શું તમારા પર બહુ દેવું છે ? આ ઉપાય કરો અને દેવાથી થોડાક જ સમયમાં છૂટકારો મેળવો…

આજે જેની પાસે રૂપિયો છે તેને ક્યાં વાપરવો તે પ્રશ્ન છે પણ બીજી બાજુ એવો વિશાળ વર્ગ છે જેમના એક સાંધતા તેર તૂટે છે. આજે કુટુંબની જરૂરિયાતો પુરી કરતાં કરતાં ઘરના આગેવાનને કંઈ કેટલીએ મહેનત કરવી પડે છે. આજે એક સામાન્ય મધ્યમવર્ગના વ્યક્તિ પર એવરેજ બે લોન તો બોલતી જ હોય છે. તેમાંની એક તો ઘરની લોન હોય છે જે મોટેભાગે લાઈફટાઇમ જ હોય છે. બીજી વેહિકલની લોન હોય છે જે પણ વાહનની આવરદા પુરી થતાં સતત ચાલતી જ રહે છે.

આ ઉપરાંત સામાજીક વ્યવહારો, બાળકોનું મોંઘુ ભણતર, જીવન શૈલીનું ઉંચુ સ્તર આ બધી જ બાબતોના કારણે માણસ કંઈ કેટલાએ દેવાના બોજ તલે દબાયેલો રહે છે. તેના કારણે વ્યક્તિ પોતાનું જીવન પણ સારી રીતે નથી જીવી શકતો. આ દેવું કરીને મળેલા પૈસામાંથી તે ઘરમાં રહી શકે છે ગાડીમાં ફરી શકે છે પણ શું શાંતિનું જીવન મેળવી શકે છે ?

પણ જો તમારા પર એક રૂપિયાનું દેવુ ન રહે તો તમારું જીવન જાણે હળવુ ફૂલ બની જાય છે જીવનની એક-એક પળને તમે ખુલા મને માણી શકો છો. તો જો તમે આ દેવાઓથી જલદી જ છૂટકારો મેળવવા માગતા હોવ તો આ ઉપાય તમને ચોક્કસ કામ લાગશે.

બજરંગબલીને સિંદૂર ચડાવો

માથા પરથી દેવુ દૂર કરવા માટે તમારે નિયમિત હનુમાનજીના મંદીરે જઈ તેમના પર સિંદૂર અને તેલ ચડાવો અને તેમના કપાળ પર સિંદૂરનું તિલક કરો. આમ કરવાથી તમારા પર બજરંગબલીની કૃપા રહેશે અને થોડા ક જ દિવસોમાં તમારું દેવુ દૂર થઈ જશે.

આ ઉપરાંત તમે જો શિવભક્ત હોવ તો તો તમારે ત્રીમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ અને “ઓમ ઉધોરહ્ર્દ્યાય નમઃ” મંત્રનો નિયમિત જાપ કરવો જોઈએ.

આ દિવસોમાં ઉધાર ન લેવું

જો તમે તમારી જરૂરિયાત પુરી કરવા માટે કોઈ વ્યક્તિ પાસેથી કે કોઈ બેંક પાસેથી લોન લેવા માગતા હોવ તો કૃપા કરી તેના માટે મંગળવાર કે બુધવારનો દિવસ પસંદ ન કરવો. પણ આ દિવસે એક નાનકડું દાન કરીને તમારા દેવાથી છૂટકારો મેળવો.

આ નાનકડા દાનમાં તમારે કશું જ નથી કરવાનુ તમારે માત્ર પાંચસો ગ્રામ મગને બાફીને તેમાં ગોળ અને ઘી ઉમેરીને બુધવારના દીવસે ગાયને ખવડાવવા. આ ઉપાય અજમાવવાથી તમને ટુંક જ સમયમાં દેવાથી મુક્તિ મળી જશે.

નવા કામની શરૂઆત આ દિવસે કરો

તમે જો કોઈ નવું કામ કરવાના હોવ અથવા નવી નોકરી શરૂ કરવાના હોવ અથવા તો કોઈ ધંધાની શરૂઆત કરવાના હોવ તો તમારે તેનો પ્રારંભ શનિવારના શુભ દિવસે કરવો જોઈએ.

ગણેશ કુબેર મંત્રનો જાપ

રોજ નિયમિત ગણેશ પુજા કર્યા બાદ તમારે ગણેશ કુબેર મંત્રનો જાપ કરવો જોઈએ. આ ઉપાયથી તમારા આવકના સ્રોતમાં વધારો થશે અને તેનાથી તમે થોડાક જ સમયમાં દેવુ દૂર કરી શકશો. આ મંત્ર છે.

“ઓમ નમો ગણપતયે કુબેર યેકદ્રિકો ફટ્ સ્વાહા”

રોજ આ મંત્રનો 108 વાર જાપ કરવાથી દેવાદાર બધાજ આર્થિક સંકટોથી મુક્ત થઈ જશે. તેની શરૂઆત તમે ગણપતિજીના દિવસ એટલે કે બુધવારે કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "શું તમારા પર બહુ દેવું છે ? આ ઉપાય કરો અને દેવાથી થોડાક જ સમયમાં છૂટકારો મેળવો…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel