રોજ કરો આ 1 ઉપાય, શરીરના હાનિકારક તત્વો ચપટીમાં થઇ જશે દૂર, જાણો બીજા ફાયદાઓ વિશે પણ

આધુનિક વિજ્ઞાન ગમેતેટલું આગળ વધે, ગમેતેટલી નવી શોધખોળો થાય, પરંતુ માનવ શરીર જેટલી કોમ્પલેક્સ રચના કદાચ વિશ્વમાં અન્ય કોઈ નહીં હોય. શરીરને જીવંત રાખવા અને તમામ કાર્યો માટે જરૂરી ઊર્જા પૂરી પાડવા શરીરના કેટલાય અવયવો દિવસ-રાત એક્ટિવ રહે છે. દિવસ-રાત ચોવીસેય કલાક. આપણે તો શનિવાર-રવિવાર રજા રાખીને થાકોડો ખાઇ લઇએ છીએ, પરંતુ આપણાં ફેફસાં, હૃદય, મગજ, રક્ત વગેરે તો જ્યારથી આપણો જન્મ થાય છે ત્યારથી અવિરત પોતાનું કાર્ય કરતા કરે છે – એક સેકન્ડનો પણ આરામ કર્યા વગર.

image source

અને જો આમાંથી કોઇ એક અવયવ તેની કામગીરી અટકાવે તો આપણું હોસ્પિટલે પહોંચવાનું નિશ્ચિત છે. સુંદર દેખાવા માટે જે રીતે આપણે શરીરની બહારથી સફાઈ કરીએ છીએ તે જ રીતે સ્વસ્થ રહેવા માટે શરીરની અંદરથી સફાઈ કરવી પણ જરૂરી છે. શરીરમાં રહેલાં હાનિકારક તત્વો એટલે કે ટોક્સિન્સ બહાર નીકળવાની ક્રિયાને ડિટોક્સીફિકેશન કહેવાય છે. જેથી આજે અમે તમને ફુટ ડિટોક્સ ટેક્નિક અને તેને કરવાની રીત વિશે જણાવીશું.

કેમ જરૂરી છે બોડી ડિટોક્સ

image source

ખરાબ ખાનપાન, ધૂમ્રપાન અને દારૂનું સેવન કરવાથી બોડીમાં ટોક્સિન્સ વધી જાય છે. જેના કારણે અનિદ્રા, તણાવ, ખીલ, આળસ, વજન વધવું, ડિપ્રેશન, ખરાબ પાચન અને મગજમાં નબળાઈ જેવી સમસ્યાઓ થઈ શકે છે. જેથી આ હાનિકારક તત્વો બોડીમાંથી કાઢવા જરૂરી છે. તેનાથી તમે તરોતાજા અને એનર્જેટિક ફીલ કરશો.

શું છે ફુટ ડિટોક્સ

image source

ફુટ ડિટોક્સમાં પગથી શરીરમાં રહેલાં ટોક્સિન્સને કાઢવામાં આવે છે. તેને ઘરે જ સરળતાથી કરી શકાય છે. સપ્તાહમાં ૧ વાર ફુટ ડિટોક્સ અવશ્ય કરવું જોઈએ. તેનાથી સ્વસ્થ રહેવાની સાથે બીમારીઓનો ખતરો પણ ઓછો થાય છે.

જરૂરી સામગ્રી

અડધો કપ સિંધાલૂણ મીઠું, અડધો કપ દરિયાઈ મીઠું, ૧ ચમચી બેકિંગ સોડા, ૧ ચમચી એસેન્સિઅલ ઓઈલ

image source

કઈ રીતે કરવું ફુટ ડિટોક્સ

સૌથી પહેલાં પગને એકદમ બરાબર સાફ કરી લો.

પછી 1 ડોલ પાણી ગરમ કરીને ટબમાં નાખો અને તેમાં ઉપર જણાવેલી બધી સામગ્રી નાખીને બરાબર મિક્સ કરી લો.

image source

હવે રિલેક્સ પોઝીશનમાં બેસી જાઓ અને પગને પાણીમાં ડુબાડી દો. ૩-૪ મિનિટ બાદ તમને થોડો થાક અનુભવાશે. તેનો મતલબ એ છે કે શરીરનો થાક રિલીઝ કરી મસલ્સમાં નવી ઊર્જાનું સંચાર થઈ રહ્યું છે.

ઓછાંમાં ઓછું ૨૫-૩૦ મિનિટ આ જ સ્થિતિમાં આંખો બંધ કરીને બેસી રહેવું અને પાણીનો ગરમાવો ફીલ કરવો. પછી પાણીમાંથી પગ કાઢી સાદાં પાણીથી પગ ધોઈને લૂછી લેવા.

ફુટ ડિટોક્સના ફાયદા

image source

આ પ્રક્રિયાથી શરીરમાં રહેલાં હાનિકારક તત્વો બહાર નીકળી જાય છે અને શરીરનો થાક પણ દૂર થઈ જાય છે. સાથે જ તેનાથી તમને નવી એનર્જી પણ મળશે અને સ્કિન ડિસીઝ દૂર થવાની સાથે શરીરમાં મેગ્નેશિયમનું સ્તર પણ વધશે. આ સિવાય ફુટ ડિટોક્સથી તણાવ દૂર થશે અને રાતે ગાઢ ઊંઘ પણ આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "રોજ કરો આ 1 ઉપાય, શરીરના હાનિકારક તત્વો ચપટીમાં થઇ જશે દૂર, જાણો બીજા ફાયદાઓ વિશે પણ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel