આજ પછી ક્યારે ના ફોડતા આંગળીના ટચાકા, નહિં તો આ બીમારીઓ શરીરમાં કરશે એન્ટ્રી
તમે પણ મોબાઈલ પર કલાકો ચેટ અને કોમ્પ્યુટર પર ટાઈપિંગ- ટેપિંગ કર્યા પછી કે થોડું ઘણું કામ કર્યા બાદ થાકી જાઓ છો? અને એ થાક દૂર કરવા તમે તમારી આંગળીઓને વાળીને તેના ટચાકા ફોડો છો?.
ઘણા લોકોમાં તમે આ આદત જોઈ હશે. પરંતુ શું તમને જરા સરખો પણ ખ્યાલ છે કે તમારી આ આદત તમારા હાડકા પર ખરાબ અસર કરી શકે છે. જો તમને તેનાથી થતા નુકસાન વિશે ખબર પડશે તો તમે આજથી જ બદલી દેશો તમારી આ આદત. ઘણા લોકો સતત કામ કરવાના કારણે પણ થાકી જઈને આરામથી પોતાના આંગળીના ટચાકિયા કરતા હોય છે. આવા લોકો એવું માનતા હોય છે કે આંગળીના ટચાકિયા પડવાના કારણે તેની આંગળીઓ ને આરામ મળે છે. પણ હકીકત કઈક અલગ જ છે. તો ચાલો જાણી લઈએ.
વૈજ્ઞાનિકોએ કરેલી રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જો કોઈ આંગળીના ટચાકિયા ફોડે છે તો એ વ્યક્તિઓને ખરાબ આદતો માની એક માનવામાં આવે છે. આ રિસર્ચ પરથી વધુ જાણવા મળ્યું છે કે જે કોઈપણ વ્યક્તિને વારેવારે આંગળીના ટચાકિયા ફોડવાની ટેવ હોય તો તે વ્યક્તિના હાડકા નબળા પડી જાય છે.
જ્યારે તમે અજાણતા વારેઘડી ટચાકા ફોડો છો ત્યારે તે થોડા સમય બાદ ગંભીર બીમારીનું રૂપ લઈ શકે છે. તે સ્વાસ્થ્ય પર તો ખરાબ અસર કરે છે પણ સાથે તે હાડકા પર પણ ખરાબ અસર કરે છે. તેનાથી કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે.
રિસર્ચ પરથી એ પણ જાણવા મળ્યું છે કે જો તમે પણ તમારા પગ અને હાથની આંગળીઓના વારંવાર ટચાકિયા ફોડ્યા કરતા હોય તો તેના કારણે તેની અંદર રહેલા સાંધા નબળા પડી જતા હોય છે અને તેની સીધી જ અસર તમારા હાડકા ઉપર પડે છે. એટલું જ નહીં એની સાથે સાથે તમારા સાંધા ની અંદર પણ દુખાવો થવા લાગે છે.
જે વ્યક્તિને વારંવાર ટચાકિયા ફોડવાની ટેવ હોય તો તેના કારણે એ વ્યક્તિ ના હાડકા ખૂબ નબળા પડી જતા હોય છે આથી આવા વ્યક્તિઓને વારંવાર હાથ અને પગમાં દુખાવાની તકલીફ રહેતી હોય છે.
આમ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વારેવારે ટચાકિયા ફોડવા એ ખૂબ ખરાબ આદત માનવામાં આવે છે અને જો તમને પણ આવી આદત હોય તો આજે જ તેને છોડી દો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "આજ પછી ક્યારે ના ફોડતા આંગળીના ટચાકા, નહિં તો આ બીમારીઓ શરીરમાં કરશે એન્ટ્રી"
ટિપ્પણી પોસ્ટ કરો