બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સક્રિય, ગુજરાતના આ શહેરોના લોકોએ ખાસ ચેતવું, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

રાજ્યભરમાં મેઘરાજાએ શનિવારથી જ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે સોમવારે પણ રાજ્યભરમાં વરસાદ નોંધાયો જેના કારણે કેટલાક જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. સોમવારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ નોંધાયો.

image source

આ ઉપરાંત હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે જેમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા આદેશ કરાયો છે.

image source

આગામી 24 કલાક દરમિયાન થનાર વરસાદ વિશે હવામાન વિભાગનું જણાવવું છે કે બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સક્રિય થયું છે જેની અસર ગુજરાત પર 26 ઓગસ્ટ સુધી જણાશે. આ ચોવીસ કલાક દરમિયાન હજુ વધારે વરસાદ થાય તેવી પણ શક્યતા છે.

image source

રાજ્યમાં ચાલુ સીઝનમાં સરેરાશ 102 ટકાથી વધારે વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ વરસાદ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં વરસાદ નોંધાયો છે જણાવી દઈએ કે રાજ્યમાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 18 ટકા વધુ વરસાદ અત્યાર સુધીમાં જો વરસી ચૂક્યો છે. જ્યારે ચોમાસું પૂરું થવાને હજુ પણ 22 દિવસની વાર છે.

image source

રાજ્યમાં થયેલા સાર્વત્રિક વરસાદના પગલે સરદાર સરોવર સહિત 200થી વધુ જળાશયો ભરાઇ ચૂક્યા છે. રાજ્યના 76 જળાશય સો ટકા ધરાયા છે અને 78 જળાશય એવા છે કે જે 70 ટકાથી વધુ ભરાઈ ચૂક્યા છે. રાજ્યમાં 100 ભરાયેલા જળાશયોને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સક્રિય, ગુજરાતના આ શહેરોના લોકોએ ખાસ ચેતવું, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel