ચહલની પત્ની ધનશ્રીએ ગુજરાતી ગીત પર લગાવ્યા ઠુમકા, અને અમદાવાદીઓને આપ્યો આ ખાસ મેસેજ, જોઇ લો વિડીયોમાં તમે પણ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં થશે. 24 ફેબ્રુઆરીથી શરુ થનાર આ મેચને લઈને બંને ટીમ ખુબ ઉત્સાહિત છે કારણ કે આ મેચ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ડેડિયમમાં રમાનાર છે. આ મેચમાં ટીમ ઈંડિયા પોતાની પુરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. કારણ કે જો આ મેચ ટીમ ઈંડિયા હારે છે તો તેના માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચવાના બધા જ દરવાજા બંધ થઈ જશે. આ મેચ માટે મોટેરા સ્ટેડિયમમાં પણ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.

જો કે આ મેચને લઈને અન્ય એક વ્યક્તિ છે જે ખૂબ ઉત્સાહિત જોવા મળે છે. તેણે આ ખુશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યક્ત પણ કરી છે. આ વ્યક્તિ છે સ્ટાર ક્રિકેટર યજુવેંદ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા. જી હાં મોટેરાની મેચ પહેલા ધનશ્રી ચર્ચામાં આવી છે. કારણ કે મેચ શરુ થવાના પહેલા ધનશ્રી વર્માએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ગુજરાતી ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે.

આ વીડિયો ધનશ્રીએ ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં કે ક્રિકેટના રંગમાં રંગાયેલી જોવા મળે છે. વીડિયોમાં તે જબરદસ્ત ડાંસ કરતી જોવા મળે છે. સાથે જ તે વચ્ચે વચ્ચે બેટિંગના એક્સપ્રેશન પણ આપી રહી છે. આ વીડિયોને તેના ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં ડાન્સ કરતાં કરતાં તે એમ પણ કહે છે કે અમદાવાદ તૈયાર રહે.

જણાવી દઈએ કે ધનશ્રી વર્મા એક પ્રખ્યાત યૂટ્યૂબર છે અને સાથો સાથે તે એક કોરિયોગ્રાફર પણ છે. યજુવેંદ્ર અને ધનશ્રીએ ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં સગાઈ કરી હતી અને ફેન્સને આ ખુશખબરી આપી હતી. ત્યારબાદ ચહલ ઈંડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં ભાગ લેવા માટે દુબઈ ગયો હતો. આઈપીએલ 2020માં ધનશ્રી ચહલની ટીમને સપોર્ટ કરતી જોવા મળી હતી.
આઈપીએલ પૂર્ણ થયા બાદ ચહલ ઓસ્ટ્રેલિયાઈ પ્રવાસ પર ગયો હતો જ્યાં તે લિમિટેડ ઓવર સીરીઝની ટીમ સાથે જોડાયો હતો. ત્યાંથી પરત ફર્યા બાદ ધનશ્રી વર્મા સાથે તેણે ડિસેમ્બર મહિનામાં લગ્ન કર્યા હતા.
ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તેના 1 મિલિયનથી પણ વધારે ફોલોવર્સ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. આ વીડિયોને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જો કે આ વીડિયો જોઈ અને લોકો એવો પણ અંદાજ લગાવી રહ્યા છે કે ધનશ્રી અમદાવાદમાં પણ ચહલને સપોર્ટ કરવા આવનાર છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "ચહલની પત્ની ધનશ્રીએ ગુજરાતી ગીત પર લગાવ્યા ઠુમકા, અને અમદાવાદીઓને આપ્યો આ ખાસ મેસેજ, જોઇ લો વિડીયોમાં તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો