રોજ ૨ ચમચી ઘી ખાવાથી થશે અજબ-ગજબ ફાયદાઓ…
સવારે ઘી
ઘી. કેટલીક વ્યક્તિઓ સામે ઘીનું નામ આવતા જ મોઢું બગડી જાય છે જયારે કેટલીક વ્યક્તિઓ એવી પણ હોય છે જેમને ઘી ખુબ જ ભાવે છે. આ સાથે જ ઈન્ટરનેટ પર પણ સૌથી વધારે આ જ સવાલ સર્ચ કરવામાં આવે છે કે, શું ઘી ખાવાથી વજન વધે છે? જેના જવાબમાં ગુગલનો જવાબ ના હોય છે. આ લેખમાં અમે આપને ઘીને સેવન કરવાની કેટલીક રીત તેના સમય સાથે જણાવીશું જેની મદદથી આપ આપના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ મળશે. ઉપરાંત કેટલાક એવા સવાલોના જવાબ પણ મળશે જે આપણા મનમાં ઉદ્દભવતા હોય છે.
શું ઘીનું સેવન કરવાથી વજનમાં વધારો થાય છે ? :
છેલ્લા ઘણા સમયથી લોકોના મનમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે, ઘીનું સેવન કરવાથી આપણા શરીરના વજનમાં વધારો થાય છે. પરંતુ આ માન્યતા સદંતર ખોટી પડી ગઈ છે. સાચી વાત તો એ છે કે, આપણા શરીરને જેમ અલગ અલગ પોષક તત્વો મેળવવા માટે ખોરાકની જરૂરિયાત હોય છે તે પ્રમાણે જ શરીરના સાંધાના ભાગ માટે ઘી ખુબ જ જરૂરી ખોરાક છે. ઘી આપણા શરીર માટે ખુબ જ પોષણક્ષમ આહારનું સેવન કરવું જરૂરી માનવામાં આવ્યું છે કારણ કે, ઘી આપણા આખા શરીરના સાંધાઓ માટે લુબ્રિકેંટનું કામ કરે છે. એટલા માટે ઘીને સાંધાનું લુબ્રિકેંટ કહેવામાં આવે છે.
ઘીનું સેવન ક્યારે કરવું જોઈએ ?
આપણા શરીરના સ્વાસ્થ્ય માટે વધુમાં વધુ ફાયદા મેળવવા માટે ઉત્તમ સમય છે સવારના સમયે ખાલી પેટે સેવન કરવાના સમયને ઉત્તમ સમય માનવામાં આવે છે. જો આપ સવારના સમયે ખાલી પેટે ઘીનું સેવન કરવામાં આવે છે તો ત્યારે ઘીનું સેવન કરવાથી આપણા શરીરનો મેટાબેલિક રેટમાં વધારો થાય છે. આ સાથે જ આપનું વજન ઘીના કારણે વધવાને બદલે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
સવારના સમયે ઘીનું સેવન કરવાના કેટલાક લાભ.:
-મનુષ્યના શરીરમાં લોહીનો ખુબ મહત્વનો ભાગ ધરાવે છે. લોહીમાં રહેલ જુદા જુદા કણો શરીરની ક્ષમતા વધારવા માટે મદદ કરે છે. સવારના સમયે ઘીનું સેવન કરવાથી શરીરના સેલ્સ ફરીથી જીવંત અવસ્થામાં આવે છે જે આપની ત્વચાને ચમકાવે છે. ઉપરાંત ડ્રાય સ્કીનને દુર કરીને આપને સોફ્ટ અને સ્વસ્થ ત્વચા પ્રદાન કરે છે. ઘીનું સેવન કરવાથી આપની ત્વચાને ઘણા ફાયદા થાય છ.
-સવારના સમયે ઉઠીને તરત જ ઘીનું સેવન કરવાથી શરીરમાં થતા સાંધાના દુઃખાવામાં રાહત આપવાનું કામ કરે છે. ઘીમાં રહેલ લુબ્રિકેંટ આપણા શરીરના સાંધાને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે અને હાડકાના દુઃખાવાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
-સવારના સમયે ખાલી પેટે ઘીનું સેવન કરવાથી શરીરની ચરબી વધતી નથી ઉપરાંત નિયમિત રીતે સવારના સમયે ખાલી પેટે ઘીનું સેવન કરવાથી શરીરની ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ આપણું શરીર વ્યવસ્થિત રીતે કામ કરે છે અને શરીરને મજબુત બનાવવા માટે ઘી અતિ ઉત્તમ આહાર માનવામાં આવે છે.
સવારના સમયે નિયમિત રીતે ઘી આપ આપની પસંદ પ્રમાણે સેવન કરીને શરીર માટે ખુબ ઉપયોગી સાબિત થાય છે. ઘી આપણને લાંબા અને સ્વસ્થ જીવન માટે જીવવા માટે મદદરૂપ થાય છે. આવા જ કેટલાક કારણો લીધે જુના જમાનામાં લોકો લાંબુ અને સ્વસ્થ જીવન વિતાવતા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
0 Response to "રોજ ૨ ચમચી ઘી ખાવાથી થશે અજબ-ગજબ ફાયદાઓ…"
ટિપ્પણી પોસ્ટ કરો