લોકો પોતાના ફોટોને ફોટોશોપ કરવા કરે છે રિકવેસ્ટ કરી આપે છે જાદુ…

લોકો આ કલાકારને તેમની તસ્વીરોને કોઈ પૌરાણિક પાત્રમાં ફેરવવા કહી રહ્યા છે – તસ્વીરો જોઈ તમે પણ થઈ જશો અભિભૂત

લેટેસ્ટ ઇમેજ એડેટીંગ સોફ્ટવેરમાં એવી ખાસીયત રહેલી છે જે આપણી કલ્પનાઓને જીવંત બનાવી શકે છે. આજે જો તમે તમારી જાતને તમારા કોઈ ફેવરિટ સેલેબ્રીટીની ઇમેજમાં જોવા માગશો તો તે શક્ય છે. જો તમે તમારી તસ્વીરમાંના બેકગ્રાઉન્ડને બદલીને માલદિવ્સના બીચમાં ફેરવવા ઇચ્છશો તો તે શક્ય છે. આમ તમે ઘરે બેસીને જ તમારી જાતની એવી તસ્વીર બનાવી શકો છો જાણે દીપિકા પાદુકોણે માલદીવ્સમાં બેઠી બેઠી મજા ન કરી રહી હોય. કે પછી કોઈ કોકટેઇલ ન પી રહી હોય !

image source

તેવી જ રીતે બેંગલુર સ્થીત એક આર્ટીસ્ટ, કરન આચાર્ય પણ લોકોને સુંદર પૌરાણિક પાત્રોમાં ફેરવી રહ્યો છે અને લોકો તેને તેમ કરવા માટે રિક્વેસ્ટ કરી રહ્યા છે. તેણે પોતાની આ કળાની કેટલીક તસ્વીર પોતાના ટ્વીટર અકાઉન્ટ દ્વારા શેર કરી છે.

તો ચાલો જોઈલો આ સુંદર તસ્વીરો. આ તસ્વીર કે જે એક ગામડામાં રહેતા પતિ-પત્નીની છે તેમણે આ આર્ટિસ્ટને અરજ કરી છે કે તેમના ત્રણ જણના ફેમિલિની આ તસ્વીરને ક્રીષ્ના અને તેના માતાપિતામાં કન્વર્ટ કરે. અને જુઓ આર્ટીસ્ટે કેવી અદ્ભુત કળા દર્શાવી છે. આર્ટિસ્ટે તસ્વીરમાંના નાના બાળકને કાનુડો બનાવ્યો છે, તો તેના માતા પિતાને નંદ બાબા અને યશોદા મૈયા બનાવ્યા છે.

તે જ રીતે તેણે બીજા કેટલાક લોકોની તસ્વીરો પણ આ રીતે બદલી છે. તો વળી કેટલાક કુદરતી તત્ત્વો જેમ કે ઝાડ તેમજ વાદળાને પણ તેણે પૌરાણિક ભગવાનમાં ફેરવ્યા છે જુઓ જરા આ સુંદર દસ્વીરો. આ ઝાડની તસ્વીરમાં તેણે ઝાડને દુર્ગા માતાના સ્વરૂપમાં ફેરવ્યું છે.

તો બીજી તસ્વીરમાં તમે જોઈ શકો છો કે એક બાળકે કૃષ્ણનો વેશ ધારણ કર્યો છે તો તેની સામાન્ય તસ્વીરને આ આર્ટિસ્ટે અદ્ભુત બનાવી મુકી છે.

તો વળી એક તસ્વીરમાં એક નાનું બાળક સામાન્ય ઘોડા પર બેઠું છે જે તસ્વીરને આ આર્ટિસ્ટે કોઈ બાહુબલીની ફિલ્મ હોય તે રીતે એડીટ કરીને બનાવ્યું છે. આ તસ્વીર જોઈ તમને પણ તમારા બાળકની આવી જ કોઈ તસ્વીર તૈયાર કરાવવાનું મન થઈ જશે.

એક વ્યક્તિએ આ આર્ટિસ્ટને પોતાના ઓટિઝમ ધરાવતા નાના ભાઈની એક તસ્વીર આપી હતી જેને તેણે તેને ક્રિષ્નામાં ફેરવવાની રિક્વેસ્ટ કરી હતી અને તમે જોઈ જ શકો છો કે આર્ટિસ્ટે કેવી કમાલ કરી બતાવી છે.

તો બીજી એક તસ્વીરમાં ફરી આર્ટિસ્ટે એક નાનકડા બાળકને કાનુડામાં ફેરવ્યો છે. એમ પણ આપણે બધા જ માનીએ છીએ કે દરેક નાનું બાળક કાનુડા જેવું જ હોય છે. આ એક સાવજ સામાન્ય તસ્વીરને કેવી સુંદર રીતે આ આર્ટિસ્ટે એડીટ કરી છે તે તમે જોઈ શકો છો.

તેમની પાસે બીજી એક તસ્વીર નાના બાળકની આવી હતી જેમાં તેમણે બાળકને ભગવાન રામમાં ફેરવ્યું છે. હાથમાં સરસ મજાનું તીર કામઠું થમાવ્યું છે, તો વળી સુંદર વસ્ત્રો પણ બાળકને એડીટ કરીને પહેરાવ્યા છે.

તો વળી બીજી એક તસ્વીરમાં તેમણે બાળકને શિવજીમાં ફેરવ્યું છે. બાળકે ઓરિજનલ તસ્વીરમાં શિવજી જેવો પોઝ આપ્યો છે અને ત્યાર બાદ આર્ટિસ્ટે તેને એડીટ કરીને બાળકને શિવજીના વસ્ત્રો પહેરાવ્યા છે. હાથમાં ત્રીશુલ થમાવ્યું છે. સુંદર ઝટા બનાવી છે અને તેમાંથી વહેતી ગંગામૈયા પણ બનાવી છે. તો વળી બાળ શિવજી જાણે કૈલાશ પર તપસ્યા કરી રહ્યા હોય તેમ બેકગ્રાઉન્ડમાં બર્ફિલા પહાડો મૂકવામાં આવ્યા છે.

આ તસ્વીર તો અદ્બુત છે. આ એક વાદળાની તસ્વીર છે. જે કુદરતી રીતે જ ગણપતિજીના શેપમાં આકાશમાં રચાયું હતું. અને તેને ગણપતિજીની લાક્ષણિકતા આપવાની રિક્વેસ્ટ આર્ટિસ્ટને કરવામાં આવી હતી અને તમે જોઈ શકો છો કે એક વાદળને કેટલી સુંદરરીતે એડીટ કરીને ગણપતિજીની પ્રતિમામાં ફેરવવામા આવ્યું છે.

મૂળે આ તસ્વીર સાવ જ સામાન્ય હતી. જેમાં એક બાળક હનમાનજી જેવું મોઢું બનાવી રહ્યો છે. અને ત્યાર બાદ આ આર્ટિસ્ટે આ તસ્વીરમાં હનુમાનજીની કેટલીક લાક્ષણિકતાઓ જેમ કે, તેમની પૂંછડી, તેમના વસ્ત્રો વિગેરે ઉમેરીને તેને અદ્ભુત બનાવી દીધી હતી. આવી તો ઘણી બધી તસ્વીર આર્ટિસ્ટે એડીટ કરીને બનાવી છે.

કેટલીકવાર આર્ટિસ્ટ લોકોની તસ્વીરોને એડીટ કરીને કોઈ ઐતિહાસિક મહાન આત્મામાં પણ કન્વર્ટ કરે છે. જુઓ આ તસ્વીર. આ તસ્વીરમાં એક પિતા પુત્ર કારમાં બેઠા છે. અને તેને એડીટ કર્યાબાદની તસ્વીર જુઓ તેમાં પિતાને શિવાજી મહારાજ તરીકે એડિટ કરવામાં આવ્યા છે અને તેમના ખોળામાં તેના પુત્રને બાળ શિવજી તરીકે એડીટ કર્યો છે.

તો વળી સાડી પહેરેલી એક યુવતિની તસ્વીરને તેમણે નળ અને દમયંતિની અત્યંત જાણીતી વાર્તાના ચરિત્ર તરિકે એડીટ કરીને બનાવી છે. આવી તો આર્ટીસ્ટે અદ્ભુત તસ્વીરો અત્યાર સુધીમાં બનાવી છે.

તેને રોજ ઘણા બધા લોકો પોતાની તસ્વીરોને એડીટ કરવાની રિક્વેસ્ટ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "લોકો પોતાના ફોટોને ફોટોશોપ કરવા કરે છે રિકવેસ્ટ કરી આપે છે જાદુ…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel