ક્રિકેટર જસપ્રિત બુમરાહનું મુંબઈમાં છે એક આલિશાન ઘર, જોઈ લો ફોટા
ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ એમની ઉમદા ફાસ્ટ બોલિંગ માટે જાણીતી છે પણ શું તમને ખબર છે કે એમને મુંબઈમાં એમનું આલિશાન મકાન બનાવ્યું છે. તો ચાલો નાખી લઈએ એક નજર એમના સ્ટાઈલિશ એપાર્ટમેન્ટની અંદરના ફોટા પર.

જસપ્રિત બુમરાહ ભલે મેદાનમાં ખૂબ જ મહેનત કરવા માટે ઓળખાતા હોય છે પણ જ્યારે રિલેક્સ કરવાની વાત આવે છે તો પણ એ પાછળ નથી રહેતા. એમના ઘરમાં એક એન્ટરટેનમેન્ટ રૂમ છે જ્યાં એ ઘણીવાર નવરાશના પળ વિતાવે છે. આ રૂમમાં બેસીને એમને વિડીયો ગેમ્સ રમવાનું ખૂબ જ ગમે છે.
જસપ્રિત બુમરાહના ઘરની દીવાલો અને ફર્નિચર ખૂબ જ સુંદર છે. એમને લાઈટ કલરનું ડેકોરેશન ખૂબ જ પસંદ છે.

જસપ્રિત બુમરાહ એમની બાલ્કનીની હરી ભરી રાખવાનું ગમે છે. અહીંયા એમને ઘણા કુંડા મુક્યા છે. એ સાથે સાથે વિન્ડ ચાઇમ્સ પણ આ જગ્યાની સુંદરતા પર ચાર ચાંદ લગાવી દે છે.

જસપ્રિત બુમરાહના બેડરૂમમાં વુડન ફ્લોરિંગ કરવામાં આવ્યું છે અને રૂમના દરવાજા પર ભૂરા રંગનું સ્લાઇડર લગાવેલુ છે.
જસપ્રિત બુમરાહને એમનો રૂમ સાફ રાખવો ખૂબ જ ગમે છે, એ કોઈપણ પ્રકારની ગંદગીને રૂમમાં ટકવા નથી દેતા. ઘણીવાર તલ એ ખુદ રૂમમાં સફાઈ કરે છે.

જસપ્રિત બુમરાહ પણ અન્ય ક્રિકેટરોની જેમ કારના શોખીન છે. તેની પાસે રેન્જ રોવર, મર્સિડીઝ બેન્ઝ અને નિસાન છે. બુમરાહ પાસે મુંબઈ સિવાય અમદાવાદમાં પણ આલિશાન મકાન છે તાજેતરમાં તેણે પુણેમાં નવું મકાન પણ લીધું છે. , આ બધું જોતા બુમરાહની વાર્ષિક કમાણી 29 કરોડ 90 લાખ છે. બુમરાહે ભારત માટે અત્યાર સુધી 19 ટેસ્ટ રમી છે, જેમાં 83 વિકેટ, 67 વનડેમાં 108 વિકેટ અને 50 ટી 20 માં 59 વિકેટ લીધી છે. જસપ્રિત બુમરાહ તેના ‘યોર્કર’ બોલ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેથી જ તેને ‘યોર્કર કિંગ’ પણ કહેવામાં આવે છે.

એટલું જ નહીં, બુમરાહની પત્ની સંજના ગણેશન પણ તેના પ્રોફેશનના કારણે ખૂબ જ પ્રખ્યાત છે. સંજના હોટેસ્ટ ફેવરિટ સ્પોર્ટ્સ એન્કર છે. બુમરાહની પત્ની બન્યા બાદ તે વધુ હેડલાઇન્સમાં છે. આ 28 વર્ષીય સુંદર હોસ્ટ, જે MTV Splitsvilla 7થઈ6 લોકપ્રિય થઈ હતી, તેણે ઘણી ક્રિકેટ સિરીઝ અને IPL હોસ્ટ કર્યું છે. બુમરાહે 15 માર્ચ 2021 ના રોજ સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા.
0 Response to "ક્રિકેટર જસપ્રિત બુમરાહનું મુંબઈમાં છે એક આલિશાન ઘર, જોઈ લો ફોટા"
ટિપ્પણી પોસ્ટ કરો