ચાણસ્માના ધિણોજ પાસે બનેલી કરૂણ ઘટના, બે બાઈક અથડાતા 3 યુવકના ઘટનાસ્થળે મોત, જ્યારે એક યુવકને તો…
ચાણસ્માના ધિણોજ નજીક બનેલી કરૂણ દુર્ઘટના!બે બાઈક અથડાતા ૩ યુવકના ઘટનાસ્થળે મોત
શું તમે ક્યારેય કાર અકસ્માત જોયો છે? તમને જણાવી દઈએ કે, દરેક અકસ્માત અલગ હોય છે. કોઈ વ્યક્તિ જાણતું નથી કે અકસ્માત કેવી રીતે થશે અથવા અકસ્માતનું પરિણામ. માર્ગ અકસ્માત ત્યારે થાય છે જ્યારે કોઈ વાહન બીજા વાહન, ઓબ્જેક્ટ અથવા વ્યક્તિ સાથે અથડાય છે. આ માર્ગ અકસ્માતો ખૂબ ભયાનક ઇજાઓ પહોંચાડી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં મૃત્યુ પણ કરી શકે છે.

જ્યારે લોકો ટ્રાફિકના નિયમોને તોડે છે, જેમ કે લાલ બત્તીઓ કૂદીને, ઝડપ મર્યાદા કરતા વધુ ઝડપથી વાહન ચલાવવું, વગેરે, તેઓ માર્ગ અકસ્માતમાં આવી શકે છે. બધા અકસ્માતો ગંભીરતા દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બધા અકસ્માતો વ્યક્તિને અસર કરે છે. કોઈ અકસ્માતની અસર વ્યક્તિ પર ન થાય ત્યાં સુધી તે સમજી શકતો નથી.

અહીં પણ અમે તમને એવા જ એક અકસ્માત વિશે જણાવવા જઇ રહ્યા છીએ બે બાઈકો અથડાતા બાળકોના કચ્ચરઘાણ નીકળી ગયા અને યુવકો હવામાં ફંગોળાયા. ચાણસ્માના ધિણોજ ગામ નજીક બે બાઈકો સામ સામે અથડાતાં ગમખ્વાર અકાસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર 3 યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થવા પામ્યા હતા. તેમજ એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઇને મૃતકોના પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
ત્રણ જણાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા મોત

ચાણસ્મા-મહેસાણા હાઇવે પર ધિણોજ ગામ નજીક પેટ્રોલ પંપ પાસે સાંજના સમયે પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલા બે બાઈક અથડાતા બન્ને બાઇકોનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું. બાઈકસવાર ચાર યુવાનો ફંગોળાઈ હાઇવે પર ફેંકાયા હતા. જેમાં 3 યુવકોને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ તેમના મોત થયા હતા. ત્યારે ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. અકસ્માત મામલે 108 ને જાણ કરી હતી. ત્યારે થોડા સમયમાં 108 વેન અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ચાર પૈકી એક વિષ્ણુ નામનો યુવક ગંભીર ઈજાગ્રસ્ત હોવાથી તેને સારવાર અર્થે મહેસાણા ખસેડવામાં આવ્યો હતો.
એકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
મૃતકોના પરિવારને પોલીસે અકસ્માત મામલે જાણ કરી હતી અને ત્રણેયના મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી હતી. ચાણસ્મા પી.આઇએ જણાવ્યુ હતુ કે, ‘2 બાઇકો વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 3 યુવાનોના મોત થયા હતા. જ્યારે 1 વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલમાં ગુનો નોંધી કેવી રીતે અકસ્માત સર્જાયો તે બાબતે તપાસ કરી પરિવારના નિવેદનો આધારે આગળની કાર્યવાહી કરાશે.’

દર વર્ષે, ૩૩૮૦૪૪ લોકોનાં વાહન અકસ્માતનાં કારણે મૃત્યુ થાય છે. જ્યારે લોકો દારૂ પીવે છે ત્યારે વાહન અકસ્માત સર્જાય છે, તેઓ રસ્તામાં વિચલિત થાય છે, લોકોનો કોઈ અકસ્માત થવાનો હોય ત્યારે કેટલાક લક્ષણો હોય છે જેમાં મુખ્યરૂપે એ છે કે તમે તેઓને જોખમી રીતે વાહન ચલાવતા જોશો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ચાણસ્માના ધિણોજ પાસે બનેલી કરૂણ ઘટના, બે બાઈક અથડાતા 3 યુવકના ઘટનાસ્થળે મોત, જ્યારે એક યુવકને તો…"
ટિપ્પણી પોસ્ટ કરો