટ કરો