શું તમે પણ મોબાઇલને કારણે નથી કરતા આ કામ?
સારી લાઇફસ્ટાઇલથી જ સારું સ્વાસ્થ્ય મેળવવાની આશા રાખી શકાય છે. સારા ખાવાપીવાની સાથે પૂરતી ઊંઘ મેળવવી એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. એક રિસર્ચનું માનીએ તો સ્વસ્થ શરીર માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે.
એવામાં અમુક લોકો દ્વારા રાત્રે 7-8 કલાકની ઊંઘ ન લેવી, સમયસર ન સુઈ જવું, દિવસ દરમિયાન વચ્ચે વચ્ચે સુઈ જવું અને મોડી રાત સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ એ ખોટી આદત છે. તમારી આ ખોટી આદતો અનિંદ્રા વિકારની તકલીફ તરફ ઈશારો કરી રહી છે.

એક્સપર્ટ અનુસાર, ઊંઘ સાથે જોડાયેલા વિકારને કારણે ઘણી સિચ્યુએશન પર અસર પડે છે. એનાથી પીડાતા લોકોને આખો દિવસ માથામાં દુખાવો અને તણાવ રહે છે.
ઊંઘ સાથે જોડાયેલી બીમારીઓમાં સૌથી સામાન્ય કહી શકાય એવી બીમારી છે ઈંસોમેનિયા.
સ્લીપ એપનિયા.

આના કારણે લોહીમાં ઓક્સિજનની ઉણપ આવી જાય છે જેના કારણે શ્વાસ લેવાંમાં પણ તકલીફ થવા લાગે છે. આમાં ઘણીવાર અચાનક જ શ્વાસ રોકાઈ જાય છે ને ઘણીવાર અચાનક જ શરૂ થઈ જાય છે. આના કારણે દિમાગ અને શરીરના અન્ય ભાગોમાં ઓક્સિજનનો પ્રવાહ પ્રભાવિત થાય છે. એવામાં ઊંઘ ન આવવાની સમસમ્ય સર્જાય છે. એની સાથે જ વ્યક્તિમાં એ લક્ષણો પણ દેખાય છે જેમ કે નસકોરા બોલવા, ગભરામણ અને જાગતાંની સાથે જ મોઢું સુકાઈ જવું.
ઈંસોમેનિયા.

આ એક અનિંદ્રા વિકાર છે. આમાં વ્યક્તિને સંપૂર્ણ ઊંઘ ન આવવાના કારણે તકલીફ અનુભવાય છે. આનાથી પીડાતા લોકોમાં આખો દિવસ ઉર્જાની ઉણપ લાગે છે અને વ્યક્તિ થાકેલો થાકેલો લાગે છે.
રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ.

આ વિકારના દર્દીને સારી રીતે આરામ નથી મળી શકતો. એ સતત પોતાના પગને ઝડપથી હલાવ્યા કરે છે. આવું મુખ્ય રીતે હાઈ બ્લડપ્રેશરના કારણે થાય છે. આમ વ્યક્તિને પોતાના પગમાં બળતરા મહેસુસ થાય છે જે સારી ઊંઘ ન આવવાનું કારણ બને છે.
સ્લીપ પેરાલીસીસ.

આ વિકારમાં વ્યક્તિ જાગીને તરત કે સૂતી વખતે હલવા કે બોલવા માટે પુરી રીતે સક્ષમ નથી હોતો. આવી પરિસ્થિતિમાં વ્યક્તિને દબાણ અને તાત્કાલિક ડરનો અનુભવ થાય છે. ઘણી વાર આનાથી પીડિત લોકો સંપૂર્ણ રીતે એલર્ટ હોય છે તો પજ એ હાલી ચાલી નથી શકતા.
સ્કેડિયન રિધમ ડિસઓર્ડર.

આ વિકારમાં પીડિતનું ઇન્ટરનલ બાયોલોજીકલ કલોક બહારના સમય સાથે મેળ નથી ખાતી હોતી. આ બીમારી સામાન્ય રીતે એ લોકોને થાય છે જે નાઈટ શિફ્ટ કે પછી મોડી રાત સુધી કામ કરતા હોય છે. આ વિકારમાં વ્યક્તિનું દિમાગ સુવાના સમયથી થોડા કલાક પાછળ ચાલી રહ્યું હોય છે.
સારી અને પૂરતી ઊંઘ મેળવવાની કેટલીક ખાસ ટિપ્સ.
. સુવાનો અને ઉઠવાનો સમય નક્કી કરો. અને એ સમયને રોજ સારી રીતે ફોલો પણ કરો.
સાંજે અને સુતા પહેલા કોફી ન પીઓ. કારણ કે કોફીમાં એવા તત્વો હોય છે જેને કારણે ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે..

. સુતા પહેલા ટીવી, કમ્પ્યુટર કે મોબાઈલનો ઉપયોગ ન કરો.
. રોજ 20 થી 30 મિનિટ યોગા કે વ્યાયામ કરો.
. રાત્રે સારી રીતે ઊંઘ આવે એ માટે બપોરના સમયે ઝોકું ન મારો.
. સુતા પહેલા સ્નાન કરો. આનાથી તમને રિલેક્સ લાગશે અને સારી ઊંઘ આવવામાં મદદ મળશે.

. તમારી ડાયટનું પણ સારી રીતે ધ્યાન રાખો. જમવાના પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "શું તમે પણ મોબાઇલને કારણે નથી કરતા આ કામ?"
ટિપ્પણી પોસ્ટ કરો